________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૪૦ (૧) જૈન દર્શનનો પ્રવેશદ્વાર
જિનધર્મના કર્ણધાર શ્રી તીર્થંકર ભગવાનના જિનાગમના મર્મને સમજવા માટે નયોનું સ્વરૂપ સમજવું આવશ્યક કહ્યું છે. કારણકે જિનેન્દ્ર ભગવાનની વાણી દ્વિનયાશ્રિત કથનથી ગૂંથાયેલી છે. વળી સમસ્ત જિનાગમ નયોની શૈલીમાં નિબદ્ધ છે. તેથી નય દ્વારા વસ્તુ સ્વભાવના પ્રતિપાદનની સાથે સાથે સ્વભાવ દ્વારા પણ સ્વભાવ પ્રતિપાદિત થયેલો છે. નય, નિક્ષેપ, પ્રમાણ આદિને આત્માના અધિગમના ઉપાય કહ્યા છે તેમજ સાથે સાથે તેને અભૂતાર્થ પણ દર્શાવ્યા છે, અને દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવને આત્મ અનુભવના ઉપાય બતાવ્યા છે આમ નયોને સ્થાપી અને નયોના વિકલ્પોને ઉથાપવાની વાત છે.
જિનવાણી અગાધ મહારત્નાકર છે. તેથી તેને સમજવા દેશનામાર્ગમાં, યુક્તિમાર્ગમાં, તેમજ તત્ત્વાન્વેષણકાળમાં નયોનો સહારો છે. કારણકે તત્ત્વ અનિર્વચનીય છે. તત્ત્વ ક્વળ સ્વાનુભવગમ્ય હોવાથી તેને નયોના સંકેત દ્વારા પ્રદર્શિત કરવાનો પ્રયત્ન થયેલ છે જેમાં સૂત્ર તાત્પર્ય અલગ અલગ હોવા છતાં શાસ્ત્ર તાત્પર્ય માત્ર વીતરાગતા જ છે.
ક્યા અનુયોગનું શાસ્ત્ર છે? તેનો અધિકાર ક્યો છે? તેમજ ત્યાં કઈ નયનું કથન છે? અને ત્યાં કયું પ્રયોજન સિદ્ધ કરવું છે? વગેરેના વિસ્તૃત પરિજ્ઞાનપૂર્વક સ્વાધ્યાયઅધ્યયન કરવામાં આવે તો...... તીક્ષ્ણજ્ઞાનથી નિપુણ આત્માઓ વાડ્મયી–અનેકાંતમુદ્રિત ભાગવતી દેશનાનો સાર સમજી શકે છે. “આવે છે ને કોઈ પણ વાક્ય-યા સૂત્ર-ગાથા કાંઈ પણ હોય તો તેમાં પાંચ અર્થ લગાવી પછી જિનવાણીના સૂત્રનો અર્થ કરવો. “ શબ્દાર્થ, ભાવાર્થ, આગમાર્થ, મતાર્થ અને નયાર્થ.”
જિનેન્દ્ર ભગવાનની દ્વિનયાશ્રિત વાણીમાં ક્યાંય બે નયની મુખ્યતા, (નિ. વ્ય.) તો કોઈ જગ્યાએ દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિકની મુખ્યતા, તો ક્યાંય એક નયની મુખ્યતા, તો ક્યાંય સાતનયની મુખ્યતા, તો ક્યાંય સુડતાલીશ નયની મુખ્યતા તો ક્યાંય અસંખ્યાતા નયની અને ક્યાંય તો જેટલા વચન-વિકલ્પો છે તેટલા નય કહ્યા છે.
આ વાતના અનુસંધાનરૂપ અને નયો પ્રત્યે ઉદાસીનતા સિદ્ધ કરતો એક અતિ ગૂઢ અને માર્મિક બોલ છે.
એક એક પદાર્થ અનંતગુણ અને અનંત ધર્મોથી યુક્ત છે. વળી એક એક ગુણ અને એક
૧. શ્રી તત્ત્વાર્થ સૂત્ર તેમજ સ. સારજી ૩. શ્રી પંચાધ્યાયી ગાથા-૭૪૪ ૫. શ્રીમદ્ રાજચંદ્રજી
૨. શ્રી સ. સારજી ગાથા-૧૩ ૪. શ્રી પંચાસ્તિકાય ગાથા-૧૭૨ ૬. શ્રીમદ્ રાજચંદ્ર પત્ર નં. ૧૮૦
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com