________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૧
ચર્ચા નં-૧ રાજકોટ અતીન્દ્રિય જ્ઞાન એક સમયમાં નિત્ય-અનિત્ય, એક-અનેક ને એક સમયમાં અનંતધર્મોને જાણે છે. તે જ્ઞાન કેવળી જેવું જ છે. (જ્ઞાનમાં વિષયનો પ્રતિબંધ જ નથી. નયજ્ઞાનમાં તો વિષયનો પ્રતિબંધ રહે છે. ઇન્દ્રિયજ્ઞાન વિષયને જાણી શકતું નથી.) ઇન્દ્રિયજ્ઞાનમાં મુખ્ય-ગૌણ છે. આ અતીન્દ્રિયજ્ઞાન જે પ્રમાણ થયું તેમાં મુખ્ય-ગૌણ ન હોય. ધ્યેયપૂર્વક જ્ઞય એ પ્રમાણજ્ઞાન છે તેમાં મુખ્ય-ગૌણ ન હોય.
પક્ષમાં તો કમેક્રમે જાણતો હતો. આને (દ્રવ્યને) સામાન્ય કહેવાય. આને (પર્યાયને) વિશેષ કહેવાય, આને નિત્ય કહેવાય, આને અનિત્ય કહેવાય. એક નય નિત્યને જાણે છે તો બીજી નય અનિત્ય છે તેને (તે સમયે) જાણતી નથી એટલે આકુળતા થાય છે.
જે જ્ઞાન ધ્રુવને જાણે છે તે જ જ્ઞાન ઉત્પાદ-વ્યયને જાણે છે. પછી અભિપ્રાયની અપેક્ષાએ એમ કહેવાય કે જે ઉત્પાદ વ્યયને જાણે તેનું નામ વ્યવહારનય અને ધ્રુવને જાણે તેનું નામ નિશ્ચયનય; પણ ઈ તો પછીની વાત છે. કહેવામાત્ર છે, સમજાવે કેવી રીતે? ઓલું તો સમજાવી શકાય નહીં; અનુભવ એક સાથે જ છે. કહેવામાં ક્રમ પડે, અનુભવમાં ક્રમ ન પડે. જેમકે તમે સાકરનો ગાંગડો મોઢામાં મૂકો તેનો સ્વાદ આવ્યો તો દ્રવ્યને આશ્રયે જે મીઠાશ થઈ તેનો એકી સાથે સ્વાદ આવ્યો પછી સાકર ખાવાનું બંધ કર્યા પછી તમે બીજાને સમજાવો તો ક્રમથી સમજાવવું પડે. ગળપણ તો એની પર્યાય છે ઓલું દ્રવ્ય છે. (શ્રોતા-જ્ઞાન પક્ષાતિક્રાંત હી હોતા હૈ.) સ્વભાવ પક્ષાતિક્રાંત છે જ્ઞાનની પર્યાયનો સ્વભાવ પક્ષીતિક્રાંત છે; જેમાં પક્ષ ઊઠે તે જ્ઞાન નથી.
આમાં મેં દષ્ટાંત આપ્યો એટલે ખ્યાલ આવી ગયો કે ધ્રુવને જાણે, જે નય ધ્રુવને જાણે તે ઉત્પાદ-વ્યયને ન જાણે, કારણકે નયજ્ઞાન તે જ્ઞાન નથી. તે ક્રમિક છે, તે માનસિક જ્ઞાન છે, ધ્રુવને જાણે જ્યારે, ત્યારે ઉત્પાદ વ્યયને ન જાણે. અનુભવમાં બન્નેનું જ્ઞાન એક સાથે છે. બહુ સૂક્ષ્મ અંદરની રમતું છે એટલે જ્ઞાનીઓ કહે છે વચનાતીત છે, અનુભવથી જ પ્રમાણ થાય, સમજાવી ન શકાય છતાં ઈશારો કરે અને તો સામેવાળો સમજી પણ જાય કે આ કહેવાનો આશય છે.
શ્રોતા- એટલે જ્ઞાનમાં આવી જાય ને તો સમજાય એવું છે?
ઉત્તર- જ્ઞાનમાં આવી જવું જોઈએ અને નયનો પક્ષ છોડી દેવો જોઈએ. સ્વભાવથી સમજે ને તો જ દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ સમજાય, દ્રવ્યને નયથી જુએ ને પર્યાયને નયથી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com