________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૨૦ (૧૯૭રમાં) ૬૫ વર્ષની ઉંમરે આજીવિકા ઉપાર્જન હતુએ મુંબઈ જવાનું થયું, ત્યારે પૂ. ગુરુદેવશ્રીના હૃદયમાં ભારોભાર દર્દ હતું અને તેમનો આર્તનાદ નીકળ્યો કે અરે ! રાજકોટ હીરા” ને સાચવી ન શક્યું!?
જગતની ગમે તેવી અનુકૂળતા-પ્રતિકૂળતા વચ્ચે પણ અચલમેરુની જેમ અડોલ રહી અનુભવની વજભૂમિ ઉપર અવિરુદ્ધ સર્વજ્ઞનું વિજ્ઞાન સમજાવતા.
તેઓશ્રીના સમસ્ત જીવન દરમ્યાન અનેક તોફાની આંધીઓ આવી, પરંતુ પોતાના ગંતવ્યથી માર્ગથી તેઓ ભ્રષ્ટ ન થયા. જગતનાં પાખંડી તત્ત્વો હથિયાર હેઠા મૂકી અને પીછે હઠ કરી પાછા પડતા નજરે નિહાળ્યા છે. તેઓશ્રી કહેતા કે સત્ બહાર આવે તો તેના વિરોધી પણ હોય, વિરોધથી સત્ વધારે ઝળકે છે. મુમુક્ષુ જગતના ઉપસર્ગો મધ્ય “જળકમળવત” સ્થિતિ વર્તતી. આંધીઓ-ઉપસર્ગો કદી જ્ઞાનનું ય થયા જ નહીં, બાહુરી ઉદયો તો બહારને બહાર જ રહ્યા. આવા સમયે ભેદજ્ઞાન જ્યોતિ વધારે પ્રજ્જવલિત થઈ ને જ્ઞાયકમથી થતી. બહારમાં ઉદયોના સ્વાંગો અને અંતરંગમાં આનંદની ગટગટી, આ સ્થિતિના પારખુ તો ઝવેરી જ હોય.
પૂ. ગુરુદેવશ્રી ઘણી વખત યાદ કરતા હતા કેઃ “મુંબઈમાં ત્યાં લાલચંદભાઈ પ્રવચન આપે છે ને? તેમની બહુ જ નિર્મળ દષ્ટિ છે. જરા શ્વાસનું થોડું દર્દ છે, (હમણાં) પ્રવચન બંધ કરી દીધા છે, પણ તેઓ પર્યુષણમાં વાંચશે.” (શ્રી સ. સાર ગાથા ૮૫ તા. ૩-૮-૭૬ માંથી)
અલિંગગ્રહણના ૧૮, ૧૯, ૨૦ બોલ ઉપરના પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનમાં આવેલ સૂક્ષ્મ ન્યાયો સાંભળીને પૂ. ભાઈશ્રી ખૂબજ પ્રમોદિત થયેલા. અને પૂ. ગુરુદેવશ્રી સમક્ષ પ્રમોદ વ્યક્ત કરેલો. તે પ્રસંગને અનુલક્ષીને પૂ. ગુરુદેવશ્રીના ઉદ્ગારો- “આ અલિંગગ્રહણના ૧૮, ૧૯, ૨૦ બોલ લાલભાઈ હતા ત્યારે વંચાઈ ગયા હતા, મુંબઈ જતાં પહેલાં આવ્યા હતાં, કહેતા હતાં, ઓહો ! શું ૧૮-૧૯-૨૦ નું એવું સ્પષ્ટીકરણ આવ્યું છે? તે તો અભ્યાસી છે ને (પ્ર. સાર ગાથા ૧૭ર, બોલ ૧૮–૧૯-૨૦, તા. ૧૩-૮-૭૫ )
મુંબઈ રહેતા ત્યારે મુમુક્ષુની માગણીને માન આપી તેઓશ્રી ઝવેરી બજારના જિનમંદિરમાં પ્રવચન આપતા હતા, ત્યારે નિયમસારનો શુદ્ધભાવ અધિકાર અને પરમાર્થ પ્રતિક્રમણનાં પ્રવચનો પર તેમનું ઘણું વજન રહેતું. તેઓશ્રી ફરમાવતા હતા કે “આ તો સારનો સાર છે.”
સ્વયં જ્ઞાનોદ્ગમ કરવું તે જુદી વાત છે, અને પ્રાપ્ત જ્ઞાનને ખૂણે-ખૂણે અને મુમુક્ષુનાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com