________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
...........
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-પ૩
પ્રથમ પ્રવેશ દ્વાર
૩ૐ નમ: સમયસારાય અધ્યાત્મયુગ પ્રર્વતક સ્વાનુભવપ્રેરણામૂર્તિ પરમ ઉપકારી પરમ પૂજ્ય સદ્ગુરુદેવશ્રી કાનજીસ્વામીએ આ કાળમાં તીર્થ (મોક્ષમાર્ગ) સ્થાપ્યું. એ સ્થાપાયેલા તીર્થની સુરક્ષા કરનાર, પૂજ્યગુરુદેવશ્રીના અનન્ય ભક્ત, શુદ્ધાત્મવેદી, સિદ્ધાંતબોધરસિક, સૂક્ષ્મ અધ્યાત્મરહસ્યોના ઉદ્દઘાટક, સુક્ષ્માતિસૂક્ષ્મ હઠીલાં શલ્યોના સુપ્રસિદ્ધ ચિકિત્સક, અધ્યાત્મજગતના સુપ્રસિદ્ધ શિરમોર પ્રવકતા પૂજયશ્રી લાલચંદભાઈના મુખારવિંદમાંથી ઝરેલાં બે ગૂઢ રહસ્યો.
(૧) દ્રવ્યસ્વભાવ (૨) પર્યાય સ્વભાવની અતિઅપૂર્વ અદ્દભૂત પરમામૃતમય ભેટ આત્માર્થીઓને અર્પતા અતિ હર્ષ થાય છે.
વિશ્વના દરેક પદાર્થની જેમ આત્મવસ્તુ દ્રવ્ય-પર્યાયાત્મક હોવાથી અનેકાંતિક છે. તેને સમજાવવા માટે ભગવાનની તથા તઅનુસારિણી સંતોની વાણી હિનયાશ્રિત હોય છે. આમ સમજાવવા તથા સમજવા માટે નયોનો પ્રયોગ હોય છે. પરંતુ આત્માનુભવ નયાતિક્રાંત હોવાથી નયો દ્વારા જ વસ્તુને જાણવામાં અટકતા સ્વભાવની પ્રાપ્તિ થતી નથી.
રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં નયચક્રના આધારાથી પં. શ્રીટોડરમલજીએ ફરમાવ્યું છે કે તત્ત્વના અવલોકન સમયે શુદ્ધાત્માને યુક્તિથી અર્થાત્ નય, પ્રમાણ વડે પહેલાં જાણ; આરાધના સમયે નહીં કારણ કે અનુભવ પ્રત્યક્ષ છે.
જેવી રીતે અભિમન્યુને ચક્રવ્યુહમાં પ્રવેશ કરતાં આવડતું હતું પરંતુ તેમાંથી બહાર નીકળતા ન આવડ્યું તેમ અજ્ઞાની શાસ્ત્રના અવલંબને નયચક્રમાં પ્રવેશે છે પરંતુ તેમાંથી પાર થઈ પક્ષીતિક્રાંત થવાની વિધિથી અજાણ છે.
પ્રસ્તુત ચર્ચામાં પક્ષીતિક્રાંત થવાની ગૂઢ વિધિ સમજાવતાં પૂજ્ય ભાઈશ્રીએ ફરમાવ્યું કે દ્રવ્યસ્વભાવને સ્વભાવથી જો અને પર્યાયસ્વભાવને પણ સ્વભાવથી જો. કોઈ નયથી ન જો. નયથી જોતાં સ્વભાવથી પ્રાપ્તિ થતી નથી. અજ્ઞાની જીવો શાસ્ત્રોનો ઘણો અભ્યાસ કરવા છતાં સ્વભાવની પ્રાપ્તિરૂપ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનથી વંચિત છે. તેઓ કેવળ નયોના વિકલ્પોમાં રોકાયેલાં છે અને નયાતિક્રાંત થવાની કળાથી અજાણ છે.
નયવિકલ્પમાં અટકેલા જીવો નયાતિક્રાંત થઈ આત્માને સાક્ષાત અનુભવી શકે એટલા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com