________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૨૩ મોદી રાજકોટવાળા ને બાબુભાઈ. લાલચંદભાઈની બહુ નિર્મળ દૃષ્ટિ છે....
(બહેનશ્રીના વચનામૃત બોલ ૨૩૧ થી ૨૩૫ પ્ર. નં. ૯૧ તા. ૧૧-૯-૭૮).
પૂ. ગુરુદેવશ્રીના કરકમળો દ્વારા જેની સ્થાપના કરી છે, તેવા જયપુર ટોડરમલ સ્મારક ભવન કે જ્યાંથી જૈન દર્શનના વિદ્વાનો તૈયાર થાય છે, ત્યાં પણ પૂ. ભાઈશ્રી ઘણાં વર્ષો સુધી અનેક વખત શિબિરોમાં પ્રવચનાર્થે ગયેલા અને ત્યાંના વિદ્યાર્થી ભવિષ્યમાં વિદ્વાન થઈ જગતમાં તત્ત્વ પ્રચાર પ્રસાર કરશે તે જાણી ઘણા જ હર્ષિત થતા. સાથે સાથે તેમને પ્રોત્સાહિત કરતા કે “આ બધા ભાવિના આચાર્યો છે.” અને ઘણા જ પ્રમોદિત થતાં. પૂ. ગુરુદેવશ્રીની દેશનાના તત્ત્વ પ્રચાર માટે હૃદયથી અનુમોદન કરતા. અને તેમાં તન, મન, ધનથી સહ્યોગી બનતા. તેમનું સમગ્ર જીવન તત્ત્વ માટે સમર્પિત હતું. જયપુરના વિધાર્થીઓને પણ ઘણું જ આકર્ષણ હતું અને પિપાસુ હોવાથી
જાણનાર જણાય છે તે પંડિત ક્યારે આવશે? અથવા તો આ રહિત સહિતની રમતવાળા પંડિત છે, આમ નિષ્ણાત તત્ત્વજ્ઞના રૂપમાં નિહાળતા.
ઈ. સ. ૧૯૮૨ની સાલમાં લંડનના દિગમ્બર જૈન મુમુક્ષુ મંડળે પૂ. ભાઈશ્રીની સૂક્ષ્મ પ્રજ્ઞાવંત દષ્ટિપ્રધાન પ્રવચનશૈલીથી આકર્ષાઈ અને ત્યાં બોલાવેલા. અને ત્યાં દોઢ માસ રહી અને જૈનધર્મની વિશાળ પાયા ઉપર પ્રભાવના કરી.
(૪૨) પ્રેરણા સ્ત્રોત્ર પૂ. ભાઈશ્રી
મહારાષ્ટ્રના નાસિક શહેરમાં આવેલા દેવલાલી મધ્યે બનેલ દર્શનીય ભવ્ય કહાન સંકુલન ઊભું થવાના પાયામાં મુખ્ય બે મહાપુરુષોની પ્રેરણા હતી (૧) પૂ. શાન્તાબેન (૨) પૂ. ભાઈશ્રી, તે બને ધર્માત્માઓના મંગલ આશીર્વાદ થી... ત્યાં પ્રથમ શિબિરનું આયોજન થયું અને પછી પૂ. ભાઈશ્રીની નિશ્રામાં બનેલ ભવ્ય જિનાલયો તેમના સમર્થનની સાક્ષી પૂરતા.... અને જૈનધર્મનો ગગનચુંબી ધર્મધ્વજ લહેરાવતા ઊભાં છે.
ભારતની સુપ્રસિદ્ધ નગરી કલકત્તામાં એક પણ કાનજી સ્વામી પ્રેરિત દિગમ્બર જિનમંદિર ન હતું. મુમુક્ષુની સંખ્યા ઘણી હતી. પૂ. ગુરુદેવશ્રીના જીવનના અંત સમય સુધી એક વિકલ્પ ખટકતો હતો કે “કલકતામાં આપણું મંદિર નથી.” પૂ. ગુરુદેવશ્રીની ભાવનાને સાકાર કરવા અને મૂર્તિમંત કરવાનો પૂ. ભાઈશ્રીનો માનો કે સંકલ્પ ન હોય ! તેમણે હિન્દી જગતના આદરણીય સુપ્રસિદ્ધ આધ્યાત્મિક વક્તા વિદ્વાન “બાબુ યુગલ કિશોરજી “યુગલ” ને પોતાની ભાવના કલકત્તામાં શિક્ષણ શિબિર કરવાની છે, અને જિનમંદિર બનાવવાની છે. આ બન્ને દીર્ઘ-દષ્ટિ-ધારક,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com