________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૩ ન જો. પર્યાયને પણ સ્વભાવથી જો, નયથી ન જો. જ્ઞાનની પર્યાયમાં સવિકલ્પપણું સ્વભાવથી જ છે એટલે દ્રવ્યને જાણતાં બીજું જણાઈ જાય છે. જો એમાં નિર્વિકલ્પપણું હોત શ્રદ્ધાની માફક, શ્રદ્ધા નિર્વિકલ્પ છે ઈ સામાન્યમાં જ અપર્ણ કરે છે; વિશેષમાં અહંપણું થતું જ નથી. શ્રદ્ધા નિર્વિકલ્પ છે; જ્ઞાન સવિકલ્પ છે, સામાન્યમાં અહં તો કરે છે, એ તો બરાબર છે, પણ વિશેષનું પણ જ્ઞાન એને થઈ જાય છે સવિકલ્પ વખતે સમય એક, દ્રવ્ય-પર્યાયનું એક સમયમાં જ્ઞાન થાય. “ઉત્પાદવ્યયધ્રુવયુક્ત સત્ ” ઈ જ્ઞય અભેદ છે. ઈ આત્મા છે (આત્મા કા હી સ્વરૂપ હૈ) આહાહાહા !
અનૂભુતિ એ જ જૈન દર્શન છે. બોલો હવે જૈનદર્શનમાં “ઉત્પાદવ્યયધુવયુક્ત સત્ આવે ને કે અનુભૂતિમાં ન આવે? કે ધ્રુવને જાણે ને ઉત્પાદન-વ્યયનું પૂછવું પડે કોઈને ? ઉત્પાદ-વ્યયના લક્ષ વગર થતી ઉત્પાદ-વ્યયની શુદ્ધિની વૃદ્ધિને જ્ઞાન જાણતું જાય છે. આહાહાહા! અશુદ્ધિની હાનિ અને શુદ્ધિનીવૃદ્ધિ અને દષ્ટિ ત્રિકાળી દ્રવ્યમાં છે. એક સમયમાં. કર્તા-અકર્તાને જાણતાં જાણતાં કેવળજ્ઞાન થાય. ઈ બે ધર્મને એક સમયમાં યુગપદ્દ જાણે છે ને ? કે ક્રમે જાણે ? (યુગ૫ ) પહેલાં અકર્તાને જાણે પછી કર્તાને જાણે તો તો ન પક્ષ આવી ગયો.
(અકર્તા તો જ્ઞાનનો વિષય છે જ પણ કર્તા પણ જ્ઞાનનો જ વિષય છે) હાં (અજ્ઞાનમાં કર્તા ન જણાય જ્ઞાનમાં જ જણાય) જ્ઞાનમાં જ જણાય. નયમાં યુગપ૬ ના જણાય જ્ઞાનમાં યુગપઃ જણાય, આ જાણવાની મુખ્યતાથી વાત ચાલે છે. શ્રદ્ધાનો વિષય તો એક જ છે સામાન્ય. ઈ સામાન્ય વિશેષ બે છે જ નહીં પણ શ્રદ્ધાપૂર્વક સમ્યજ્ઞાન થાય છે ઈ સમ્યજ્ઞાન સામાન્યવિશેષ બેયને જાણે છે. (પક્ષીતિક્રાંત જ્ઞાનમેં હોતા હૈ ન!) હા, જ્ઞાનમેં હોતા હૈ અને પછી કહ્યું કે બે નયોના વિષયને કેવળ જાણે છે પણ નયપક્ષ ગ્રહણ કરતો નથી. ઈ બેપણુ કેવું રહી ગયું? બે નયોના વિષયને જેમ છે તેમ જાણે છે બસ. જાણવામાં વિકલ્પની અપેક્ષા નથી. બેન! (હું વિકલ્પ વગરનું જાણપણું છે) વિકલ્પ વગરનું જાણપણું ઈ જ જાણપણું છે (ઈ સીધું છે ઈ જાણપણું સાચું છે) સાચું છે એમાં આનંદ છે (હાં બહુ સરસ, ભાઈ આપને કેવલીકા દષ્ટાંત દીયા જૈસે કેવલી જાનતે હૈ દોનો કો ઐસે હી શ્રુતજ્ઞાની જાનતે હૈં.) ઐસે હી જાનતે હૈ. (દોનો કે જાનનમેં ફેર નહીં
) એકદમ. કેવળી જો કેવળજ્ઞાનમાં યુગ૫૬ એક સમયમાં “ઉત્પાદવ્યયવયુક્ત સતને” જાણે તો છમસ્થ ન જાણે? જાણે જ. “ઉત્પાદવ્યયધ્રુવયુક્ત સને જે એક સમયમાં જાણતો નથી તે અજ્ઞાની છે. આવું શયનું સ્વરૂપ છે. આ સ્વય છે. આહાહાહાહા!
ધ્યેયમાં કટકાં થાય (કારણકે શ્રદ્ધા ઉપાદેય તત્ત્વને ગ્રહણ કરે છે ) જ્ઞયમાં કટકાં ન થાય બેન! જ્ઞયમાં ધ્યેય ગર્ભિત છે. ધ્યેય તો જ્ઞય છે પણ જ્ઞય છે તે ધ્યેય નથી. બહુ સૂક્ષ્મ વાતો છે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com