________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૨૨
તેઓશ્રી જેટલા સરલ, નિખાલસ, કોમળ ઋજુ હૃદયી હતા, તેટલા જ સિદ્ધાંત માર્ગમાં અડોલ, અજેય, અને અતુટ હતા. પોતાના ધ્યેયથી કદી ત ન થયા. તે પ્રખર જ્ઞાનીનું લક્ષણ છે. બાહરી ઉદયભાવોના વ્યવહારથી જ્ઞાતા રહેતા.... કોઈ વિરોધીને કોઈ ઉત્તર ન આપતા.... એકદમ મૌન લઈ આત્મ આરાધના કરતા. તે તેમની ઉત્કૃષ્ટ આત્માર્થતાનું પ્રતીક છે. આમ તેઓશ્રી મુમુક્ષુ સમાજના હૃદયના અમૂલ્ય હાર હતા. આ તેમની ધવલ કીર્તિ સદા અમર રહેશે.
(૪૧) કહાનયુગને ધર્મ સુભટ લાલનું અમૂલ્ય યોગદાન
આત્મકલ્યાણના માર્ગ ઉપર ચાલનાર અને ચલાવનાર દીર્ધદષ્ટિવંત, હિતચિંતક એવા પૂ. ભાઈશ્રીનું દરેક ક્ષેત્રમાં મહત્વનું યોગદાન રહ્યું છે. પૂ. ગુરુદેવશ્રીની ઉપસ્થિતિમાં દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર સોનગઢના ટ્રસ્ટી રહ્યા હતા. પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનો પ્રકાશિત કરવા માટે શ્રી કુંદકુંદકહાન-પરમાગમ પ્રવચન ટ્રસ્ટની સ્થાપનામાં તેઓશ્રી પ્રેરણાદાયી હતા. તદ્ઉપરાંત દિગમ્બર રાજકોટ જિનમંદિરના ટ્રસ્ટી પણ હતા.
વળી પૂ. ગુરુદેવશ્રીની શુદ્ધાત્મ પ્રધાન અધ્યાત્મ વાણીનો વિશેષ ને વિશેષ પ્રચાર કરવાના હેતુથી અને વિદ્યાર્થીઓ વધારે સંખ્યામાં વિદ્વાન થાય તે હેતુથી તેઓશ્રી કુંદકુંદ કહાન તીર્થ સુરક્ષા ટ્રસ્ટના ટ્રસ્ટી અને ચેરમેન પણ હતા. દ્રવ્યદષ્ટિપ્રકાશને પ્રકાશિત કરવામાં મુખ્ય સૂત્રધાર હતા, તેમજ તેમણે તેનું સંકલન પણ કરેલું. પૂ. બેનશ્રીની ઉજવાઈ રહેલી સમ્યકત્વ જયંતીને વિધિસર આમંત્રણ પત્રિકા દ્વારા મહોત્સવરૂપે ઉજવવાનું તેમનું સૂચન હતું.
વળી સોનગઢ મધ્યે પરમાગમ મંદિરના પંચકલ્યાણક વખતે પૂ. ગુરુદેવશ્રીની હૃદયની ભાવનાથી અને આજ્ઞાથી વિધિનાયક ભગવાનના પિતા બનવાનું સૌભાગ્ય પૂ. ભાઈશ્રીને પ્રાપ્ત થયેલું.
૧૯૭૭-૭૮ ની સાલમાં વિદેશની ભૂમિ નાઈરોબીમાં જિનમંદિરના શિલાન્યાસ વખતે પણ પૂ. ગુરુદેવશ્રીએ પૂ. ભાઈશ્રી અને પં. બાબુભાઈ ફતેપુરવાળાને મોકલ્યા. ત્યાં શુદ્ધનયની અપૂર્વ પ્રભાવના કરી.. ભેદજ્ઞાનની અમૃત વર્ષા વરસાવી. અને ત્યાં સમસ્ત મુમુક્ષુ સમાજમાં છવાઈ ગયા.
તેમના વિશે પૂ. ગુરુદેવના ઉદ્ગારો
બાબુભાઈ ફતેપુરવાળા અને આ લાલચંદભાઈ ! આ પંદર લાખનું નાઈરોબીમાં જિનમંદિરનું મુહૂર્ત થયું ને? ત્યાં ગયા હતા ને? બાબુભાઈ ને લાલચંદભાઈ. લાલચંદભાઈ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com