________________
Version 001: remember fo check hffp://www.AfmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૨૯
પથપ્રદર્શકના રૂપમાં અમને મળ્યા અને મુક્તિ મુસાફર નિજ મુક્તિ૨માવવા ફરીથી મુક્તિમાર્ગ ૫૨ અગ્રસર થઈ ગયા. તમારું દુર્લભ સાંનિધ્ય અમારા જીવનપંથને સદા આલોકિત કરતું રહેશે.
(૫૨) ભક્તિના વર્ણરૂપી પુષ્પોની પુષ્પાંજલિ
સૂર્ય તેની તેજસ્વિતા, ચંદ્રમા તેની ચંદ્રિકા, હિમાલય તેની ગરિમા, સમુદ્ર તેની ગહેરાઈ અગર આપશ્રીને અર્પણ કરે તો પણ તે સિંધુમાં બિંદુ સમાન અલ્પ જ રહે. તત્ત્વજ્ઞાનના તેજથી દેદીપ્યમાન એવી આપની જીવનગાથા હું કઈ વિધ આલેખું!? કલમમાં શક્તિ નથી, શબ્દોમાં સામર્થ્ય નથી કે આપની ગૌરવશાળી ગુણગાથા ગાઉં!
જેવી રીતે ભગવાનના જ્ઞાનમાં આવે છે તેટલું દિવ્ય ધ્વનિમાં નથી આવતું, જેટલું દિવ્ય ધ્વનિમાં આવે છે તેટલું ગણધરજી ઝીલી નથી શકતા, જેટલું ઝીલે છે તેટલું રચી નથી શકતા, તેવી રીતે મારા ઉરમાંથી ઉમટતા ભાવનાના પૂરને વાચા આપવામાં મારી કલમ સર્વથા અસમર્થ છે. જેમ જ્ઞાયક ભાવની કથની કહી શકાતી નથી, તે તો કેવળ અનુભવાય છે; તેમ આપશ્રીના અપા૨ ગુણોનું વર્ણન થઈ શકતું નથી માત્ર અનુભવી શકાય છે.
ગણ્યા ગણાય નહીં, કહ્યા કહેવાય નહીં, હૃદયમાં સમાય નહીં; તેમાંથી શું આલેખું અને શું ન આલેખું? શું વર્ણવું અને શું ન વર્ણવું? તેવી મીઠી મૂંઝવણમાંથી માર્ગ મેળવવાની અથાગ કોશિશ રૂપી આ એક મારો નમ્ર પ્રયાસ છે. ખરેખર સત્ પુરુષોને શબ્દોની સીમામાં બાંધી શકાતા નથી; કોઈ પણ મહાપુરુષની યશગાથા કદી પૂર્ણ થતી નથી; કારણકે તેઓ સ્વયં સાક્ષાત્ વિરાટ પુરાણના રૂપમાં જ હોય છે. પૂ. ભાઈશ્રીના જીવનના હરપેજ ઉપર એક અનોખી ગાથા લખેલી છે જેને વાંચવા માટે, ચર્મચક્ષુ નહીં પરંતુ અદ્વિતીય ચક્ષુ-જ્ઞાન ચક્ષુ જોઈએ.
મારા હૃદયરૂપી મંદિરમાં બિરાજમાન, શ્રદ્ધારૂપી સિંહાસન પર આરૂઢ, અકારણ કરુણાના મેઘ વસાવનાર, અમબાળકોના જીવન ઘડવૈયા, સંસાર રૂપી નાવના ખેવૈયા હૈ! સન્માર્ગદર્શી કહાનલાલ! અમ બાળકો વીતરાગી માર્ગે પ્રયાણ કરી પૂર્ણતા સાધીએ અને તેમાં સદાય તમારી પ્રેરણા મળતી રહે તેવી અભિલાષા સહ..........
ઉપકારના ઉપકૃત ભાવથી ભીંજાયેલા હૃદયકમળમાં આપની ભાવસ્મારિકા સદા પ્રતિષ્ઠિત છે તેવા જૈનાકાશને................!
“ પરમાગમનો સાર જેમણે કર્યો હર સમય અર્પણ; એવા કહાનલાલને, શ્રદ્ધા સુમન મારા સમર્પણ.”
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com