________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૧
-અને વ્યવસ્થિત જ પરિણમન દરેક વસ્તુમાં છે, તો આત્મા તેમાં કાંઈ ફેરફાર કરી ઘે-એ વાત રહેતી નથી, જ્ઞાયકપણું જ રહે છે માટે તું તારા જ્ઞાયકપણાનો નિર્ણય કર, ને પર ફેરવવાની બુદ્ધિ છોડ-એવો ઉપદેશ છે. પરને અવ્યવસ્થિત માનતાં તારું જ્ઞાન જ અવ્યવસ્થિત થઈ જાય છે, એટલે કે તને તારા જ્ઞાનની જ પ્રતીત રહેતી નથી. અને જ્ઞાનની પ્રતીત કરે તેને પારને ફેરવવાની બુદ્ધિ રહેતી નથી.
[ ૧૭૯] જ્ઞાતાના પરિણમનમાં મુક્તિનો માર્ગ.
આવા પોતાના જ્ઞાયક સ્વભાવનો નિર્ણય કરીને, સ્વસમ્મુખ જ્ઞાતાભાવપણે ક્રમબદ્ધપરિણમતા જીવન પર સાથે (કર્મ સાથે ) કાર્યકારણપણે સિદ્ધ થતું નથી, તે જીવ ર્તા થઈને અજીવનું કાર્ય પણ કરે-એમ બનતું નથી. આ રીતે જીવ અર્તા છે-જ્ઞાયક છે-સાક્ષી છે. જ્ઞાયકસ્વભાવસમ્મુખ થઈને આવું જ્ઞાયકપણાનું જે પરિણમન થયું તેમાં સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્ર આવી જાય છે, ને તે જ મોક્ષનું કારણ છે.
[૮]
પ્રવચન આઠમું
[વીર સં. ૨૪૮૦ આસો સુદ ચોથ]
ભાઈ! આ વાત સમજીને તું સ્વસમ્મુખ થા...તારા જ્ઞાયકસ્વભાવ સન્મુખ થા.આ સિવાય બીજો કોઈ હિતનો રસ્તો નથી. છૂટવાનો રસ્તો તારામાં જ પડયો છે, અંતરના જ્ઞાયકસ્વરૂપને પકડીને તેમાં એક્તા કર તો છૂટવાનો માર્ગ તારા હાથમાં જ છે; આ સિવાય બહારના લાખ ઉપાય કર્યો પણ છૂટકારો (મુક્તિનો માર્ગ) હાથ આવે તેમ નથી.
[ ૧૮૦] હે જીવ!તું જ્ઞાયકપણે જ રહે.
આત્મા જ્ઞાયક છે; જડ-ચેતનના ક્રમબદ્ધપરિણામ થયા કરે છે, ત્યાં તેનો જ્ઞાયક ના રહેતાં પરમાં ર્તાપણું માને છે તે જીવ અજ્ઞાની છે. અહીં આચાર્યદેવ સમજાવે છે કે–તારે પર સાથે ક્નકર્મપણું નથી; તું અજીવનો ર્જા, ને અજીવ તારું કાર્ય એમ નથી. જીવ ને અજીવ ક્રમબદ્ધપર્યાયપણે ઊપજે છે, જે સમયે જે પર્યાય થવાની છે તે સમયે તે જ થવાની, તે આઘીપાછી કે ઓછી-વધતી ન થાય; દ્રવ્ય પોતે પોતાની કમબદ્ધપર્યાયપણે ઊપજે છે, તો બીજો તેમાં શું કરે? તેમાં બીજાની અપેક્ષા શું હોય?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com