________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-ર૫ (૯) એક દ્રવ્ય સ્વભાવ- બીજો પર્યાય સ્વભાવ.
(૧૦) અજ્ઞાની પ્રથમ પ્રમાણપૂર્વક નયમાં આવે છે. જ્યારે જ્ઞાનીને નયપૂર્વક સમ્યક પ્રમાણજ્ઞાન થાય છે.
(૧૧) પ્રતિભાસ (સ્વપર) બનો; લક્ષ એકનું. (૧ર) જેમ જગતમાં કોઈ નિમિત્ત નથી. તેમ જગતમાં તારા જ્ઞાનનું કોઈ શંય નથી.
આમ અનેક સિદ્ધાંતોની ગંગોત્રી વહાવી છે. આ આપશ્રીની આગવી પ્રતિભા દર્શાવે છે. આવા તો અનેક મહામંત્રો આપી મુમુક્ષુ સમાજ ઉપર અવર્ણ ઉપકાર કરેલ છે. જેથી સમસ્ત સમાજ આપનો અત્યંત ઋણી છે.
(૪૫) રાજકોટની ગોંધિયા હોસ્પિટલમાં થયેલ અંતિમ તત્ત્વ ચર્ચાઓ
છેલ્લા ત્રણથી ચાર માસ પૂર્વેથી શારીરિક તબિયત થોડી નરમ રહેતી. બોન ટી. બી. નું બોમ્બે ઑપરેશન થયા બાદ તબિયત વધારે કથળી ત્યારે પૂ. ભાઈશ્રીના શ્રીમુખથી તેમનાં કુટુંબીજનોને ઉદ્દેશીને એવા ઉદ્ગારો સરી પડ્યા કે “આ દેહ હું તમોને સોંપી દઉં છું. તમારે આ દેહનું જે કરવું હોય તે કરો” અને ત્યારબાદ કુટુંબીજનોએ હોસ્પિટલમાં દાખલ કર્યા.
ડૉકટર, પૂ. ભાઈશ્રીની તબિયત તપાસવા આવ્યા. ડૉ. પૂછ્યું, કેમ છે ભાઈ ? પૂ. ભાઈ કહે, આનંદમાં. ડૉ. કહે-લાલચંદભાઈ આપનું નામ શું છે?
પૂ. ભાઈશ્રીએ ઉત્તર આપ્યો લાલચંદ અમરચંદ મોદી. ડૉ. કહે ભાઈ ! આપનું સરનામું શું છે? ઉત્તર:- હમણાં જ અનુભવ થયો. “ૐ નમઃ સિદ્ધભ્ય:' તે અમારું સરનામું છે.
જ્ઞાનીઓની અસ્તિની મસ્તી કોઈ જુદા પ્રકારની હોય છે. આ મસ્તી કોને સમજાય? બાહરી ઇન્દ્રિયજ્ઞાનને આવરણ આવે છે, પરંતુ અતીન્દ્રિયજ્ઞાનને ક્યાં આવરણ આવે છે ! ! “સિદ્ધ ભગવાનનું શાશ્વત રહેઠાણ તે અમારું સરનામું છે.”
જમવાની ચાર-છ વસ્તુમાંથી પૂછે કે આપને શું ખાવું છે? તરત જ કહે- આમાં બંધ છે કે મોક્ષ છે? મૃત કલેવરની મૂર્છાથી પ્રથમથી જ નિસ્પૃહ હતા અને જીવનનો અંત સમય જ્યારે નજીક આવ્યો ત્યારે નશ્વર જડ શરીર પણ સગા સ્નેહીજનોને સુપ્રત કરી અને શરીરના બોજથી નિર્ભર થઈ ગયેલા. પછી પરિવારના સભ્યો શું કરે છે? શરીર સંબંધી કોઈ જ વિકલ્પ નહીં.
તા. ૧૭-૧-૯૮ નાં ડૉ. ઢેબર સાહેબ પૂ. ભાઈશ્રીને તપાસવા આવ્યા ત્યારે ડૉ. સાહેબે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com