________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૨
માટે હે જીવ! તું જ્ઞાયકપણે જ રહે. તું જ્ઞાયક છો, પરનો અર્તા છો, તું તારા જાણનાર સ્વભાવમાં અભેદ થઈને નિર્વિકલ્પ પ્રતીત કર. સ્વસમ્મુખ થઈને જ્ઞાતાભાવપણે જ પરિણમન કર, પણ હું નિમિત્ત થઈને પરનું કામ કરી દઉં-એવી દષ્ટિ છોડી દે.
[૧૮૧] ભાઈ, તું શાયક ઉપર દષ્ટિ કર, નિમિત્તની દષ્ટિ છોડ!
કેટલાક એમ માને છે કે “નિમિત્ત થઈને આપણે બીજાનું કરી દઈએ—એ પણ ઊંધી દષ્ટિ છે. ભાઈ, વસ્તુની ક્રમબદ્ધપર્યાય સ્વયં તેનાથી થાય ત્યારે બીજી ચીજ નિમિત્તપણે હોય છે એનું નામ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે, પણ અવસ્થા ન થવાની હોય ને નિમિત્ત આવીને કરી ધે-એવો કોઈ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ નથી. જડ ને ચેતન બધા દ્રવ્યો પોતે જ પોતાની કમબદ્ધપર્યાયપણે ઊપજે છે, એટલે નિમિત્તથી કાંઈ થાય એ વાત ઊડી જાય છે. આત્મા અજીવનો ક્ત નથી.-એ સમજવાનું ફળ તો એ છે કે તું પર ઉપરથી દષ્ટિ ઉઠાડીને, તારા અભેદજ્ઞાયક આત્મા ઉપર જ દષ્ટિ મૂક, સ્વસમ્મુખ થઈને આત્માની નિર્વિકલ્પ પ્રતીત કર. “હું નથી પણ નિમિત્ત થઈને પરનું કામ કરું” એ વાત પણ આમાં રહેતી નથી, કેમકે જ્ઞાયક તરફ વળેલો પરની સામે જોતો નથી, -જ્ઞાયકની દષ્ટિમાં પર સાથેના નિમિત્ત-નૈમિત્તિક સંબંધનું પણ લક્ષ છૂટી ગયું છે, તેમાં તો એકલા જ્ઞાયકભાવનું જ પરિણમન છે. અજ્ઞાનીઓ તો નિમિત્ત-નૈમિત્તિક સંબંધના બહાને ર્તાકર્મપણું માની લે છે, એની વાત તો દૂર રહી, પરંતુ અહીં તો કહે છે કે એકવાર પર સાથેના નિમિત્ત-નૈમિત્તિક સંબંધને પણ દષ્ટિમાંથી છોડીને, એકલા જ્ઞાયકસ્વભાવને જ દષ્ટિમાં લે, દષ્ટિને અંતરમાં વાળીને જ્ઞાયકમાં એકાગ્ર કર, –તો સમ્યગ્દર્શન થાય. આવી અંતરની સૂક્ષ્મ વાત છે, તેમાં નિમિત્ત આવે તો થાય ને નિમિત્ત ન આવે તો ન થાય'એવી સ્કૂળ વાત તો કયાંય રહી ગઈ ! –એને હજી નિમિત્તને શોધવું છે, પણ જ્ઞાયકને નથી શોધવો, -જ્ઞાયક તરફ અંતરમાં નથી વળવું. પોતાના જ્ઞાયકપણાની પ્રતીત નથી તે જીવ નિમિત્ત થઈને પરને ફેરવવા માંગે છે. ભાઇ! પરદ્રવ્ય તેની ક્રમબદ્ધપયાર્ય ઊપજે છે, ને તું તારી ક્રમબદ્ધપર્યાયે ઊપજે છે, –પછી તેમાં કોઈ કોઈનું નિમિત્ત થઈને તેના ક્રમમાં કાંઈ ફેરફાર કરી દે-એ વાત કયાં રહી? ક્રમબદ્ધપર્યાય વિનાનો એવો કયો સમય ખાલી છે, કે બીજ આવીને કાંઈ ફેરફાર કરે? દ્રવ્યમાં તેની ક્રમબદ્ધપર્યાય વગરનો કોઈ સમય ખાલી નથી, અને આત્મામાં જ્ઞાયકપણા વગરનો કોઈ સમય ખાલી નથી. માટે જ્ઞાયકસન્મુખ થઈને તું જ્ઞાતા રહીજા. જ્ઞાયકસ્વભાવનો નિર્ણય કરે તો બધી ઊંધી માન્યતાના મીંડાં વળી જાય.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com