________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૫૫
રાખીને જે છેદનક્રિયા કરે, પરંતુ નયનો પ્રયોગ સ્વતંત્ર થઈ શકતો નથી. કોઈ વિશેષ અપેક્ષા વિના નય પ્રયોગ થઈ શકતો નથી. નયપ્રયોગમાં વિશેષ અપેક્ષા અને પ્રતિપક્ષ નયની સાપેક્ષતા આવશ્યક છે. તેથી છેદનક્રિયામાં ફરસીની જેમ નય સ્વતંત્ર નથી, પરંતુ વિવક્ષા અને પ્રતિપક્ષ નયથી તે પરતંત્ર છે. જે નય અપેક્ષા વિના અને પ્રતિપક્ષ નયની સાપેક્ષતા વિના પ્રયુક્ત થાય છે. તેને નય જ કહેવો ન જોઈએ અથવા મિથ્યાનય કહેવો જોઈએ.
નય સાપેક્ષ જ હોય. નય નિરપેક્ષ ન હોય અને સ્વભાવ નિરપેક્ષ જ હોય, સાપેક્ષ હોય નહીં. એટલે સાપેક્ષ નયથી સ્વભાવની પ્રાપ્તિ થતી નથી.
આ રીતે નય સાપેક્ષ જ હોય કેમ કે ‘નિરપેક્ષ નયા મિથ્યા' એવું શાસ્ત્રનું વચન છે. માટે નિશ્ચયનયથી હું અકર્તા છું-એમ એક નયનો જ પક્ષ કરે તો એ તો મિથ્યા એકાંત થઈ ગયું માટે, “સાપેક્ષ નયા સમ્યક્” હોવાથી, નિશ્ચયથી અકર્તા છું તો વ્યવહારે કર્તા છું–એમ લેવામાં નય જ્ઞાન તો સમ્યક્ થઈ ગયું પરંતુ સાપેક્ષતામાં આવવાના કારણે અર્થાત્ નયજ્ઞાનમાં આવવાના કારણે, નિરપેક્ષ સ્વભાવથી દૂર થઈ ગયો. નયજ્ઞાનથી સ્વભાવની પ્રાપ્તિ નથી થતી. કેમ કે સ્વભાવ, સ્વભાવથી જ નિરપેક્ષ છે. નયને સમ્યક્ કરવા ગયો, તો સ્વભાવથી દૂર થઈ ગયો અને સ્વભાવમાં આવ્યો, તો નયપક્ષ સ્વયં સહજ અસ્ત પામી જાય છે.
નયનું પ્રતિપાદન સરખું કરવા સાપેક્ષથી વાત કરવી જ જોઈએ, નહીં તો એકાંત થઈ જાય. અને સાપેક્ષ કરવા જતાં આત્માનો અનુભવ ન થાય કારણ કે નિશ્ચયનયથી આત્મા અકર્તા છે એમ કહેતાં, કહ્યા વગર પણ વ્યવહા૨થી કર્તા છે-એમ આવી જાય છે. એટલે આમ સાપેક્ષ સિદ્ધ કરવામાં પણ જીવ નયાતિક્રાંત થતો નથી. કારણકે ત્રિકાળી વસ્તુ કે જે શ્રદ્ધાનો વિષય છે તે સાપેક્ષ નથી. તે તો નિરપેક્ષ છે.
બે નયોનો વિષય તો જ્ઞાનનું જ્ઞેય છે, શ્રદ્ધાનું શ્રદ્ધેય નથી. એટલે બે નયોના આશ્રયે શ્રદ્ધા પ્રગટ થતી નથી. એટલે બે નયોનો પક્ષ છોડી, ત્રિકાળી નિરપેક્ષ સ્વભાવનું અવલંબન લેતાં શ્રદ્ધા સમ્યક્ થાય છે કારણ કે શ્રદ્ધા એકાંતિક જ હોય છે. અને શ્રદ્ધા સમ્યક્ થતાં જ્ઞાન સમ્યક થાય છે અને સમ્યજ્ઞાન સ્વભાવથી અનેકાંતિક હોવાથી બે નયોના વિષયને, જેમ છે તેમ, પક્ષપાત રહિત, જાણે છે.
આ રીતે જ્ઞાની બે નયોના જ્ઞાતા છે. પણ અજ્ઞાની બે નયોના વિકલ્પનો કર્તા છે. માટે અજ્ઞાનીએ પ્રાથમિક પ્રમાણ-નયથી અભ્યાસ કર્યા પછી દ્રવ્ય સ્વભાવને દ્રવ્યસ્વભાવથી અને પર્યાયસ્વભાવને સ્વભાવથી જ જોવાનો અભ્યાસ કરવો જોઈએ. નયોનો સહારો છોડી દેવો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com