________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૧૭ જય-વિજય કર્યો. આમ આ યુગના સુવર્ણ ઈતિહાસમાં સ્વભાવના અજોડ પ્રકરણનો ઉમેરો થયો.
આમ અમરના લાલે નિરપેક્ષ ભગવતી પ્રજ્ઞાનું અમરસૂત્ર આપી નયાતિક્રાંત માટે અમોઘ સ્વાભાવિક મંગળસૂત્ર વિશ્વને આપ્યું. એ આ યુગનું આશ્ચર્ય છે. અનાગતમાં... સાડા અઢાર હજાર વર્ષ એટલે કે પંચમકાળના છેડા સુધી અમરના “લાલ” ની દ્રવ્ય સ્વભાવ-પર્યાય સ્વભાવની અમૃત અમીરી પી અને અનેકાઅનેક ભવ્ય જીવો અમરત્વને પ્રાપ્ત કરતા રહેશે.
(૩૪) કૌંબુદ્ધિ અને જ્ઞાતાબુદ્ધિના ભૂતડાને ભગાડયા
અનાદિના કર્તબુદ્ધિના મિથ્યા અભિપ્રાયને પૂ. ગુરુદેવશ્રી એ મૂળમાંથી ઉખેડી કાઢયો, અને આત્મા અકર્તા છે તે જૈનદર્શનની પરકાષ્ઠાનો ઢંઢેરો પીટયો. તદ્દ ઉપરાંત જ્ઞાતા બુદ્ધિના નાશની વાત તો કરી હતી, પણ મુમુક્ષુઓનું ધ્યાન ખેચાયું નહોતું, તે વાતનું ધ્યાન પૂ. ભાઈશ્રીએ બતાવ્યું. “હું પરને જાણુ છું” તેવી જ્ઞાતાબુદ્ધિને મૂળમાંથી કાઢી અને હું પરને જાણતો ન નથી, જ્ઞાન જ્ઞાયકને જ જાણી રહ્યું છે, અને મને જાણનાર જ જણાય છે” તેવા શુદ્ધોપયોગ૫ સમ્યક સ્વભાવનો શંખનાદ ફૂંક્યો. આમ તીર્થકરોએ આ યુગને બહુમૂલ્ય ભેટ આપી. અદ્વિતીય ઉપહાર આપ્યો.
(૩૫) સાધકને ભાવશ્રુતજ્ઞાનમાં કેવળજ્ઞાનનાં દર્શન
પૂ. ગુરુદેવશ્રીએ એક વખત રાત્રિચર્ચામાં ફરમાવ્યું હતું કે: “શ્રુતજ્ઞાનમાં કોઈ વખતે કોઈને કેવળજ્ઞાનનાં દર્શન થાય છે.” ત્યારે કોઈ એ પ્રશ્ન કર્યો કે “શ્રદ્ધા અપેક્ષાએ ને?” પૂ. ગુરુદેવશ્રીએ ફરમાવ્યુ; ના, જ્ઞાન અપેક્ષાએ. પૂ. ગુરુદેવશ્રીને ભાવશ્રુતજ્ઞાનમાં કેવળજ્ઞાનનાં દર્શન થયેલા, અને પૂ. ભાઈશ્રીને પણ કલકતામાં, પૂ. ગુરુદેવશ્રીની ઉપસ્થિતિમાં કેવળજ્ઞાનનાં દર્શન થયેલા. આ વાત અનુભવથી સિદ્ધ છે. શ્રુતજ્ઞાનમાં કેવળજ્ઞાનના પરોક્ષ દર્શન એ વાત સમયસાર કળશોના આધારથી, પ્રવચનસારમાં આવેલ દ્રવ્યનયથી, નાગસેનમુનિના તત્ત્વાનુશાનથી, શ્રીમદ્જીના બોલથી, પૂ. ગુરુદેવશ્રીના આધારોથી સિદ્ધ કરતા. આમ કોઈ કોઈ સાધકને પૂર્ણજ્ઞાન કેવું થવાનું છે; તેના પરોક્ષ દર્શન થાય છે. અને છેલ્લે પ્રતિભાસના માધ્યમથી આ વિષયને અભૂત રીતે સિદ્ધ કરતા હુતા. પૂ. ભાઈશ્રી ફરમાવતા કે કેવળજ્ઞાનના દર્શન પંચમકાળમાં થાય છે, તે વાતને લક્ષમાં રાખજો. તમને સમ્યગ્દર્શન થશે ને ત્યારે કામ લાગશે, આમ મંગલ માંગલ્યના માંગલિકતાના મેઘ વરસાવનાર મુક્તિદૂતને અહર્નિશ પ્રણામ.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com