________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૨ જુએ તો પત્તો ન ખાય. ખરેખર આ નયનો વિષય જ નથી; આત્મા જ્ઞાનનો વિષય છે. નય તો સમજાવવા માટે છે; અવલોકન કાળે એનો ઉત્પાદ છે. આત્માના અધિગમન ઉપાય પ્રમાણ અને નય છે. (અનુભવના ઉપાય નહી )
- આ શબ્દ મને બહુ ગમે છે “જેઊ જહાં સાધક છે તેવું તહાં બાધક હૈ” જે જે વસ્તુ સાધક છે તે તે વસ્તુ બાધક છે તો રાગની કથાની તો શું વાત કરવી ? હવે, નય જ્ઞાન (અનુભવમાં) બાધક છે તેમાં અનુભવ નથી થતો તો રાગ તો ઘણો દૂર ઈ તો કષાયમાં ગયો; એમાં તો વ્યવહારેય જ્ઞાન નથી આ વ્યવહારે જ્ઞાન છે આમાં, એમાં વ્યવહારનયથી એને જ્ઞાન કહેવાય; ભાવેન્દ્રિયમાં અનુમાન થઈ શકે, રાગમાં અનુમાન ન થાય, રાગ તો પ્યોર જડ છે એટલે નયને પ્રાથમિક ભૂમિકામાં સાધન કહ્યું. અનુભવકાળે બાધક થઈ ગયું. જે સાધક છે તે બાધક છે આહાહાહા. ધ્યેયપૂર્વક શેય જેને ન થાય તે એકાંતમાં ખેંચાઈ જાય. (નિયમથી બરાબર છે) કાં તો ઈ પર્યાયના પક્ષમાં, કાં તો દ્રવ્યના પક્ષમાં કાં પ્રમાણના પક્ષમાં-કોઈને કોઈ પક્ષમાં અટકી જાય.
શ્રોતા- પક્ષ હોય જ, પક્ષીતિક્રાંત નહીં હૈ તો નિયમસે કોઈ ને કોઈ પક્ષમેં હી હૈ. ઉત્તર- પક્ષમેં હી હૈ. શ્રોતાઃ- ધ્યેયપૂર્વક જ્ઞય વો હી પક્ષાતિક્રાંતિકા સ્વરૂપ હૈ. (સમય એક.). ઉત્તર:- આ શબ્દો ખાસ કહ્યાં હતા તમને, સમય એકમાં ધ્યેયપૂર્વક જ્ઞય થાય છે. શ્રોતા- આ વાત તો ચમત્કારિક લાગે છે.
ઉત્તરઃ- ધ્યેયપૂર્વક ય એક સમયમાં થાય ઈ ચમત્કારિક વાત છે. બેનને આમ ઈ...અંદરથી આવ્યું એટલે સમજવાની જિજ્ઞાસા થઈ ને માગણી કરી ઈ એક વાક્ય ઉપર જ.
ધ્યેયપૂર્વક જ્ઞય એક સમયમાં થાય છે પણ વાત સૂક્ષ્મ છે. એમ કહી વાત પડતી મૂકી દીધી એમાં ચોટ લાગી ગઈ. બેનને અંદરથી જિજ્ઞાસા થઈ અને ઓ હો હો સમય એક? એક સમયમેં દો કા જ્ઞાન હો જાતા હૈ? હાં હો જાતા હૈ. કેવળજ્ઞાનને પૂછો કે એક સમયમાં તમને બેનું જ્ઞાન થાય છે? જો એને બેનું જ્ઞાન થાય તો પક્ષીતિક્રાંત થતાં બેનું જ્ઞાન થાય જ. અનુભવના કાળે ઈ કેવળી જેવો જ છે. (બરાબર એકદમ બરાબર ) કેવળીને પૂછી જુઓ અત્યારે, ઈ કહેશે કે હા એક સમયમાં દ્રવ્ય-પર્યાય બેયને અમે જાણીએ છીએ, અમારી પાસે નયજ્ઞાન નથી છતાં જાણીએ છીએ. (નયજ્ઞાનમાં ન જાણી શકાય, જ્ઞાનમાં જાણી શકાય) તો તને પણ તારા જ્ઞાનમાં બેય જણાશે. અને ક્રમે જણાય છે ઈ જાણવું જ નથી. ઈ તો બાધકપણું છે; સાધક નથી બાધક છે.
આ દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ ઊંચામાં ઊંચી વાત છે. દ્રવ્યને સ્વભાવથી જ, નયથી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com