________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૪૩ શકાય છે. સામાન્ય વિશેષાત્મક પદાર્થને મુખ્ય-ગૌણ કરીને કહી શકાય છે. બીજો કોઈ ઉપાય નથી. તેથી નયોનો પ્રયોગ શિષ્યોને સમજાવવા અર્થે જ્ઞાનીઓ કરતા આવ્યા છે. માટે પ્રાથમિક અવસ્થામાં નયોનો નિષેધ નથી. આમ હોવા છતાં પણ જીવમાત્રને સ્વભાવના સહારે જ અનુભવ થાય છે અને જ્ઞાની થાય છે. જે નયજ્ઞાનમાં નિપુણ નથી તેવા જીવ પણ સ્વભાવના સહારે આત્મદર્શન પામે છે.
નયો છે તે બીજાને સમજાવવા માટે બહિરંગ સાધન છે અને પોતાને સમજવા માટે પણ બહિરંગ સાધન જ છે.
જિનેન્દ્ર ભગવાનનું સૂક્ષ્મધારવાળું નયચક્ર પણ કર્મચક્રને કાપવા માટે કહેલ છે. ભવચક્રમાં ઘૂમવા માટે નથી કહ્યું. તદ્દ ઉપરાંત નયજ્ઞાન (અન્ય) મતાર્થીઓનું ખંડન કરે છે અને જૈનદર્શનનું ખંડન કરે છે.
અનંતકાળથી જે જ્ઞાન, પ્રમાણના વિષયની બહાર ભટકે છે, તેને પ્રમાણ, નય આદિ સાધનથી પરદ્રવ્યની પૃથક બતાવી અને પ્રમાણભૂત વસ્તુમાં લાવે છે. અપ્રતિબુદ્ધ અજ્ઞાની જીવ દ્રવ્ય-ગુણ-પર્યાય સ્વરૂપ વસ્તુમાં કાંઈ પણ સમજતો નથી તેને નય-પ્રમાણ દ્વારા વસ્તુનું સ્વરૂપ સમજાવે છે.
વળી ગયો દ્વારા પ્રતિપાદિત વસ્તુસ્વરૂપ કંચિત્ સત્યાર્થ પણ છે, તેથી તો સંજ્ઞી પંચેન્દ્રિય મનવાળું પ્રાણી નયજ્ઞાનના સહારે તત્ત્વનો નિર્ણય કરી શકે છે. આમ નયજ્ઞાનમાં ભગવાન આત્માનો નિર્ણય કરવાની તેમજ અનુમાન કરાવવા સુધીની પહોંચ છે.
જે અનુમાનજ્ઞાનમાં, નયો દ્વારા નિર્ણય થયો છે તે જ્ઞાનમાં તથા પ્રકારે જ્ઞાનમાં નિર્મળતા પણ થાય છે. અન્ય પ્રકારના શલ્યરૂપ કચરો સાફ થઈ જાય છે. આમ નયજ્ઞાન 'અસત્ય કલ્પનાનો પરિહાર કરાવે છે અને માનસિક સવિકલ્પ ભેદજ્ઞાન કરાવી, વસ્તુ સ્વભાવનો નિર્ણય કરાવે છે. તેથી નયજ્ઞાનનું સ્વરૂપ મર્યાદિત છે.
(૫) નયોને જાણવાનું ફળઃ
જિનવાણીમાં નયોનો પ્રયોગ વિશાળતાપૂર્વક કર્યો છે. સમર્થ આચાર્ય દેવ પણ ‘અનંતગુણમયી અભેદ આત્માને ગુણભેદ વિના સમજાવી શકતા નથી. અને અજ્ઞાની પ્રાણી સમજી શકતો પણ નથી. હવે અભેદ વસ્તુમાં ભેદની કલ્પના કરી વસ્તુના પાસાંઓને સમજી અને બાદમાં ગુણભેદના વિકલ્પનો, ગુણભેદના લક્ષનો નિષેધ થાય વિના, ગુણી પરમાત્માનું શ્રદ્ધાનું
૧–દેવસેન આ. નયચક્ર
૨-શ્રી સ. સાર ગાથા-૭
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com