________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૧૯ અપર પ્રકાશકનું સ્વરૂપ ચાર પ્રકારે બતાવી પૂ. ભાઈશ્રીએ તેની વિશદ છણાવટ કરી છે. આમ પ્રમાણના પક્ષમાંથી બહાર કાઢી “નયપૂર્વક પ્રમાણ” સમ્યફ એકાંત પૂર્વક અનેકાંતનું આહવાન આપ્યું. સ્વ સંબંધી અને પર સંબંધીનું જાણપણું જણાય છે તેવા પ્રમાણમાં પણ પ્રયોજનની સિદ્ધિ થતી નથી કારણકે જ્ઞાનને શ્રદ્ધા પોષક બનાવતાં જ સમ્યજ્ઞાનનો આવિર્ભાવ થાય છે, તે જ સમયે જ્ઞાન જેમ છે તેમ જાણી લે છે. પૂ. ભાઈશ્રીએ આ વિષય ઉપર ધ્યાન ન ખેંચ્યું હોત તો આપણી સૌની અનાદિની મિથ્યા માન્યતા દઢતર થાત. “હું પરને જાણું છું” તેવા અજ્ઞાન અંધકારમયી ઊંડી ખીણમાંથી બહાર કાઢયા. અને મુમુક્ષુ સમાજને ત્વરાએ સમ્યક્ પ્રજ્ઞાની રોશની બક્ષી.
(૩૭) ઈન્દ્રિયજ્ઞાન જ્ઞાન નથી. તેના જનક પૂ. ભાઈશ્રી:
આ કલિકાળે આપશ્રીની નિઃશંક પ્રતિપાદનની વિસ્મયકારી શૈલી અને જ્ઞાનના સ્વરૂપની અત્યંત સ્પષ્ટતા જોઈને આપશ્રીનું વારંવાર સ્મરણ થાય છે. ખંડજ્ઞાનને જીતી, અખંડ ધ્રુવમાં રહેવાનું નિર્દિષ્ટ કર્યું છે.
મોહની ઉત્પત્તિનું મૂળિયું શું છે? ઇન્દ્રિયજ્ઞાનને જીતતાં, મોહ કેવી રીતે જીતાઈ જાય છે? મોહ તો સેકન્ડ નંબરી છે, “હું પરને જાણું છું” તે ઇન્દ્રિયજ્ઞાનની ઉત્પત્તિનું કારણ છે. એવા વિપરીત જ્ઞાન અને દષ્ટિના ગર્ભમાં અનંત દુઃખોને પ્રસવ કરવાની ક્ષમતા વિધમાન હોવાથી તેનાથી પ્રતિપલ દુઃખ અને આકુળતા જ અંકુરિત થયા કરે છે. માટે “ હું પરને જાણતો નથી” ભાવઇન્દ્રિય જાણો તો જાણો ! પૂર્ણ કેવળીને પ્રતિભાસ દેખીને ઉપચાર કરવામાં આવે છે વગેરે ગુપ્ત રહસ્યનું ઉદ્દઘાટન કરી ભાવેન્દ્રિયને જ્ઞાન માનવાની અનાદિની ભ્રાંતિનો વિધ્વંસ કરીને, ભવ્યજીવોનો ઉપયોગ અંતર્મુખ કેમ થાય? તેની સમીચીન રૂપથી આપશ્રીએ સૂક્ષ્મ અને અનુપમ વિધિ દર્શાવી છે.
(૩૮) સંયોગી-બાહ્ય-ઉદયોને કારણે મુંબઈ જવાનું થયું
કહાન લાલમાં જ્ઞાન વૈરાગ્ય શક્તિ અમાપ, અપાર હોવાના કારણે પંચમકાળની અનેક વિકરાળ પ્રતિકૂળતાઓ તેમના પર કદી કવલિત ન થઈ. જ્યારે જ્યારે કર્મની કાળી ઘટા છવાતી, ત્યારે વધારે ને વધારે જ્ઞાન વિવેક જાગૃત થતો અને તેઓ નિજ લક્ષથી કદી શ્રુત ન થતા. અરે! પ્રતિકૂળતાઓ તો જ્ઞાનીઓની પવિત્ર સાધનાની કસોટી છે.
જ્ઞાની ધર્માત્મા સંયોગોની મધ્યે પણ સંયોગોથી કેવા અપ્રભાવી રહે છે! ભાઈશ્રીને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com