________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૪૮ વિકલ્પની ક્ષયકરણશીલ નથી.
"જે સકળ ઈન્દ્રિયોના સમૂહથી ઉત્પન્ન થતા કોલાહલથી વિમુક્ત છે, જે નય અને અનયના સમૂહથી દૂર છે તેવા યોગીઓને ગોચર છે, અને અજ્ઞાનીઓને પરમ દૂર છે તે અનધિ ચૈતન્ય તત્ત્વ અત્યંત જ્યવંત છે. આમ ફલિત થાય છે કે વ્યવહારથી સહિત નય પણ નથી અને નિશ્ચયનયથી રહિત પણ નથી. એ તો સ્વભાવથી જ રહિત છે.
*ભગવાન આત્મા શુદ્ધ-અશુદ્ધની વિકલ્પનાથી સદા રહિત છે. જે જેનાથી રહિત હોય તેનાથી ઉપલબ્ધિ કેમ થાય? આમ પરમાગમના અતુલ સ્વરૂપને જાણનારા જ્ઞાનીઓ આત્માને સર્વથા શુદ્ધ જાણે છે. આત્મા સ્વભાવથી શુદ્ધ છે, આ પ્રયોગની પરાકાષ્ઠા છે. જે સ્વભાવથી શુદ્ધ છે, સર્વથા શુદ્ધ છે, તેને નયથી શુદ્ધતાની શી જરૂરત છે? ભજનમાં આવે છે કે
‘પક્ષાતિક્રાંત આતમ સ્વભાવ ને કોઈ નયનો વિષય નથી નયપક્ષ જાને સર્વહી વિભાવ 7 નિશ્ચયનયનો પક્ષ પણ વિભાવ છે. પક્ષીતિક્રાંત હી અનુભવ કરેંગે ? જેવો છે તેવો અનુભવમાં આવે છે. (૮) નિરપેક્ષ નયનું સ્વરૂપ:
જિનવાણીમાં સવિકલ્પ નિશ્ચયનય અને નિર્વિકલ્પ નિશ્ચયનય તે બન્નેમાં જેમ તફાવત છે; તેમ જિનાગમમાં એક સાપેક્ષનય અને એક નિરપેક્ષનય તે બન્નેમાં પણ તફાવત છે. “નિરપેક્ષ નયા તે મિથ્યાનયા” તે જેમ આગમનું સૂત્ર છે તેમ; પરમ અધ્યાત્મમાં એવું ગૂઢ સૂત્ર છે કે “સાપેક્ષનયા મિથ્યાનયા” અને “નિરપેક્ષનયા સમ્યકુનયા.”
જૈનદર્શનમાં વ્યવહાર સાપેક્ષ નિશ્ચયનય પ્રસિદ્ધ છે જયારે વ્યવહારનિરપેક્ષ નિશ્ચયનયથી વિદ્વાતજન પણ અનભિજ્ઞ છે. નિરપેક્ષ નિશ્ચય દ્વારા સાપેક્ષ નિશ્ચયનય ને પણ મિથ્યા કહેલ છે.
નિરપેક્ષ નિશ્ચયનય અર્થાત જે નિધાતુ-તરફ લઈ જાય, અંદરમાં જેવો જ્ઞાયક સ્વભાવ છે તે બતાવે અને અર્થનો નિશ્ચય કરાવે અર્થાત્ પ્રયોજનની સિદ્ધિ થાય કરાવે, તેને નિરપેક્ષ નિશ્ચયનય કહે છે. વળી જેને ત્રિકાળી ધ્રુવભાવનો નિશ્ચય થાય છે તેને જ પ્રયોજનની સિદ્ધિ થાય છે. અર્થના નિશ્ચયના બે પ્રકાર છે. (૧) અપૂર્વ નિર્ણય થાય તેને અર્થનો નિશ્ચય કહેવાય. (૨) આત્માનો અનુભવ થાય તેને પણ અર્થનો નિશ્ચય કહેવાય.
ઉપરોક્ત વાતને સમર્થન આપતા આધારો:
૩-ભદજ્ઞાન ભજનાવલી
૧-નિયમસાર કળશ ૧૫૬ ૪-શ્રી સ. સાર ગાથા ૧૧
૨-શ્રી નિ. સાર કળશ-૭ર ૫. શ્રી નિયમસારજી કળશ ૭૧
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com