________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-ર૬ પૂછયું “લાલચંદભાઈ કેમ છો?” બે વખત પૂછયું, બાદમાં ભાઈશ્રીએ ઉત્તર આપ્યો કે “ હું ત્રિકાળી આત્મા છું.
રાત્રિના ભક્તો તેમની શ્રુસેવા કરતા અને સાથે પરમાગમની ગાથાઓ સંભળાવતા. જ્યારે સમયસારની ૧૮૧ થી ૧૮૩ ગાથામાં આવ્યું કે : “ઉપયોગમાં ઉપયોગ છે. ઉપયોગમાં ક્રોધાદિ નથી.” આ ગાથા સાંભળી પૂ. ભાઈશ્રી બોલ્યા કે ઉપયોગમાં ક્રોધાદિ આવે કયાંથી? જુદાં જ છે ને? પછી જુદા (વિશેષ અપેક્ષાએ) થઈ ગયા. બાદમાં કરુણા કરીને કહે એને ભેગા કાં કરો? પછી બોલ્યા “હું ત્રિકાળ છું.” ફરી બોલ્યા, “હું ત્રિકાળ છું ને ક્ષણિક નથી.” “હું આવો જ છું.... હું આવો જ છું..... હું આવો જ છું.” એમ ત્રણ વખત બોલ્યા. ત્યાર પછીના દિવસોમાં બોલ્યા, “જે ભાવે બંધ થાય છે તે ભાવ તારો નથી.” આ વાત પરમ સત્ય છે. ગુરુદેવને કોઈ સમજતું નથી અને મારી વાત કોઈ સાંભળતું નથી.
(૪૬) અધ્યાત્મસૂર્ય અસ્ત થયો.
દિવસો ઉપર દિવસો પસાર થયે જતા હતા, પાંચ ઇન્દ્રિયો ક્ષીણ થતી જતી હતી; જીવનચક્રની શૃંખલા કપાતી જતી હતી; આયુષ્યરૂપી મનુષ્ય પર્યાય છેદ તરફ જઈ રહી હતી, ધીરે-ધીરે જીવન જ્યોતિ મંદતર થતી જતી હતી.
પ્રકૃતિની સનાતન પ્રણાલિકા મુજબ જગતવાસી મોહી જીવો વિશ્રામ માટે નીરવ નિશાના અંકમાં પોઢી ગયા હતા; કોલાહલમયી નગરીમાં સન્નાટો છવાઈ ગયો હતો; ચંદ્રમાની ચાંદની પોતાની મીઠી શીતળતા પ્રસરાવી સર્વ પ્રાણીઓને નિલયના આંચલમાં સુખ શય્યા આપી રહી હુતી. જાગૃત આત્માર્થી જીવો સાંસારિક કાર્યોથી નિરાકુલિત થઈ તત્ત્વોનું ચિંતન કરી રહ્યા હતા; ભક્તો વ્હાલા ગુરુને વૈરાગ્ય પ્રેરક ભક્તિ સંભળાવી રહ્યા હતા, શ્રી સમયસારજીનો ૧૮૫ નંબરનો કળશ ગવાતો હતો ત્યારે બન્ને આંખો છેલ્લી ખુલી અને થોડી વાર પછી.......... !!
હવે બાકી રહેલાં અમ બાળકોનાં પુણ્ય પણ ખલાસ થઈ ગયા હતા.... તા. ૪-૨-૯૮ ના મહાસુદ નોમના બુધવારે રાત્રે એક વાગ્યાને વીસ મિનિટે ભરતક્ષેત્રનો અધ્યાત્મનો સુવર્ણ ઇતિહાસ જાણે બે ઘડી થંભી ગયો, અમારા સૌનું ભક્તહૃદય જાણે ધબકારા લેતું બંધ થઈ ગયું; વ્હાલા ગુરુની અલવિદાની વાસ્તવિકતા સ્વીકારવા અમારું સૌનું મન બે ઘડી તૈયાર ન થયું. ખેર! અંતે વાસ્તવિકતાનો સ્વીકાર તો કરવો જ રહ્યોને ! !
ધન્ય છે તેમનું જીવન કે જેમને મૃત્યુ પણ ભયભીત નથી કરી શકતું. “અબ હમ અમર
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com