________________
Version 001: remember fo check hffp://www.AfmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૫૨
‘અનેકાંતાત્મક વસ્તુતત્ત્વની વ્યવસ્થિતિને અનેકાંત સુસંગત દષ્ટિ વડે સ્વયમેવ દેખતા થકા સ્યાદવાદની અત્યંત શુદ્ધિને જાણીને જિનનીતિને જિનેશ્વરદેવના માર્ગને નહીં ઉલ્લંઘતા થકા સત્ પુરુષો જ્ઞાનસ્વરૂપ થાય છે. સ્યાદ્વાદ સાથે સુસંગત તેવી દષ્ટિ પ્રગટ થતાં જ્ઞાન એક સમયમાં અવિ૨ોધપૂર્વક બે નયોના વિષયને જાણતું પરિણમે છે. જાણવાના મુક્ત સ્વભાવમાં કોઈ પ્રતિબંધ નથી. આમ નિર્વિકલ્પ નયપૂર્વક પ્રમાણજ્ઞાન પ્રગટ થાય છે.
તેથી સમ્યક્ સ્યાદવાદી જ સ્યાદવાદના અભાવ પૂર્વક સ્યાદ્વાદના સ્વભાવને એક સમયમાં સમ્યક્ પ્રકારે જાણે છે. આમ સ્યાદ્વાદ પણ સ્યાદ્વાદપણે હોવાથી સ્યાદ્વાદના અભાવમાં સ્યાદ્વાદનો જન્મ થાય છે. તેથી ખરેખર સ્યાદવાદી જ સ્યાદવાદના અભાવને સિદ્ધ કરી શકે છે અને તેજ સમયે સ્યાદીવાદી જ સ્યાદવાદના સદ્દભાવને સિદ્ધ કરી શકે છે. આ સ્યાદ્દવાદની લીલા છે કે પ્રમાણથી એક સત્તા છે અને નયથી બે સત્તા છે. ઉપર ઉપરથી વિરોધ લાગે પણ સમ્યજ્ઞાનમાં ૫૨મમૈત્રી છે. બન્ને સ્વભાવ એક બીજાના પૂરક છે. અંતમાં સર્વે મોક્ષાર્થીઓ અલભ્ય સ્વાનુભવને વો કે જેમાં નિશ્ચયનયનો પક્ષનયથી અને પ્રમાણનો દ્રોહ નથી. એજ ભાવના સાથે અસ્તુ.
નય ઉ૫૨ લક્ષ રાખવું તે રાગ છે. સ્વ તરફના વિકલ્પોવાળો રાગ તે પણ બંધનું કા૨ણ છે.
( શ્રી સ. સાર ગાથા ૧૪૨ ગાથા પ્ર. નં. ૨૨૦ તા. ૭-૫-૭૯ )
આત્માનેં આત્મત્વ બુદ્ધિ પ્રગટ હોતે હી સુજ્ઞાન રુપમેં પરિણત હો જાતા હૈ. ઈસકે હોતે હી તમામ વિકલ્પ આત્મા સે કપૂર કી ભાઁતિ ઉડ જાતે હૈ. (પરમઅધ્યાત્મ પરંગિણી કર્તાકર્મ અ. ૪૯ કળશ.)
૧–સ. સાર ૨૬૫ કળશ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com