________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૪૯ ૐવ્યવહાર અભૂતાર્થ છે, શુદ્ધનય એક જ છે.” ભાવાર્થ કર્તા લખે છે કે “જીવને વ્યવહારનો પક્ષ અનાદિથી છે, અને શુદ્ધનયનો પક્ષ કદી જીવને આવ્યો જ નથી.” “ શુદ્ધાત્મા એક છે તેને જાણનારી શુદ્ધનય પણ એક જ છે. મારી પાસે બીજી નય જ નથી; તેથી આ સુબુદ્ધિ અને કુબુદ્ધિ એવા ભેદ હું નથી જાણું? “પ્રાગેવ શુદ્ધ ” જે પ્રથમથી જ શુદ્ધ છે તેને હું કઈ નયથી અશુદ્ધ જાણું? આગળ એ જ વાતનું સમર્થન આપતી ગાથા છે. કે જે નિશ્ચયનયનાં બે પ્રકાર માને છે તે સર્વજ્ઞના મતની બહાર છે. જેના મતમાં નિશ્ચયનયના ભેદ છે તે નિશ્ચયથી મિથ્યાષ્ટિ હોવાથી નિયમની સર્વજ્ઞની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાવાળા છે. કારણકે જૈનાગમમાં નિશ્ચયનય એક જ માનવામાં આવ્યો છે. તેથી તેને અનેક કહેવો તે આગમથી વિરુદ્ધ છે.” નિરપેક્ષ નિશ્ચયનય અને સ્વભાવને વાચ્ય-વાચક સંબંધ છે. નિરપેક્ષ નિશ્ચયનય સ્યાતપદથી અર્થાત્ સાપેક્ષ નિશ્ચયનયથી રહિત હોવા છતાં પણ નિશ્ચયાભાસપણું આવતું નથી.” આ નિશ્ચયનયનું સ્વરૂપ જ એવું છે કે તે ઉપનયથી રહિત જ છે. વળી તેનો વિષય અભેદ અને અનુપચાર છે. તે આત્માના વાસ્તવિક સ્વરૂપને જાહેર કરે છે. વળી તેનો વિષય અભેદ અને અનુપચાર છે. તે આત્માના વાસ્તવિક સ્વરૂપને જાહેર કરે છે. આ નિરપેક્ષ નિશ્ચયનયનું લક્ષણ છે.
હવે કોઈ જીવ સ્યાત્ નિશ્ચયનયથી વસ્તુસ્વભાવને વિચારે તો વ્યવહારનો જન્મ થઈ જાય છે. જ્યારે આ નિશ્ચયનય દ્વારા તો ઉપયનયનો પ્રલય થાય છે. કારણકે નિરપેક્ષ નિશ્ચયનય કોઈ દિવસ વ્યવહાર સાપેક્ષ થતી જ નથી. બીજી નિશ્ચયનય હજુ વ્યવહાર થઈ જાય છે. આ નિરપેક્ષ નિશ્ચયનય એવી ટોચ ઊપર ઊભી છે જયાં બાજુમાં વ્યવહારનયને રહેવાની જગ્યા જ નથી.
આ નિરપેક્ષ નિશ્ચયનયની ખાસ વિશેષતા એ છે કે તેમાં સ્યાસ્પદનો અભાવ છે. સ્યાપદ કહો, પ્રમાણ કહો કે વ્યવહાર કહી એનાર્થ છે. સ્યાસ્પદ વિકલ્પનો જનક છે. તેથી સ્યાત્ લગાવતાં અનેક અપેક્ષાઓનો જન્મ થઈ જાઈ છે. અને અપેક્ષ લગાવવાથી નિરપેક્ષ સ્વભાવ તિરોભૂત થઈ જાય છે. આમ સાપેક્ષ નિશ્ચયનયમાં અપેક્ષાઓને રોકવાની શક્તિ નથી. સ્યાપદનો અભાવ એટલે નિશ્ચયનયથી શુદ્ધ તેનો આ નિરપેક્ષ નિશ્ચયનયમાં અભાવ છે. આત્મા સ્યાત્ શુદ્ધ છે કે “શુદ્ધ એવ' છે ?
નિશ્ચયનયથી શુદ્ધ માનતાં પણ સ્વભાવનું ગ્રહણ ન થતું હોય તો બીજી નયથી અશુદ્ધ માને તેની તો વાત જ દૂર રહો. ભગવાન આત્મા છે સ્વભાવથી શુદ્ધ અને જુએ છે નિશ્ચયનયથી શુદ્ધ તો તેને આત્માની પ્રપ્તિ કેવી રીતે થાય? આમ સ્યાત્ શુદ્ધ માનનારને સર્વજ્ઞના માર્ગમાં
૬–પંચાધ્યાય ૬૬૦-૬૬૧
૭–દેવસેન આચાર્ય-નયચક્ર
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com