________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૩૫ છોડીને અંદર જાય તો ક્ષાયિકવત્ સમ્યગ્દર્શન થાય છે અર્થાત્ બેવડે દોરે કામ થાય છે.
“પર્યાય થવા યોગ્ય થાય છે” આ પર્યાય સ્વભાવનું બીજું એન્જન લાગી ગયું હોવાથી... અર્થાત્ દ્રવ્ય સ્વભાવ તેમજ પર્યાયસ્વભાવ બન્ને ખ્યાલમાં હોવાથી તેને કાલાન્તરે પણ પર્યાયના કર્તાપણાની તેમજ કારણપણાની ભ્રાંતિ થતી નથી. તેથી તે પાછો પડતો નથી. તેને સ્વપ્નમાં પણ એટલું ઉપચારથી પણ પર્યાયનું કર્તૃત્વ ભાસતું નથી. પર્યાય સ્વભાવનું પડખું પરિપકવ હોવાથી અપ્રતિહત ભાવે ઊપડે છે. અમૃતચંદ્રદેવની કથની માં ક્ષાયિકનો ધ્વનિ ગર્જ છે. “મેં મોહને મૂળમાંથી ઉખેડી નાખ્યો છે.”
ભાવકનો ભાવ અને શેયભાવ અમને ફરીથી મોહ ઉત્પન્ન નહીં કરે. 'અરિહંતનાં દ્ર. ગુ. ૫. ને જાણી પોતાનાં દ્ર. ગુ. ૫. જાણે તેને “મોહનો ક્ષય થાય છે....”
(૮) નિરપેક્ષતાની ચરમ સીમા
જેને આવરણ નથી, જેને અપેક્ષા નથી, તેવા નિરપેક્ષ તત્ત્વની વાત જગતના જીવોએ સાંભળી નથી. સૌ પ્રથમ તો નિરપેક્ષ સ્વભાવને જ સાપેક્ષ માનવું તે મોટામાં મોટી અને પહેલામાં પહેલી ભૂલ છે. આ વૈભવશાળી નિરપેક્ષ સ્વભાવ જેને ખ્યાલમાં આવે છે તેને દષ્ટિનાં નિધાન ખુલી જાય છે. શ્રી પરમાગમ શાસ્ત્રો પણ સાપેક્ષના અદર્શન અને નિરપેક્ષ સ્વભાવનાં દર્શન કરાવે છે.
જિનેન્દ્રદેવની વાણીમાં વસ્તુનું સ્વરૂપ સામાન્ય વિશેષાત્મક પ્રકાડ્યું છે. વસ્તુ બે પડખાંવાળી તો છે; બે પડખાં છે તો નિશ્ચયથી શુદ્ધ અને વ્યવહારથી અશુદ્ધ તેવા ફૂલે ઝૂલવા માટે નથી; અર્થાત તેમાં અટકવા માટે નથી.
પ્રમાણની બહાર જવું નહીં, અને પ્રમાણમાં અટકવું નહીં તે સિદ્ધાંતે... પદાર્થમાં ભેદજ્ઞાનની ચાવી લગાવી તેમાં વિધિનિષેધ કરી અને વિશેષ પડખાનું લક્ષ છોડવાનું છે. કારણકે નિરપેક્ષ તત્ત્વની દષ્ટિ વિના અપેક્ષાઓનું જ્ઞાન સમ્યક થતું જ નથી. અપેક્ષાઓનાં લક્ષે અપેક્ષા સાચી ન થાય. પરંતુ નિરપેક્ષ તત્ત્વની દષ્ટિપૂર્વક અનેક અપેક્ષાઓ જ્ઞાનમાં સહુજ જણાઈ જાય છે.
અપેક્ષા ત્રિકાળી જ્ઞાયકમાં નથી, અપેક્ષા સામાન્ય ઉપયોગ લક્ષણમાં નથી, અપેક્ષા દષ્ટિમાં નથી, અપેક્ષા લક્ષરૂપજ્ઞાનમાં નથી, આમ સ્વભાવ નિરપેક્ષ છે.
૧. પ્ર. સાર ૨OO ગાથા ૩. શ્રી સે. સાર ભાવાર્થ-૩ર
૨. શ્રી સ. સાર ગાથા ૩ર ૪. શ્રી પ્ર. સાર ગાથા-૮૦
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com