________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૩૬ આવા નિરપેક્ષ સ્વભાવને નિરપેક્ષ થઈને જ્યારે બેપરવાહ થઈને જુએ છે ત્યારે તેને એવી ભ્રાંતિ થતી નથી કે નિરપેક્ષસ્વભાવને જોઈશ તો બીજીનય દુભાશે તો? બીજીનયના વિષયનું શું થશે? પ્રમાણનો દ્રોહ થશે તો? એકાંતે સ્વભાવને જોઈશ તો પછી નિશ્ચયાભાસી થઈ જઈશ તો? વગેરે પ્રકારના વિકલ્પોની સેના ઉત્પન્ન જ થતી નથી. ઉપરોક્ત વાતની પુષ્ટિરૂપ એક સુંદર સિદ્ધાંત - “ જાણેલાનું શ્રદ્ધાન થાય છે,” તે ન્યાયે જો જ્ઞાન એકાંતે સાપેક્ષ દ્રવ્યને જ જાણતું હોય તો સાપેક્ષ દ્રવ્યનું શ્રદ્ધાન થવું જોઈએ, પરંતુ દષ્ટિમાં તો પર્યાયમાત્રથી રહિત જ્ઞાયક દેવનું શ્રદ્ધાન થાય છે તેથી જાણેલાનું શ્રદ્ધાના થતું હોવાથી; જ્ઞાન પણ સૌ પ્રથમ નિરપેક્ષ ધ્રુવ જ્ઞાયકને જાણે છે. આમ નિરપેક્ષ સ્વભાવ અપેક્ષિત નથી.
નિરપેક્ષ સ્વભાવ સ્વભાવથી જ સર્વથા નિરપેક્ષ છે માટે સ્વભાવ સમ્યક એકાંતમાં જ દર્શન આપે છે. જ્યાં નિરપેક્ષ સ્વભાવમાં સમર્પણ થયું ત્યાં બધી અપેક્ષાઓ આપોઆપ પ્રગટ થઈ જાય છે. સ્ત્રી એક છે, ધર્મો અનેક છે. પરંતુ લગ્ન પહેલા તેને કાકી, ભાભી-વગેરે અપેક્ષાઓ લાગતી નથી. એક પતિને જ્યાં સમર્પિત થઈ ત્યાં બધી અપેક્ષાઓ આપોઆપ લાગી જાય છે. પિતા તરફથી પુત્રી છે તે જ સમયે નણંદ તરફથી ભાભી છે. નિષ્કર્ષ એ છે કે પ્રથમ નિરપેક્ષને જાણ પછી અપેક્ષાઓનું જ્ઞાન થઈ જાય છે.
'જ્ઞાનીની બધી અપેક્ષા જ્ઞાનમય હોય છે, અને અજ્ઞાની બધી અપેક્ષાઓ અજ્ઞાનમય હોય છે. અપેક્ષાઓનું જ્ઞાન હંમેશા લક્ષ વિના થાય છે. અને નિરપેક્ષ સ્વભાવનું જ્ઞાન હંમેશા લક્ષ પૂર્વક જ થાય છે. આ મહાસિદ્ધાંત છે. વળી સાધકની બધી જ વિવિક્ષા જ્ઞાનમય હોવાથી તેની દરેક વિવિક્ષાનો સ્વર છે “હું જ્ઞાનમય છું.” અજ્ઞાની ભલે નિશ્ચયથી વાત કરતો હોય તો પણ તેની બધી અપેક્ષા જ્ઞાયકને તિરોભૂત કરતી પ્રગટ થાય છે. “નિશ્ચયથી શુદ્ધ છું” તેમ કહે ત્યારે પણ અજ્ઞાનના ગર્ભમાં પડેલી પ્રતિપક્ષ અપેક્ષા વ્યવહારથી અશુદ્ધ છે તેમ આપોઆપ પુષ્ટ થાય છે.
અપ્રતિબુદ્ધ જીવ પ્રથમથી જ અપેક્ષા લગાવી.. લગાવી ને સ્વભાવને અપેક્ષાની આડ મારે છે તેમજ તે નિરપેક્ષ સ્વભાવને સાપેક્ષ માનતો હોવાથી તેની મિથ્યા અનેકાંત પૂર્વકની અપેક્ષાથી મિથ્યાત્વ જ પુષ્ટ થતું રહે છે. તઉપરાંત તેણે એકાંત અપેક્ષાઓના જ્ઞાનને જ અર્થાત્ નયજ્ઞાનને જ સમ્યજ્ઞાન માની લીધું હોવાથી તેને નિરપેક્ષ જ્ઞાન સ્વભાવની સુગંધ આવતી નથી. અપેક્ષા લગાવી... લગાવીને પંડિત થાય પણ જ્ઞાની ના થાય. વળી એકાંત અપેક્ષાઓનું જ્ઞાન તો દ્રવ્યલિંગી મુનિને પણ હોય જ છે ને? પણ તે દર્શનશુદ્ધિનું કારણ નથી.
૨. માઈધવલનાં નયચક્રમાંથી
૧. શ્રી સ. સારજી ગાથા-૧૭–૧૮ ૩. શ્રી સ. સારજી ગાથા ૧૨૮-૧૨૯
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com