________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૩૩ આગમના આધારથી પણ સ્વભાવની શ્રદ્ધા કરનાર મહાભાગ્યશાળી છે. આ જગતમાં વસ્તુ છે તે સ્વભાવમાત્ર છે.” સ્વભાવ શબ્દ જ એ વાતને સિદ્ધ કરે છે કે સ્વનો ભાવ નિજનો ભાવ હોય તે સ્વભાવ છે. સ્વનું અસ્તિત્ત્વ જે ભાવ વિના ન જોવા મળે તેને સ્વભાવ કહે છે. અને તેથી કહ્યું છે કે, “સ્વનું ભવન તે સ્વભાવ હોવાથી...” “ “જ્ઞાનક્રિયા સ્વભાવભૂત” છે. સાધક આવા સ્વભાવની મોજ માણતાં-માણતાં મોક્ષ નિકેતનમાં બિરાજી જાય છે. જ્ઞાયક નથી ત્યમ પર તણો” દર્શક નથી, “સંયત નથી ત્યમ પરતણો” આત્માર્થી જીવોને આવા “જ્ઞાન-દર્શન-ચારિત્ર”ની પર્યાયનો નિશ્ચય મળતાં હદય ડોલી ઊઠે છે. “ 'જીવ પણ ગ્રહવા ન જાયે કર્ણગોચર શબ્દને”. આવા નિરપેક્ષ સ્વભાવની સૂરાવલી સાંભળવી ગમે છે અને ધર્માત્માઓ મુક્તકંઠે સંભળાવે છે.
અર્થવિકલ્પો જ્ઞાન પ્રમાણે” “તત પિ નક્ષMAસ.” નિર્વિષય જ્ઞાનનું સ્વરૂપ કોઈને કોઈ અવલંબન વિના કહી શકાતું નથી અને સ્વપર વિષયથી તે જ્ઞાનને સિદ્ધ કરતાં તે સત્ લક્ષણ રહેતું નથી.
આમ અસ્મલિત દ્રવ્યસ્વભાવ શાયકનું ભાન કરાવે છે અને પર્યાય સ્વભાવ પરિણામનું યથાર્થ જ્ઞાન કરાવે છે.
આમ સ્વભાવથી સ્વભાવને જુએ છે ત્યાં સ્વાભાવિક સ્વભાવમાં સહુજ પદાર્પણ થઈ જાય છે. એ જ શ્રેય છે. હે! પૂ. ભાઈશ્રી ! પ્રમાણદષ્ટિ જુદી, નયદષ્ટિ જુદી, નયદષ્ટિ જુદી અને સ્વભાવદષ્ટિ જુદી દર્શાવી આ પંચમકાળે સ્વભાવની સન્નિહિતનાં સ્વસ્તિ આપ્યા છે.
(૬) સાપેક્ષદષ્ટિ તે મિથ્યાદષ્ટિ અને નિરપેક્ષ દષ્ટિ તે સમ્યગ્દષ્ટિ
આત્માનો સ્વભાવ જ્ઞાન અને જ્ઞાનનો સ્વભાવ આત્માનો જાણવાનો છે તેમાં બન્ને વાત સ્વભાવથી જ કરી. આત્માનું જ્ઞાન હોવાથી અનાદિથી જ્ઞાન આત્માને જ જાણી રહ્યું છે. વસ્તુ સ્વભાવ નિરપેક્ષ અને નયાતીત હોવાથી.... વસ્તુ નિરપેક્ષપણે જ જાણવામાં આવે છે. તેથી તેને જાણવામાં કોઈ નયની આવશ્યકતા જ નથી.
નિશ્ચયનયથી પણ આત્મા ન જણાય તેમ કહીને તમારે શું કહેવું છે? જ્ઞાન લક્ષણનો સ્વભાવ જ એવો છે કે પરનું લક્ષ કરે નહીં, અને લક્ષ્યનું લક્ષ છોડે નહીં અને લક્ષ્ય-લક્ષણનો ભેદ રહે નહીં.
૧૮. શ્રી સ. સાર ગાથા ૭૧ ૨૦. શ્રી સ. સાર ગાથા ૩૫૬-૩૬૫ ૨૨. શ્રી પંચાધ્યાય ગાથા ૫૪૨ થી ૫૪૩
૧૯. શ્રી સ. સાર ગાથા ૬૯,૭૦ ૨૧. શ્રી સ. સાર ગાથા ૩૭૩ થી ૩૮૨ ૨૩. શ્રી સ. સાર ગાથા-૧૪૪
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com