________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૨૭
ભયે ન મરેંગે કભી.” અમરના લાલ અમૃતસાગરમાં કેલિ કરી અમૃતપાન કરી અમર
થયા.
આમ સાધક પૂર્ણ સાધનાના સોપાન સર કરવા સિધાવ્યા.
'महादिव्याकुक्षीरत्नम् परंपरा पथोदधोषकम्। लालचन्द्रम् अहम् वन्दे कहानगुरुतत्त्वाढयम्।।
(૪૭) ગુરુ-શિષ્યની ચિર વિદાયથી અધ્યાત્મજગતમાં શૂન્યતા
66
ગુરુ-શિષ્યના વિયોગથી સમસ્ત મુમુક્ષુ સમાજ દિશાવિહીન થઈ ગયો છે. પૂ. ભાઈશ્રી સર્વે મુમુક્ષુજનોના અવગાહનમયી હતા. આજે બાળકો છત્ર વિનાનાં થયા. આપશ્રીની વિદાયના સમાચાર વીજળી વેગે ચારે દિશામાં ફેલાઈ ગયા. સમગ્ર જૈન સમાજમાં સન્નાટો છવાઈ ગયો. આપના વિયોગથી લાખો આંખો સજલ મેઘની જેમ વરસી પડી. આપશ્રી અમોને જાગૃત અને બળવંત બનાવીને ગયા છો. ચૈતન્ય હીરલો અમારી વચ્ચે નથી, પરંતુ ચૈતન્ય હીરાની ચમક એટલે અમૂલ્ય તત્ત્વજ્ઞાનનો ખજાનો વારસામાં અમોને સુપ્રત કરતા ગયા છો. ઓડિયો-વિડિયોમાં સંગ્રહીત દિવ્યવાણી આજ પછીના સાડા અઢાર હજાર વર્ષો સુધી અજ્ઞાન અંધકારનો નાશ કરશે અને ભવ્યજીવોને મુક્તિમાર્ગમાં પુરુષાર્થ પ્રદાન કરતી પલ્લવિત, પુષ્પિત, અને ફલિત થતી દર્શ-દિશામાં યશોગાનના સૂરને સમૃદ્ધ કરશે.
(૪૮ ) યુવામિત્ર આત્માર્થી વિદ્વાન ડૉ. ચંદુભાઈએ આપેલી શ્રદ્ધાંજલિ
અમે પાઠશાળામાં ભણતા ત્યારથી જ મુ. લાલચંદભાઈ મારાથી આગળને આગળ જ રહ્યા. તેમનામાં એ વિશિષ્ટતા હતી કે તત્ત્વ પ્રત્યેની સૂક્ષ્મ રુચિમાં શુદ્ધાત્મ તત્ત્વ શું છે? અને તેની કેમ પ્રાપ્તિ થાય તે જ લગની લાગેલી. તેમની પ્રવચન શૈલી પૂ. ગુરુદેવ જેવી જ હતી. રાજકોટ સંઘ ઉ૫૨ મુ. લાલચંદભાઈનો ઘણો જ ઉપકાર છે. “લાલુભાઈ કહો કે શુદ્ધનય કહો તે બન્ને એકાર્થ છે.
દ
"9
તેઓશ્રી દ્રવ્યાનુયોગના નિષ્ણાત, ભેદવિજ્ઞાનમાં નિષ્ણાત. તેમને વ્યવહા૨ની વાત હંમેશા ખટકતી, ક્યારેક કહેવી પડે તો કહે પણ..... તેનો નિષેધ પ્રથમ કરાવતા. પ્રયોજનભૂત સિવાય કોઈ બીજી વાત ન કરતા. એ તેમની તત્ત્વ પીરસવાની શૈલી હતી.
(૪૯) ચારેબાજુ છવાયેલી ચેતનની ચૈતન્યપ્રભા
જૈન હિન્દી જગતના વિનમ્ર અને મિષ્ટભાષી, અધ્યાત્મિક શૈલીના લોહચુંબક વક્તા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com