________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૪૪ થતું નથી. કારણકે ભેદને જાણતાં રાગી પ્રાણીને રાગ થાય વિના રહેતો નથી. તેથી નયો દ્વારા વસ્તુને જાણી અને પછી નયજ્ઞાનની તરંગાવલીઓનો સ્વભાવના આશ્રયે નિષેધ કરવો અનંતગણો જરૂરી છે. નયો દ્વારા વસ્તુનું સ્વરૂપ સમજાવ્યું છે તો શું એ બે નયોનું, વિકલ્પનું, ભેદનું લક્ષ રાખવા માટે છે? કે ભેદ રહિત અભેદ સ્વભાવની તરફ લક્ષ કરવા માટે છે? નયો દ્વારા વસ્તુ સ્વભાવનો ઈશારો કરવામાં આવ્યો છે! ?
અન્ય દષ્ટિકોણથી વિચારીએ તો પણ નયજ્ઞાનના સ્વરૂપમાં “જાણવું આવે છે, પરંતુ “કરવું” તો આવતું જ નથી. કારણકે નયનો ધર્મ જાણવું છે. આમ યથાર્થ નયજ્ઞાનવાળાને કર્તાબુદ્ધિનું શલ્ય ગણે છે. પરંતુ જ્ઞાતાબુદ્ધિ શલ્ય ગળતું નથી અને ટળતું પણ નથી. જ્યારે સ્વભાવના સહારે તે શલ્ય ગળે છે અને ટળે પણ છે.
જો કે પ્રથમથી વિવિક્ષા લગાવ્યા વિના કે નયજ્ઞાન વિના પદાર્થનું સ્વરૂપ સમજાતું નથી. જો પ્રથમથી જ નય ન લગાડે અને પદાર્થને જાણવાનો પ્રયત્ન કરે તો તે મૂર્ખ છે; અપ્રતિબદ્ધ છે. કારણકે તે સ્વેચ્છના સ્થાને છે. હવે કોઈ જીવ પદાર્થના સ્વરૂપને સમજ્યા પછી પણ વિવિક્ષા લગાવ્યા કરે, માત્ર નમોના પ્રયોગથી જ વસ્તુને સિદ્ધ કર્યા કરે તો તે મહામૂર્ખ છે. નિશ્ચયથી આત્મા શુદ્ધ, અને વ્યવહારથી આત્મા અશુદ્ધ, તેમ કર્યા કરે તો તેની ત્રાજવાના પલ્લાં જેવી સ્થિતિ છે.
ભજવી રીતે નાવમાં બેઠા વિના નદી પાર થતી નથી. અને નાવમાં જ બેસી રહે તો? તો મઝધારમાં રહે પણ નદી પાર થતી નથી. નદી પાર કરવા માટે નાવમાં બેસવું જરૂરી છે; અને નદી કિનારો આવતાં નાવને છોડવી જરૂરી છે. તેમ સર્વજ્ઞ કથિત પ્રમાણ, નય, નિક્ષેપનાં વિષયથી બહાર આત્માને શોધે તો તેને આત્મા હાથમાં આવતો નથી. અને જિનેન્દ્રદેવનાં મતમાં આવ્યા પછી પણ નય-પ્રમાણને વળગી રહે તો તેને પણ આત્મઅનુભવ થતો નથી. આમ નયોમાં અટકેલો કાંઠા સુધી આવે છે પણ વિકલ્પચક્રથી પાર થતો નથી.
આમ નયોનો પ્રયોગ પણ નયોના નિષેધ માટે છે નહીં કે નયોના સ્થાપના માટે. તેથી એ નિષ્કર્ષ-ફલિત થાય છે કે જે-તે પ્રકારનો નય નિકલ્પ, વિકલ્પની અપેક્ષાએ સત્યાર્થ હોવા છતાં, આત્મ અનુભવ માટે સમસ્ત નવરાશિ અસત્યાર્થ છે. શ્રીમદ્જી કહે છે કેઃ “ નય તો
૧–પરમભાવ પ્રકાશક નયચક્ર ૨-શ્રીમદ્રજી જૂનું પુસ્તક પેજ નં. ૪૯૨
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com