________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૩૭ પુરુષાર્થમૂર્તિ શ્રી સોગાનીજી ફરમાવે છે કે “મૂળવાતમાં અપેક્ષા લગાવે તે મને બહુજ ખટકે છે. કેમકે તેમાં ઢીલાશ થઈ જાય છે.” જ્યાં એક એવું સ્વરૂપ છે, જ્યાં એક એવો વસ્તુનો સ્વભાવ છે, જ્યાં અપેક્ષા આવતી જ નથી, જેમાં અપેક્ષા લાગતી જ નથી. જે સ્વભાવમાં અપેક્ષાઓની શૂન્યતા છે તેવો પરિપૂર્ણ એક સ્વભાવ છે. દષ્ટિને પણ દષ્ટિની અપેક્ષા પસંદ નથી. શ્રદ્ધાની પર્યાયમાં અપેક્ષા લાગતી જ નથી તે નિરપેક્ષ સ્વભાવની ચરમસીમા છે.
આ નિરપેક્ષ સ્વભાવનો તાપ જ એવો છે કે જ્યાં અનંત અપેક્ષાઓ સ્વાહા થઈ જાય છે, જ્યાં તેનું વિસર્જન થઈ જાય છે, જ્યાં પૂર્ણ વિરામ થઈ જાય છે. તેવા સ્વભાવમાં અને અપેક્ષા લગાવે તો? તક્ષણ અપેક્ષામાંથી અપેક્ષાનો જ જન્મ થવાનો. અને સ્વભાવમાં અપેક્ષા લગાવી તો પછી સ્વભાવ નિરપેક્ષ ક્યાં રહ્યો? “હું સ્વભાવ અપેક્ષાથી જ્ઞાયક છું.” સ્વભાવમાં પણ સ્વભાવની અપેક્ષા લગાવી, બોલો? નિરપેક્ષ સ્વભાવને અપેક્ષિત દેખ્યું ને? તો પછી નિર્વિકલ્પ કેવી રીતે થશે? માટે સ્વભાવને સ્વભાવને અપેક્ષાથી પણ ન દેખો. કારણકે “ સ્વભાવથી જ જ્ઞાયક છે.” વળી પરમાગમમાં એવી વાત લખેલી છે જેમકે “જ્ઞાયકભાવ સામાન્ય અપેક્ષાએ જ્ઞાનસ્વભાવે સ્થિત હોવા છતાં............! ”
આ સૂત્રના ગર્ભમાં નિરપેક્ષતા જ પડેલી છે. અને તેનો મર્મ જ્ઞાનીઓના હૃદયમાં છે.
આ વિષય ઘણો જ ગૂઢ અને ગંભીર છે. સ્વભાવમાં આવ્યા વિના અપેક્ષાઓના ચક્કરમાંથી વિવર્જિત થઈ શકાતું નથી. એટલે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ માટે સમસ્ત અપેક્ષાઓ પરિહાર્ય છે અને તે જ સમયે સમ્યજ્ઞાન પ્રગટ થાય છે તેમાં અપેક્ષાખે અપરિહાર્ય છે.
ભજનમાં પણ આવે છે કે :
પર્યાયસે અનિત્ય હો તો ભલે હો, દ્રવ્યસે નિત્ય હો તો ભલે હો,
‘ચિત્ત સ્વરૂપ તો ચિત્ત સ્વરૂપ અનુભવ કરેંગે... અનુભવ કરેંગે આનંદ લહેંગે.” તેથી સિદ્ધ થાય છે કે અપેક્ષાના અભાવમાં એટલે વિકલ્પની અભાવમાં જ જ્ઞાન સમ્યક થાય છે. અને જ્ઞાન સમ્યક થતાં જ તેમાં સ્યાદવાદનો જન્મ થાય છે. આ માર્ગનો ક્રમ છે. પરંતુ કોઈ પહેલેથી અપેક્ષાઓમાં ચડી જાય.... સ્વપર પ્રકાશકમાં ચડી જાય... તેને? તેને જ્ઞાન પ્રગટ થતું નથી.
શીલવાન પત્નીની દષ્ટિમાં પતિ મુખ્ય હોય છે કે ગૌણ હોય છે? અરે! કેવી વાત કરો
૧. દ્રવ્ય દષ્ટિપ્રકાશ બોલ નં. ૩૧૫ ૩. શ્રી સ. સાર ગાથા ૩૩ર થી ૩૪૪ માંથી ૫. ભેદજ્ઞાન ભજનાવલીમાંથી
૨. પ્ર. સાર ગાથા ૨OO ૪. ભેદજ્ઞાન ભજનાવલીમાંથી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com