________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૭૦
“પર્યાય સ્વભાવ” સિદ્ધાંત - વસ્તુ કદી પણ પોતાના સ્વભાવને છોડે નહીં. વસ્તુના બે વિભાગ.
૧. દ્રવ્યસ્વભાવ:- નિષ્ક્રિય સ્વરૂપ પોતાના અનાદિ અનંત અકર્તા સ્વભાવને છોડે નહીં અને કદી પણ કર્તા થાય નહીં.
૨. પર્યાય સ્વભાવઃ- પર્યાય પણ એક વસ્તુ છે. સત્ અહેતુક છે. પર્યાય સ્વભાવથી જ ક્રિયાવંત છે. અનાદિઅનંત તે પોતાના ક્રિયાના કારકને છોડે નહી. પર્યાયમાં ક્રિયા- (સામાન્ય ઉત્પાદ-વ્યયરૂપ ક્રિયા, પરાશ્રિત કે સ્વાશ્રિત એવો ભેદ હમણાં ન પાડવો) –સમયે સમયે થયા જ કરે છે. એ એનો સ્વભાવ જ છે
થતી ક્રિયાને હું કરું એ અજ્ઞાન. થતી ક્રિયાને હું રોકું એ પણ અજ્ઞાન. પર્યાયમાં કર્તા ભોક્તા ધર્મ સ્વભાવથી જ છે. પર્યાય કરે છે ને ભોગવે છે એ એનો સ્વભાવ જ છે. કયા નયે પર્યાયને કરે છે ને ભોગવે છે એમ નહીં. બસ સ્વભાવથી જ એમાં કર્તાભોક્તાપણું છે.
* અજ્ઞાન દશામાં રાગને કરે છે ને દુઃખને ભોગવે છે. * સાધક દશામાં વીતરાગતા-રાગને કરે છે ને આનંદ-દુઃખને ભોગવે છે.
* સાધ્યદશામાં પૂર્ણ વીતરાગતાને કરે છે અને પૂર્ણ આનંદને ભોગવે છે. આમ પર્યાય કર્તાભોક્તા ધર્મને કદી પણ છોડતી નથી.
પર્યાયના આવા સ્વભાવને જાણવાનો નિષેધ નથી, પણ એમાં હુંપણાનો નિષેધ છે.
હું તો જ્ઞાયક છું. સ્વભાવથી જ અકારક અને અવેદક છું. હુંપણું અઠું આવ્યું તો, દ્રવ્યસ્વભાવને જાણતાં જાણતાં, પર્યાયના કર્તા ભોક્તા ધર્મો જેમ છે એમ જણાઈ જાય છે.
આત્મા વ્યવહારથી કર્તા ભોક્તા નથી. એ તો પર્યાય સ્વભાવ જ છે. કર્તા ભોક્તા ધર્મો પર્યાયમાં સ્વભાવથી જ છે. ધર્મી તો માત્ર પર્યાયના ધર્મોને જાણે છે. વ્યવહારનયે પણ હું કર્તા ભોક્તા નથી. એ તો પર્યાયમાં સ્વભાવથી જ કર્તા ભોકતા ધર્મ છે.
આત્મા વ્યવહાર નયે કર્તા ભોક્તા છે- એમ ન લે અને પર્યાયનો કર્તા પર્યાય નિશ્ચયનયે છે એમ પણ ન લે! એ તો પર્યાયમાં સ્વભાવથી જ કર્તા ભોક્તા ધર્મ છે.
આત્મા વ્યવહાર નયે કર્તા ભોક્તા છે–એમ ન લે અને પર્યાયનો કર્તા પર્યાય નિશ્ચયનયે છે–એમ પણ ન લે ! પર્યાય સ્વભાવથી જ ક્રિયાવંત છે એમ જાણ! કોઈ જ નયપક્ષ ઊભો નહીં થાય.
પર્યાય જણાય એ પણ સ્વાભાવિક છે. એવી જ કોઈ સ્વાભાવિક સ્વચ્છતા છે. એના
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com