________________
Version 001: remember fo check hffp://www.AfmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૩૪
સ્વભાવથી જ જાણનારો જાણવામાં આવી રહ્યો છે તેમાં સ્વભાવ જ લક્ષમાં આવે છે. આ પારિણામિક ભાવે ચાલતા ફંકશનનો સ્વીકાર એટલે અનુભવ. અનુભવમાં અનુભવ નથી દેખાતો, અનુભવમાં તો વસ્તુસ્થિતિ દેખાય છે. તેથી સ્વભાવથી જ સ્વભાવની સિદ્ધિ તેમજ પ્રસિદ્ધિ થાય છે, પરંતુ કોઈ નયથી નહીં. જો વિકલ્પરૂપ નિશ્ચયનય સાધન હોય તો અનુભવમાં સાથે રહેવી જોઈએ, પણ અનુભવનો ઉત્પાદ થતાં તેનું અસ્તિત્ત્વ જ રહેતું નથી.
આમ દ્રવ્યને સ્વભાવથી જોવાના ફળમાં દ્રવ્યષ્ટિ થઈ અને પર્યાયને સ્વભાવથી જોવાના ફળમાં પર્યાયનું લક્ષ છૂટે છે અને પર્યાયનું યથાર્થ જ્ઞાન થાય છે. આમ બન્નેને સ્વભાવથી જાણતાં એક અનુભવ થાય છે. તેથી ફલિત થાય છે કે જ્ઞાન અનાદિ અનંત સ્વભાવથી જ આત્માને જાણતું હોવાથી તેમાં નયની જરૂરત રહેતી નથી. અને જો એક સમય માત્ર પણ જ્ઞાન આત્માને જાણવાનું છોડી દે તો જ્ઞાન રહેતું નથી.
(૭) પંચમકાળે ડબલ એન્જીન લાગે છે:
-
પર્યાય કઈ નયથી થવા યોગ્ય થાય છે? અરે! સ્વભાવથી જ “થવા યોગ્ય થાય છે.” પર્યાયનું કર્તા–કારણ સ્વભાવથી જ પર્યાય છે; તેનું કર્તા-કારણ ‘સ્વ’ નથી તેમજ ‘૫૨’ પણ નથી. ‘થવા યોગ્ય થાય છે’ એમ લેતાં નિર્ણય થાય છે. અનુભવ પહેલાં આવો એક પ્રકાર આવી જાય છે. પણ તેટલા માત્રથી અનુભવ થતો નથી.
પછી “થવા યોગ્ય થાય છે” એમ પણ જાણવાનું બંધ થઈ જાય છે અને પર્યાયનું લક્ષ છૂટતાં શાયકનાં દર્શન થાય છે. પરંતુ કોઈ જીવ એવો છે કે તેણે માત્ર અકર્તાના સ્વભાવને જાણીને જ અનુભવ કર્યો છે તેને પર્યાય સ્વભાવનો ખ્યાલ નથી, તેમાં જોખમ છે. તેને માટેનું સુંદર દૃષ્ટાંત પૂ. ભાઈશ્રી આપતા હતા; કેઃ ત્રણ હજાર ફૂટની ઊંચાઈવાળો કોઈ પર્વત છે. હવે આ પર્વત ઉપર જ્યારે ટ્રેન ચઢે છે, ત્યારે તે ટ્રેનમાં ડબલ એન્જીન જોડવામાં આવેલા હોય છે. આગળનું એન્જીન ટ્રેનને આગળ ખેંચે છે, અને પાછળનું એન્જીન ટ્રેનને આગળ વધવા માટે ધક્કો મારે છે. આમ થવાથી આગળના એન્જીનને વધારે બળ મળતું હોવાથી ટ્રેન સરળતાથી પર્વત ઉપર ચઢાણ ચઢે છે.
તેમ આત્મા અકર્તા છે; કેવળજ્ઞાતા છે તે વાત તો સાચી છે, અને કોઈને તેમાં અનુભવ પણ થઈ જાય છે, પરંતુ “પર્યાય થવા યોગ્ય થાય છે એ પર્યાય ” એ પર્યાય સ્વભાવનું પડખું કાચું રહી ગયું તો જોખમ છે. અને પર્યાય “થવા યોગ્ય થાય છે” એ પડખું પાકું કરી અને તેનું લક્ષ
૧. શ્રી સ. સાર ગાથા ૧૩
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com