________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૭૧
જાણપણાનો (જણાવાપણાનો) નિષેધ નથી. પ્રથમ નિષેધ કરાવ્યો કેમકે પર્યાયમાં જ આત્મબુદ્ધિ હતી. હવે તો આત્માને જાણતાં જાણતાં પર્યાય એના ધર્મો સહિત જેમ છે એમ જણાય છે.
પ્રશ્ન:- આત્મા રાગને કયા નય કરે છે?
ઉત્ત૨ઃ- અરે! એમ નથી. એ તો એ સમયની પર્યાયની પોતાની યોગ્યતા (સ્વભાવ) છે. એ પર્યાયનો વિભાવ સ્વભાવ છે તો રાગ થયો. પર્યાય સ્વભાવથી થયો છે. અરે! ત્યાં તો નયના વિકલ્પથી જ્ઞાન છૂટી ગયું! એકલો ‘જ્ઞાતા' થઈ ગયો. નયના વિકલ્પથી છૂટી એકલું જ્ઞાન રહી ગયું
સ્વભાવને જાણવામાં નયની જરૂરત નથી, પરંતુ નયાતીત જ્ઞાનની જરૂરત છે. “ બંને સ્વભાવને જાણતાં જાણતાં મોક્ષ થાય
૧. નિશ્ચયનયથી નિરપેક્ષ દ્રવ્યનો સ્વભાવ.
૨. વ્યવહારનયથી નિરપેક્ષ પર્યાયનો સ્વભાવ.
બન્ને નયોના વિકલ્પોને ઓળંગી ગયો તો સાક્ષાત્ જ્ઞાતા થઈ ગયો !
પર્યાય પર્યાયથી થાય એમ હું જાણું પણ પર્યાય મારાથી થાય એમ હું ન જાણું કેમકે પર્યાય સ્વભાવથી જ પરિણમી રહી છે. કારણ કે પર્યાય સત્ છે. પર્યાયને વ્યવહારે જાણું પણ પર્યાયને વ્યવહારે કરું નહીં.
-સ્વભાવથી સમજતાં વિકલ્પ છૂટી જાય છે.
-નયથી સમજતાં વિકલ્પ રહી જાય છે.
જ્ઞાનને સ્વભાવ તરફ લઈ જાઓ તો વિકલ્પ નહી ઊઠે. સ્વભાવમાં અપેક્ષા લગાડશો તો વિકલ્પ ઉઠશે, સ્વભાવ હાથમાં નહીં આવે.
પર્યાય સ્વભાવથી જ ક્રિયાવંત છે તો આત્મા ઉપચારથી પર્યાયને કરે એ ક્યાં આવ્યું? તો દૃષ્ટિ સીધી અકર્તા સ્વભાવ ઉપર ગઈ તો કર્તાધર્મનો પણ જ્ઞાતા થઈ ગયો. ક્રિયા ન કરવી એ દ્રવ્યનો સ્વભાવ.
ક્રિયા ક૨વી એ પર્યાયનો સ્વભાવ.
–બન્નેને જાણવું એ જ્ઞાનનો (જ્ઞાતાનો ) સ્વભાવ.
પર્યાયને સ્વભાવથી જુઓ તો વ્યવહારનયે આત્મા કર્તા છે એ ઉપચાર નીકળી જશે. ઉપચારને ઓળંગે તો અનુભવ થાય.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com