________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૩૮ છો ! ! પત્નીની દષ્ટિમાં પતિ મુખ્ય નથી. પરંતુ સર્વસ્વ હોય છે. જો મુખ્ય કહેશો તો ગૌણપણે બીજા પુર્ષ દૃષ્ટિમાં સ્વયં આવી જશે. તેથી સર્વસ્વ અલગ ચીજ છે અને મુખ્ય-ગૌણ અલગ ચીજ છે. તેમ નિરપેક્ષ સ્વભાવ અલગ વસ્તુ છે. અને સાપેક્ષનું જ્ઞાન તે અલગ વસ્તુ છે.
સમ્યક એકાંતરૂપ સ્વભાવમાં આવતાં જ દષ્ટિપૂર્વક જ્ઞાન પ્રગટ થાય છે. જે સમયે શાયકનું લક્ષ થાય છે તે જ સમયે જાણવાના સ્વભાવથી સવિકલ્પસ્વભાવથી સાપેક્ષધર્મોનું અક્રમે જ્ઞાન થઈ જાય છે. આ જૈનદર્શનની બ્યુટી છે. આ જ વસ્તુ સ્વભાવની પરિપૂર્ણતા છે.
જાણનારને જાણનાર થઈને જાણવા રૂપે પરિણમે છે ત્યારે દ્રવ્ય પર્યાય એવી અભેદ વસ્તુને માત્ર જાણે છે. હવે અહીંઆ માત્ર જાણે છે તેમાં નિર્વિકલ્પતા છે. જાણવાના સ્વભાવમાં મુખ્ય-ગૌણ નથી. જો જાણવાના ધર્મમાં મુખ્ય-ગૌણ કરવા જાય તો નયપક્ષ ઉત્પન્ન થાય છે. પરસ્પર બે વિરોધીભાવોને અનુભૂતિના કાળે જ્ઞાન અવિરોધ પૂર્વક જાણે છે. નિરપેક્ષના લક્ષે સાપેક્ષનું જ્ઞાન લક્ષ વિના થાય છે તે આ સ્વરૂપ છે.
જ્ઞાનની ઉત્પત્તિનું કારણ કે અપેક્ષાઓનો અભાવ. જ્ઞાનની મધ્યસ્થતાનું કારણ 7 અપેક્ષાઓનો સદ્દભાવ.
એક સમય માત્રના કાળમાં જ્ઞાનનો આવો સંપૂર્ણ સ્વભાવ પ્રગટ થાય છે આ જ જ્ઞાનની અચિંત્યતા છે.
(૯) સ્વભાવની નિરપેક્ષતા અત્યંત નિરાપદ છે
સિદ્ધ ભગવાન જાણનાર દેખનાર છે. કઈ નયથી? એમાં જેમ, કોઈને સવાલ જ ઉત્પન્ન થતો નથી; કારણકે સિદ્ધ પ્રભુ સ્વભાવથી જ જ્ઞાતા છે. હવે જો સિદ્ધ ભગવાનને નય નથી તો પછી સિદ્ધનું કારણ એવા કારણ પરમાત્માને નય ક્યાંથી લાગે?
‘દ્રવ્ય સ્વભાવ અને પર્યાય સ્વભાવ” પુસ્તકના એક એક શબ્દમાં અનંત ભાવો ભરેલા છે. સ્વભાવના સ્મરણ વિના વિભાવને ટાળવાની ખરેખર બીજી કોઈ વિધિ જ નથી. સ્વભાવથી વિચારે છે, તે વિચારમાં પણ કોઈ એવી અપૂર્વતા છે કે ભાવ મનનું અવલંબન છૂટી જાય છે, અને જ્ઞાયકની સન્મુખ થઈને પરિણમી જાય છે. આવા અદ્ભુતથી અદ્ભુત ચમત્કારિક સ્વભાવના આવિષ્કર્તા પૂ. ભાઈશ્રી આપે નયાતિક્રાંત થવાનું ઉત્તમ રસાયણરૂપ ઔષધ આપ્યું છે.
આ “દ્રવ્યસ્વભાવ પર્યાય સ્વભાવ” નયોના વિરોધ વંટોળને વિલીન કરવાની ક્ષમતાવાળો છે. કારણકે વસ્તુ નયાતીત છે અને અનુભવજ્ઞાન પણ નયાતીત છે. તેથી વસ્તુમાં વિરોધ નથી અને અનુભવ જ્ઞાનમાં પણ વિરોધ નથી. પરંતુ વિરોધ તો ત્યાં સુધી છે કે જ્યાં સુધી વસ્તુને નયજ્ઞાનથી જુએ છે. ભજનમાં આવે છે કે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com