________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૪૧ એક ધર્મ પ્રત્યે અનંત નય પરિણમે છે. માટે એ વાટે પદાર્થનો નિર્ણય કરીએ તો થાય નહીં. એની વાટ અર્થાત્ માર્ગ બીજો હોવો જોઈએ. ઘણું કરીને આ માર્ગને જ્ઞાની પુરુષો જ જાણે છે. અને તેઓ નયાદિક પ્રત્યે (સદા) ઉદાસીન વર્તે છે. કોઈ નયનો આગ્રહ કરવો નહીં અને જે નયનો આગ્રહ કરે છે તેને વિષમફળની પ્રાપ્તિ હોય છે.
*અનાદિ કાળથી આત્મા પોતાના સ્વભાવથી શ્રુત થયો થકો પ્રચુર વિકલ્પ જાળના ગહન વનમાં સ્વભાવથી અતિ દૂર ભમે છે. કારણકે નયનો વિષય ખરેખર આત્મા નથી. અને જ્ઞાનનો વિષય આત્મા જ છે, નય નથી. આમ આત્મજ્ઞાન જુદું અને નયજ્ઞાન જુદું છે. નયો જૈનદર્શનમાં પ્રવેશવાનું દ્વાર છે જ્યારે નયાતિક્રાંત થવા માટે સ્વભાવ-એ સ્વભાવમાં પ્રવેશ કરાવનાર રાજમાર્ગ છે. તત્ત્વના અવલોકન કાળે નય હોય છે પણ અનુભવ કાળે નહીં, આ નયની લક્ષ્મણ રેખા એટલી જ છે કે જેને પહોંચવું છે, તે વસ્તુને જાણીતી કરાવે છે, તેની ઓળખાણ કરાવે છે.
(૨) નયજ્ઞાન કોને કહે છે? તેનું સ્વરૂપ.
આગમ અધ્યાત્મના અધ્યયન માટે અને તેના રહસ્યને સમજવા માટે એ પણ જાણવું જરૂરી છે કે નય એટલે શું? તે જ્ઞાન છે કે ખરેખર શય છે? વગેરેની ચર્ચા જિનાગમમાં ઠેરઠેર જોવા મળે છે. “નિ-ધાતુ ઉપરથી નયતિ ઈતિ નયઃ” કહે છે.
(૧) દ્રવ્યમનના સંબંધથી (હેતુથી) જે ભાવમનમાં વિશેષ તર્કણારૂપ વિચાર ચાલતા હોય તેવા શ્રુતજ્ઞાનના અંશને નય કહે છે.
(૨) નય એ છ દ્રવ્યમાંના જીવદ્રવ્યના શ્રુતજ્ઞાનની પર્યાય છે, તેથી તે દ્રવ્યશ્રુત છે. (૩) નયજ્ઞાનને સર્વજ્ઞ ભગવાને પરોક્ષ જ્ઞાન કહ્યું છે. (૪) જે મન અને ઈન્દ્રિયોના કારણપણાથી પ્રવર્તે તેને પરોક્ષજ્ઞાન કહે છે. (૫) જ્ઞયના સંબંધથી થવાવાળા વિકલ્પનું નામ નય છે. (૬) શ્રુતજ્ઞાનનો જે અંશે કર્મજનિત-મનજનિત છે તે નયજ્ઞાન છે. (૭) રાગમિશ્રિત, વિકલ્પ મિશ્રિત જ્ઞાન તેજ નયજ્ઞાન છે. (૮) શેયમાં અટકીને થતા શ્રુતજ્ઞાનના વિકલ્પને નય કહે છે. (૯) શયના લક્ષથી થવાવાળા રાગ સહિતના શ્રુતજ્ઞાનનાં અંશને નય કહે છે. (૧૦) બાહ્ય જલ્પ અને અંતર્જલ્પના આકારવાળું જ્ઞાન તે નય છે.
* સ. સાર કળશ-૯૪ બાકીની ફુટનોટ પાછળ જોવી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com