________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૨૪ કુશાગ્રબુદ્ધિવંત મહાપુરુષો દ્વારા પંદર દિવસીય શિક્ષણ શિબિરનું આયોજન થયું.
પછી ત્યાં જગ્યા લેવાઈ અને શિલાન્યાસ વિધિ બાદ આજે ત્યાં જિનમંદિર, સ્વાધ્યાય મંદિર, વીતરાગ વિજ્ઞાન પાઠશાળા. વગેરેનું વિશાળ પાયા ઉપર નૂતન નવ નિર્માણનું કાર્ય ચાલુ છે, આમ પૂ. ભાઈશ્રીના રચનાત્મક સહયોગથી, કુશળ માર્ગદર્શન અને પ્રબળ પ્રેરણાને કારણે કલકત્તા નગરી ભાગ્યશાળી બની.
(૪૩) જીવંત જિનવાણીનું પ્રકાશન
હંમેશાં મહાપુરુષોનું જેટલું અંત:કરણ શુદ્ધ અને પવિત્ર હોય છે, તેના જેવું જ બાહ્ય જીવન પણ પવિત્ર અને શુદ્ધ હોય છે. પૂ. ભાઈશ્રીનું વ્યક્તિત્વ જ પ્રભાવશાળી હતું. તેમના જીવનમાં કદી અહંકાર કે પ્રદર્શનનો ભાવ જરા પણ જોવા ન મલતો. પૂ. ગુરુદેવશ્રીના ઓડિયો કેસેટમાં રહેલી ચૈતન્ય જ્યોતિને અક્ષર દેહરૂપે પ્રકાશિત કરવામાં હંમેશાં પૂ. ભાઈશ્રી પ્રમુખ સ્થાને અને અગ્ર રહેતા. પ્રવચન રત્નાકર ૧૧ ભાગ છપાવવાની જાહેરાત કરી ત્યારે મુંબઈમાં સોના.... ચાંદીના દાગીના અને પૈસાનો વરસાદ વરસી પડ્યો હતો.
તઉપરાંત નય પ્રજ્ઞાપન, અદ્વિતીય ચક્ષુ, અધ્યાત્મ પ્રવચન રત્નત્રય, જ્ઞાયકભાવ, ધ્યેય પૂર્વક જ્ઞય, અધ્યાત્મ વૈભવ, પ્રવચનરત્નો આદિ અનેક શાસ્ત્રોને પ્રકાશિત કરવામાં મુખ્ય પ્રેરણા સ્ત્રોત રહ્યાં હતા.
(૪૪) આપશ્રીના પોતાના આત્મ દોહનમાંથી નીકળેલાં મંત્રોની હારમાળા એક આગવી પ્રતિષ્ઠા ધરાવે છે. જેવાકેઃ
(૧) હું જાણનાર છું કરનાર નથી. જાણનારો જણાય છે; ખરેખર પર જણાતું નથી. (૨) પ્રમાણની બહાર જવું નહીં; પ્રમાણમાં અટકવું નહીં. (૩) થવા યોગ્ય થાય છે, જાણનારો જણાય છે.
(૪) પર્યાયની અસ્તિ, પણ મારામાં તેની નાસ્તિ; એવી મારી અસ્તિ એ અસ્તિની મસ્તી તેનું નામ અનુભવ.
(૫) પરિણામ મારા કર્યા વિના થયા કરે છે. અને જાણનારો જણાયા કરે છે. (૬) અકર્તા+કર્તાકર્મનું અનન્યપણું-અનુભૂતિ. (૭) રહિત પૂર્વક સહિત ધ્યેય પૂર્વક શેય. (૮) રૂપર પ્રકાશક અને સ્વપર પ્રતિભાસમાં તફાવત.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com