________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૬૦
નિયમસારજી શાસ્ત્રમાંથી કળશો * જે સહજ પરમાત્મા પરમાનંદમય છે, સર્વથા નિર્મળ જ્ઞાનનું રહેઠાણ છે, નિરાવરણ સ્વરૂપ છે, અને નય અનયના સમૂથી (સુનયો તથા કુનયોના સમૂહથી) દૂર છે.
(નિ. સાર કળશ-૨૪૫) * કોઈ જીવ અદ્વૈત ઈચ્છે છે અને અન્ય કોઈ જીવો દ્વતને ઇચ્છે છે; હું વૈત અને અદ્વૈતથી વિમુક્ત આત્માને નમું છું.
(નિ. સાર કળશ-૨૦૬ ) * આ ધ્યાન છે, આ ધ્યેય છે, આ ધ્યાતા છે, અને પેલું ફળ છે આવી વિકલ્પજાળોથી, જે મુક્ત ( રહિત) છે તેને (તે પરમાત્માતત્ત્વને) હું નમું છું.
(નિયમસાર કળશ-૧૯૩) * જે અનવરતપણે (નિરંતર) અખંડ અદ્વૈત ચૈતન્યને લીધે નિર્વિકાર છે તેમાં (તે પરમાત્મા પદાર્થમાં) સમસ્ત નવવિલાસ જરાય સ્કુરતો જ નથી, જેમાંથી સમસ્ત ભેદવાદ (નયાદિ વિકલ્પ ) દૂર થયેલ છે તેને (તે પરમાત્મ પદાર્થને) હું નમું છું, સ્તવું છું, સમ્યક પ્રકારે ભાવું છું.
(નિયમસાર ૧૯૨ કળશ) * જે સકળ ઇન્દ્રિયોના સમૂહથી ઉત્પન્ન થતા કોલાહલથી વિમુક્ત છે, જે નય અનયના સમૂહથી દૂર હોવા છતાં યોગીઓ ને ગોચર છે, જે સદા શિવમય છે, ઉત્કૃષ્ટ છે અને જે અજ્ઞાનીઓને પરમ દૂર છે, એવું આ ચૈતન્યમય સહજ તત્ત્વ અત્યંત જયવંત છે.
(નિયમસાર કળશ-૧૫૬). * પાપરૂપી અટવીને બાળવામાં અગ્નિ સમાન એવો યોગિતિલક (મુનિ શિરોમણી) પ્રશત-અપ્રશસ્ત મન-વાણીના સમુદાયને છોડીને આત્મનિષ્ઠામાં પરાયણ રહેતો થકો, શુદ્ધનય અને અશુદ્ધ નયથી રહિત એવા અનધ (નિર્દોષ) ચૈતન્યમાત્ર ચિંતામણીને પ્રાપ્ત કરીને, અનંત ચતુષ્ટયાત્મકપણા સાથે સર્વદા સ્થિત એવી જીવનમુક્તિને પામે છે.
(નિયમસાર કળશ ૯૪) * સમ્યજ્ઞાનનું આભૂષણ એવું આ પરમાત્મતત્ત્વ સમસ્ત વિકલ્પ સમૂહોથી સર્વત: મુક્ત (સર્વ તરફથી રહિત) છે. ( આમ) સર્વનય સમૂહ સંબંધી આ પ્રપંચ પરમાત્મતત્ત્વમાં નથી તો પછી તે ધ્યાનાવલી આમાં કઈ રીતે ઉપજી તે કહો.
(નિયમસાર-કળશ-૧૨૦)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com