________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૪૬
સ્વભાવિકભાવ નથી. તેથી તે બંધનું કારણ છે પણ નિર્જરાનું કારણ નથી. જેમ સમુદ્રના વમળમાં વહાણ ચક્રાવો લ્યે, તેમ નયજ્ઞાન કેવળ વમળ હોવાથી તેમાં ઘૂમરી ખાય છે.
નયજ્ઞાન સકળ ઈન્દ્રિયથી ઉત્પન્ન થતા કોલાહલરૂપ છે. નયજ્ઞાન કષાયોનો કલ૨વ હોવાથી અનંત અશાંતિનો દરિયો છે. વળી તે પ્રપંચ હોવાથી જીવને સમયે સમયે ઠગે છે. નયજ્ઞાનને સર્વજ્ઞ ભગવાને જાળ કહી છે. તેથી તે ફસાવાનું–ઠગાવાનું ઠેકાણું છે. માટે હૈ! જિનેન્દ્ર ભગવાન તે નયદ્વા૨ા કહેલું તત્ત્વ મહાઇન્દ્રજાળ છે.
જેટલા નય છે તે શ્રુતજ્ઞાનરૂપ છે. શ્રુતજ્ઞાન પરોક્ષ છે. જયારે અનુભવ પ્રત્યક્ષ છે. આત્માને શ્રુતજ્ઞાન વિનાનું જે જ્ઞાન છે પ્રત્યક્ષ અનુભવે છે. નયજ્ઞાન પરોક્ષ હોવાથી તે આકુળતાને ઉત્પન્ન કરનારું છે. તેમાં વિષયનો પ્રતિબંધ હોવાથી ઈચ્છા થાય છે, અને ઇચ્છા દુઃખરૂપ છે. આવી વિકલ્પની જાળ સ્વેચ્છાએ આપોઆપ ઉત્પન્ન થાય છે. વિના ઉપજાવ્યે ઉપજે છે. નયમાંથી નય જન્મે છે. નયમાં જ્ઞાન નથી.” અને જ્ઞાનમાં નય નથી. નય તે જ્ઞાનનો ધર્મ જ નથી. નયજ્ઞાન જ્ઞેયાશ્રિત છે, પણ આત્માશ્રિત નથી. આમ નિરપેક્ષ સ્વભાવમાં નયજ્ઞાનની આડ લગાવવી તેજ વિસંવાદિતા છે.
66
પીડાવાની પાઠશાળાના બાળકો સંવાદમાં કહેતા હતા કે “સ્વપરના ઝધડામાં મારો હીરો ખોવાઈ ગયો. ” તેમ નયજ્ઞાનના દ્વન્દ્વમાં–ઝઘડામાં આત્મા સલવાઈ ગયો છે. નયજ્ઞાનના ઝૂલે ઝૂલી રહ્યો છે. નયજ્ઞાનના કચરામાં ચૈતન્ય હીરો ખોવાઈ ગયો છે.
સંતો ફરમાવે છે કે આત્મા અનંતધર્માત્મક છે. અને એક-એક ધર્મને ગ્રહણ કરનારી એક એક નય છે. હવે જે નયથી જે સ્વરૂપને જુએ છે તેને તેવો જ આત્મા ભાસે છે. એટલે આત્માનું પૂર્ણ સ્વરૂપ યયાર્થપણે ભાસતું નથી. કોઈપણ નયનો પ્રયોગ કર્યો... કેઃ“ દર્શન તે આત્મા ” ચારિત્ર તે આત્મા ” હવે અપ્રતિબુદ્ધ ને “દર્શન તે જ આત્મા ભાસે છે.” “ ચારિત્ર તે જ આત્મા ભાસે છે.” આમ નયજ્ઞાનથી બહુરૂપી ભાસે છે. અને અપૂર્ણ ભાસે છે. અને સ્વભાવથી જોતાં એકરૂપ અને પરિપૂર્ણ ભાસે છે. તેમાં બીજું રૂપ દેખાતું નથી. આમ કોઈપણ નયથી આત્માનું યથાર્થ સ્વરૂપ દેખાતું નથી. તેથી નયજ્ઞાન તો ઝેરનાં ઝાડ છે, તેમાંથી અમૃતનો સ્વાદ આવતો નથી. શ્રીમદ્જીનું પદ છે.
cr
‘સબ શાસન કે નય ધારિ હિયે, મત મંડન ખંડન ભેદ લિયે;
૪-નિ. સાર કળશ-૧૫૬ ૭-કળશટીકા-૯૩
૫-નિ. સાર કળશ-૧૨૦
૮–સ. સાર ૯૦ કળશ
૬-નિ. સાર કળશ ૧૧૯
સ.સા. ૯૧ કળશ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com