________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૬૪ વિધિ છે.
જાણનારો જણાય છે. જણાય છે અર્થાત્ જણાયા જ કરે છે. આબાળગોપાળ સૌને ભગવાન આત્મા જણાયા જ કરે છે. કઈ નયથી જણાયા કરે છે? અરે! એ તો સ્વભાવ થી જ જણાયા કરે છે, જા.
એમ આવે છે કે- જ્યારે સ્વભાવની સન્મુખ થઈ અનુભવ કરે છે ત્યારે નયોની લક્ષ્મી ઉદય પામતી નથી; પ્રમાણ અસ્તને પામે છે. નયોની લક્ષ્મી અર્થાત્ સ્વભાવને જાણનારી સવિકલ્પાત્મક જ્ઞાનની પર્યાય ઉદય પામતી નથી. નય અસ્ત થાય છે ત્યારે સ્વભાવિક જ્ઞાન ઉદય થાય છે. જ્યારે આત્માને સ્વભાવથી જુએ છે ત્યારે નયોના વિકલ્પ છૂટી જાય છે. કળશ-૯માં આવે છે કે
उदयति न नयश्रीरस्तमेति प्रमाणं क्वचिदपि च न विद्मो याति निक्षेपचक्रम्। किमपरमभिदध्मो धाम्नि सर्वङ्कषेऽस्मि
न्ननुभवमुपयाते भाति न द्वैतमेव ।।९।। શ્લોકાર્થ:- આચાર્ય શુદ્ધનયનો અનુભવ કરી કહે છે કે – (ગરિમન સર્વષે ધાનિ અનુભવમ્ ૩પયા) આ સર્વ ભેદોને ગૌણ કરનાર જે શુદ્ધનયનો વિષયભૂત ચૈતન્ય-ચમત્કારમાત્ર તેજ:પુંજ આત્મા, તેનો અનુભવ થતાં (જયશ્રી: ન ૩યતિ) નયોની લક્ષ્મી ઉદય પામતી નથી, (પ્રમાણે મસ્તમ્ તિ) પ્રમાણ અસ્તને પ્રાપ્ત થાય છે (પિ
) અને (નિક્ષેપવમ્ રિતુ યાતિ, વિ :) નિક્ષેપોનો સમૂહું ક્યાં જતો રહે છે તે અમે જાણતા નથી (વિમ્ પરમ્ મિશ્ન:) આથી અધિક શું કહીએ? (દ્વૈતમ્ વ ન ભાતિ) દૈત જ પ્રતિભાસિત થતું નથી.
જાણનારો જણાય છે. ને જ્યારે મને જાણનારો જણાય છે એમ આવે છે ત્યારે, નિશ્ચયનય” થી જાણનારો જણાય છે એવો વિચાર પણ આવતો નથી. સ્વભાવથી જ જાણનારો જાણવામાં આવી રહ્યો છે તો સ્વભાવ જ લક્ષમાં આવે છે અને જ્યારે સ્વભાવ લક્ષમાં આવે છે ત્યારે નયના વિકલ્પ છૂટી જાય છે અને સ્વભાવ સ્વભાવપણે અભેદ અનુભવમાં આવે છે.
“સમય” ની વ્યાખ્યા કરી -કે જાણવું અને (આત્માને) જાણવારૂપે પરિણમવું.... સ્વભાવથી જ છે અનાદિ અનંત, કોઈ નય લાગુ ન પડે. જો નય લગાડીશ તો સ્વભાવથી દૂર થઈ જઈશ અને જો સ્વભાવથી જોઈશ તો નય દૂર થઈ જશે. આ નયથી દૂર થવાની વાત ચાલી રહી છે. નયથી સમજવાની તને ટેવ પડી ગઈ છે, તેથી વિકલ્પ ઉત્પન્ન થયા વગર રહેતા નથી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com