________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-પ૧ જ પરમાર્થ બતાવે છે.
(૯) આ નિરપેક્ષ નિશ્ચયનય સ્યાપદથી રહિત હોવા છતાં નિશ્ચયાભાસપણું આવતું નથી.
(૧૦) તે સવિકલ્પ નિશ્ચયનય હોવા છતાં એક અપેક્ષાએ તેને પૂજ્ય કહી છે.
(૧૧) આ નિરપેક્ષ નિશ્ચયનય ભગવાન આત્માને સ્વભાવથી શુદ્ધ, સર્વથા શુદ્ધ, અને નિરપેક્ષ શુદ્ધ દર્શાવે છે.
(૧૨) નિરપેક્ષ નિશ્ચયનયનો વિષય ફરતો નથી. એક જ વિષય રહ્યા કરે છે. (૧૩) નિરપેક્ષ નિશ્ચયનય દ્વારા વ્યવહારનો પ્રલય થાય છે. (૧૪) નિરપેક્ષ નિશ્ચયનય તે નયોનો અધિપતિ રાજા છે. (૧૫) નિરપેક્ષ નિશ્ચયનય નયાતિકાત કરાવીને ચાલી જાય છે.
(૧૬) આ નિરપેક્ષ નિશ્ચયનય સાપેક્ષ નિશ્ચયનયને છોડાવે છે તો પછી વ્યવહારનયની તો વાત જ દૂર રહે છે.
(૧૭) આ નિરપેક્ષનય પોતાના વિષયને અપેક્ષાથી જોતી નથી, પરંતુ સ્વભાવથી જ જુએ છે.
(૧૮) નિરપેક્ષ નિશ્ચયનય સમસ્ત નયોના ચક્કરથી પાર કરાવનારી છે.
(૧૯) નિશ્ચયનયે હું શુદ્ધ છું તે રાહુના સ્થાને છે અને અનુભવમાં બાધક હોવાથી તેને સ્વભાવથી શુદ્ધ છું તેવી દષ્ટિ આપે છે.
(૨૦) આ નિરપેક્ષ નિશ્ચયનય નું એવું લક્ષણ છે કે આત્માનું જેવું સ્વરૂપ છે તેવું જ બતાવે છે તેથી તેને સવિકલ્પ નય કહો કે... સવિકલ્પ જ્ઞાન કહો કે નિરપેક્ષ જ્ઞાન કહો કે અપૂર્વ નિર્ણય કહો કે... પરોક્ષ સ્વસંવેદન કહો કે.... મન વડે કળી લે છે તેવું અનુમાન કહો....!
અહીંઆ નિરપેક્ષનયને જ્ઞાન પર્યાયના સ્વભાવ તરીકે જોવી કારણકે તેમાં વ્યવહારનો અભાવ છે અને તે નાતિક્રાંતિ કરાવે છે. અને પછી સમ્યક પ્રકારે નયોનો જ્ઞાતા થાય છે. સ્યાપદનો મારામાં અભાવ થાય છે તેના લક્ષે નયાતિક્રાંત થઈ જાય છે. અને તેજ સમયે સમ્યક અનેકાન્તનો જન્મ થાય છે. આમ અનુભવ જ્ઞાનમાં સ્યાદ્વાદનો સદભાવ છે, સમય એક છે. જે સમજે સ્યાસ્પદથી રહિત છે તેજ સમયે સ્ટાપદથી સહિત છે. આમ “ધ્યેયપૂર્વક શેય” થાય છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com