________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-પ
આવશે? અરે ભાઈ! વાત જુદા પ્રકારની છે ભાઈ! આ બધો પૂ. ગુરુદેવનો પ્રતાપ છે. જ્યારે આ દ્રવ્યસ્વભાવ-પર્યાયસ્વભાવ પુસ્તક બહાર પડયું ત્યારે મેં કહ્યું કે મારે ઘણી વખત સંઘર્ષમાં આવવું પડયું છે. હવે મારે સંઘર્ષમાં આવવું નથી. આ વાત પચી ન શકેસમજી જ ન શકે. બિચારા એય શું કરે? એનોય વાંક નથી. દોષ નથી. (૫૨ને જાણતો નથી એ વાત ન સમજી શકે આ તો એના કરતાં સૂક્ષ્મ છે!) એના કરતાં ઘણી સૂક્ષ્મ છે એમાંય વિરોધ થયો એટલે સવારના પહોરમાં વિચાર આવ્યો, અહીં આવીને કહી દીધું કે આ છ મહીના સુધી બિલકુલ બહાર પાડવાનું નથી, એ કહ્યું હતું તેનું કારણ આ છે. કેટલાકને સમજાવવું આપણે, સમજાવવાથી કોઈ સમજી શકે નહીં. એની યોગ્યતા હોય તો સમજી શકે.
પક્ષાતિક્રાંત તે સમયનો સાર છે. કોઈપણ નયપક્ષ રહેશે-પક્ષ રહેશે, પક્ષપાત રહેશે તો મિથ્યાત્વ સાથે દોષ આવશે તે મિથ્યાત્વની સાથે મળેલો રાગ છે. અમૃતચંદ્રઆચાર્ય ભગવાને પક્ષાતિક્રાંત થવાના વીસ કળશ કહ્યા તેનું આ સ્વરૂપ છે. બસ શોર્ટમા આ સ્વરૂપ છે. પેલી દશ ગાથાનું શોર્ટમાં એક કર્યું અને દરેકને સમજાય તેવી સાધારણ શબ્દોમાં ચર્ચા છે. એટલે તો વીસ કળશ ઉતાર્યા પક્ષાતિક્રાંત થવા માટે. “ કર્તા છે ને કર્તા નથી, ” “ભોક્તા છે ને ભોક્તા નથી, ” તત્ત્વવેદી તો એમાં એ ક્યાંય બોલ્યા નહીં કહ્યું નહીં, વિધિ-નિષેધ કાંઈ નહીં “ચિત્સ્વરૂપ જીવ તો ચિસ્વરૂપ છે” લ્યો! (એમાં કોઈ સમજી ન શકે ભાઈ! ના સમજી શકે.) તત્ત્વવેદી તો એમ જાણે છે. આહાહાહા ! ચિત્સ્વરૂપ જીવ તો ચિસ્વરૂપ છે. કર્તા-અકર્તા, ભોક્તા-અભોક્તા એવા બધા ધર્મોને એક સમયમાં અતીન્દ્રિયજ્ઞાનથી જાણ્યા એમ. (ધર્મની દૃષ્ટિમાં બધા ધર્મનું જ્ઞાન થઈ જાય છે એ જ્ઞાન, જ્ઞાનમાં થાય, નયમાં ન થાય.) જ્ઞાનમાં જ થાય ને! એટલે કહ્યું કે નયજ્ઞાન પ્રત્યે ઉત્સાહ નિવર્તી ગયો છે. આમણે કહ્યું ઉદાસીન છે. જ્ઞાતા થાય છે તે નયો પ્રત્યે ઉદાસ છે નયોની ચીકાશમાં અટકતો નથી પછી બસ. નયો, સ્યાદવાદ વગેરે પોતાના સ્વરૂપને સમજવા માટે છે અને એક અન્યમતીનું ખંડન કરવા માટે છે.
પક્ષાતિક્રાંત થયો તે સમયનો સાર છે આહાહાહા! ‘પક્ષાતિક્રાંત ભાખ્યો એ સમયનો સાર છે.' સમયનો સાર..... આહાહાહા. સમય-સાર જે શબ્દ લખ્યો છે શાસ્ત્રનું નામ સમયસાર એ અહીંયાં કહ્યું આખું હૈં! શાસ્ત્રનું નામ સમયસાર એટલે શું? “ પક્ષાતિક્રાંત થયો તે સમયનો સાર છે” એ જાણી લીધું એણે. બસ આટલું કામ છે. કર્તા કર્મ અધિકારની છેલ્લી બે ગાથા ૧૪૩-૧૪૪ બહુ સારી પછી એનો આપણે અન્વયાર્થ લેશું. આ આખો વિષય પક્ષાતિક્રાંતનો છે. વિષય લીધો
બહુ સારી છે. આ આપણે જે
66
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com