SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates ૯૩ [૧૮૨ ] ક્રમબદ્ઘપરિણમતા દ્રવ્યોનું અકાર્ય કા૨ણપણું. દરેક આત્માને દરેક જડ પોતપોતાના ક્રમબદ્ધ પરિણામપણે ઊપજે છે; એ રીતે ઉપજતા થકા, તે દ્રવ્યો પોતાના પરિણામ સાથે તદ્રુપ છે, પણ અન્ય સાથે તેને કારણકાર્યપણું નથી. માટે જીવ ર્ડા થઈને અજીવનું કાર્ય કરે એમ બનતું નથી, તેથી જીવ અર્કા છે. દરેક દ્રવ્ય પોતાની તે તે સમયની ક્રમબદ્ધપર્યાય સાથે અનન્ય છે; જો બીજો આવીને તેની પર્યાયમાં હાથ નાંખે તો તો તેને પરની સાથે અનન્યપણું થઈ જાય, એટલે ભેદજ્ઞાન ન રહેતાં બે દ્રવ્યની એક્તાબુદ્ધિ થઈ જાય. ભાઈ ! ક્રમબદ્ધપર્યાયપણે દ્રવ્ય પોતે ઉપજે છે, તો બીજો તેમાં શું કરશે ?–આવી સમજણ તે ભેદજ્ઞાનનું કારણ છે. વસ્તુસ્વભાવ જ આવો છે, તેમાં બીજું થાય તેમ નથી; બીજી રીતે માને તો મિથ્યાજ્ઞાન થાય છે. [૧૮૩] ભેદજ્ઞાન વગર નિમિત્ત-નૈમિત્તિકસંબંધનું જ્ઞાન થતું નથી. જુઓ, આ શરીરની આંગળી ઊંચી-નીચી થાય છે તે અજીવ-૫૨માણુઓની ક્રમબદ્ધપર્યાય છે, ને તે પર્યાયમાં તન્મયપણે અજીવ ઊપજયું છે, જીવ તે પર્યાયપણે ઊપજયો નથી એટલે આત્માએ આંગળીની પર્યાયમાં કાંઈ કર્યું-એ વાત હરામ છે. અને આ રીતે છએ દ્રવ્યો પોતપોતાના સ્વભાવથી જ પોતાની ક્રમબદ્ધપર્યાયરૂપે પરિણમે છે, આવી સ્વતંત્રતા જાણીને ભેદજ્ઞાન કરે તો જ, નિમિત્ત-નૈમિત્તિકસંબંધ કેવો હોય તેનું યથાર્થજ્ઞાન થાય છે. બીજી ચીજ આવે તો કાર્ય થાય ને ન આવે તો ન થાય-એમ માને તો ત્યાં નિમિત્ત-નૈમિત્તિકસંબંધ સિદ્ધ નથી થતો, પણ ર્ડાકર્મપણાની મિથ્યામાન્યતા થઈ જાય છે. બીજી ચીજ આવે તો કાર્ય થાય-એટલે કે નિમિત્તને લીધે કાર્ય થાય-એમ માનનારા, દ્રવ્યના ક્રમબદ્ધ સ્વતંત્ર પરિણમનને નહિ જાણનારા, જ્ઞાનસ્વભાવને નહિ માનનારા, ને પરમાં ર્તાપણું માનનારા મૂઢ છે. '' [૧૮૪ ] - ‘ પણ વ્યવહા૨થી તો ર્તા છે ને ,, ‘વ્યવહારથી તો નિમિત્ત ર્ડા છે ને?' એમ અજ્ઞાની કહે છે:-પણ ભાઈ ! ‘વ્યવહારથી ર્દાપણું છે' એમ જોર દઈને તારે સિદ્ધ શું કરવું છે. વ્યવહારના નામે તારે તારી એક્તાબુદ્ધિ જ દઢ કરવી છે. ‘પણ વ્યવહારે ક્ત' એટલે ખરેખર અર્કા –એમ તું સમજ. એક વસ્તુની ક્રમબદ્ધપર્યાય વખતે બીજી ચીજ પણ ક્રમબદ્ધપર્યાયથી ઊપજતી થકી નિમિત્તપણે ભલે હો; અહીં જે પર્યાય, અને તે વખતે સામે જે નિમિત્ત, તે બંને સુનિશ્ચિત જ છે. આવું વ્યવસ્થિતપણું જાણે Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008238
Book TitleGyan Svabhaav ane Gney Svabhaav
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size844 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy