________________
Version 001: remember fo check hffp://www.AfmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૨૮
આદરણીય વિર્ય શ્રી યુગલજી સાહેબ તો અનેક શિબિરોમાં, પંચકલ્યાણકોમાં, પત્રોમાં તેમજ પ્રવચનો દરમ્યાન અનેક વખત યાદ કરતા અને કહેતા. ઈસ...... યુગમેં તો પૂ. ગુરુદેવકા તત્ત્વ, આદરણીય લાલચંદભાઈ કે પાસ સુરક્ષિત હૈ. કિન્તુ! અભાગા યુગ સ્થૂલ બુદ્ધિ હોને સે ઉનકે સાંનિધ્યસે વંચિત રહ ગયા હૈ. મૈંને તો ઉનસે બહુત કુછ શીખા હૈ. લાલચંદભાઈજીકી ઈસ પામ૨ ૫૨ બડી અનુકમ્પા હૈ.
(૫૦) કથનાક્ષરી કથન ન પાવે, અનંતગુણાક્ષરી તારું લેખનઃ
હૈ! ગુણ ગંભીરા ગુણી પ્રભુવ૦૨; આપશ્રીના અપારગુણોનું વર્ણન હું શી રીતે કરી શકું! ! આપશ્રીએ આ ભૂમંડલ પર અધ્યાત્મની વાટિકાને સુરક્ષિત રાખી છે, ઉપરાંત તેમાં જ્ઞાનાનંદનું સિંચન કરી અને તેને વૃદ્ધિગત પણ કરી છે.
જ્યારે-જ્યારે પરમ શ્રદ્ધેય પૂ. ભાઈશ્રીની યાદ આવતાંની સાથે જ અનેકા અનેક ઘટના એક સાથે સ્મૃતિમાં ઉભરવા લાગે છે. મહાન વ્યક્તિઓના જીવનનું હર કદમ મહાન જ હોય છે. તેમની સમસ્ત ક્રિયાઓમાં પણ મહાનતાના દર્શન થાય છે. જેમના જીવનમાં પર્યાય દષ્ટિનો ધ્વંસ થયો હોય અને દ્રવ્યદષ્ટિપૂર્વક જ્ઞાનલતાઓ સુવિકસિત થઈ ઝૂમતી હોય, તેમનું સમગ્ર જીવન અલૌકિક બની જાય છે.
મને પૂ. ભાઈશ્રીનો પરિચય ૧૯૮૦માં અર્થાત્ આજથી ૧૮ વર્ષ પૂર્વેથી થયો છે. તેઓશ્રીના પ્રથમ દર્શન અને પરિચયની છાપ આજ પણ મારા મનમાં અંકિત છે. ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ મેં તેમને મોક્ષમાર્ગથી વિચલિત થતા જોયા નથી. તેમનું સંપૂર્ણ આદર્શ જીવન મારા માટે સદા અનુકરણીય, પ્રે૨ક અને માર્ગદષ્ટા રહેશે તેમની ચૈતન્યના રણકાર કરતી જ્ઞાન ગર્જના આજે પણ પુરુષાર્થ પ્રગટાવે છે. તેમની સૌમ્ય મુખમુદ્રા દિવ્ય તેજસ્વી વિચક્ષણતા, ભેદજ્ઞાનની અખંડ અવિચ્છિન્ન ધારા, અધ્યાત્મ જગતમાં સદા સૌરભ પ્રસરાવતી રહેશે.
આપશ્રીની ધર્મવીરતા, વાત્સલ્યતા સદા અમર રહેશે. તમ જેવા યુગ પુરુષો યુગયુગ સુધી મુક્તિ સંદેશ ફેલાવતા થકા, જૈનશાસનના કણકણમાં અમરના લાલની અમર ગાથા અમરત્વનું પ્રદાન કરતી રહેશે.
(૫૧) મુક્તિયાત્રાના મનસ્વીની જીવન ગાથા
જેમ સિરતા પોતાના લક્ષ્ય તરફ નિરંતર પ્રયાણ કરતી રહે છે, અને સમુદ્રને મળતાં સ્વયં તે સમુદ્ર બની જાય છે. પ્રયાણ કરતી સરિતાના માર્ગમાં આવનારને ચિર સંચિત તૃષા શાંત થાય છે અને હરિયાળી ખીલી ઊઠે છે, તેમ તમે તમારી અધૂરી મુક્તિયાત્રા પૂર્ણ કરવા એક
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com