________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૧૬
જેવી હોવાથી ધીમેધીમે એક પછી એક બધા આવવા લાગ્યા, પછી ત્રણ મહિના એ વાત ચલાવી કે ‘ધ્યેયપૂર્વક શેય' થાય. ત્યારે જ અનુભવ થાય છે. સમ્યક્ દર્શન તે આત્મા છે. કઢાયેલા દૂધમાં મેળવણની વાત કરી કે દૃષ્ટિનો વિષય દૃષ્ટિમાં આવે છે ત્યારે જ્ઞાનમાં શેય કેવું થાય છે!!
પછી તેમણે દૃષ્ટાંત આપ્યો, કે “એક માણસને હાથમાં બળતરા થાય છે, તો બળતરા દૂર કરવાનો ઉપાય શું? કેઃ બરફની પાટ ઉપર હાથ મૂકી દો, તેમ દૃષ્ટિના વિષયમાં પર્યાય નથી. પણ જ્ઞાનના વિષયમાં પણ પર્યાય કંચિત્ અભેદ નહીં થાય તો અનુભવ નહીં થાય. “નથી સ્પર્શતિ એવી સ્પર્શે છે” વગેરે ચર્ચા થતાં ઓપરેશન સફળ થયું. પછી બાબુભાઈ ઝવેરીને સોનગઢ જવાનું થયું, બાબુભાઈ ગુરુદેવ પાસે ગયા. ગુરુદેવ ખૂબ જ ગુસ્સામાં, ‘આ શું ચલાવ્યું છે, બાબુભાઈ! સાહેબ! “ આપે લાલચંદભાઈને મોકલ્યા.......” અને એમણે તો આમ વાત કરી, એટલે હવે અમે બધા ઠેકાણે આવી ગયા છીએ. એમ! લાલભાઈએ એમ કહ્યું? અને ખૂબ પ્રસન્ન થયા.
(૩૩) આગમના આલોકમાંથી અમૃત કાઢયું:
સમસ્ત મુમુક્ષુ સમાજ નિશ્ચયનય અને વ્યવહારનયની ચકકીમાં પિસાઈ રહ્યો હતો, ત્યારે અત્યંત નિષ્કારણ કરુણા કરી અને માનો કોઈ ઋષિનું અલભ્ય વરદાન મળ્યું હોય તેમ ધ્રુવતત્ત્વની પરિધિના ધરાતલ ઉપર સ્વભાવથી સ્વભાવને જોવાની ચક્ષુ પ્રદાન કરી અને તે છે “દ્રવ્ય સ્વભાવ-પર્યાય સ્વભાવ.”
'
,
અનાદિકાળથી બે નયોના ઝૂલા ઉ૫૨ ઝૂલતા અને નયરૂપી ઇન્દ્રજાળમાં સલવાયેલા એવા અમોને શુદ્ધ ચૈતન્યતત્ત્વની ઉપલબ્ધિ દુષ્કર હતી. નયોરૂપી વંટોળના પ્રવાહિત વમળમાં ફસાયેલા અભિમન્યુ યુગને “આત્મા નોં સે પાર” નું અલભ્ય, નિર્ભય, નિરપેક્ષ જિનસૂત્ર આ ભરતક્ષેત્રની ભૂમિ ઉપર અપ્રતિહત પ્રવાહિત કર્યું, અને સાથે સાથે નિજ સ્વભાવની ભીષ્મ પ્રતિજ્ઞા દર્શાવી કે: હું દર્શન આપીશ તો સમ્યક્ એકાંતમાં જ દર્શન આપીશ. આમ સ્વભાવના દિગ્દર્શકે, સ્વભાવની પ્રતિજ્ઞા અહીંના ભૂમંડલમાં વહેતી કરી, અને નિરપેક્ષ સ્વભાવની પ્રભાવનાથી વાયુમંડલની લાલિમાને નયજ્ઞાનથી વર્જિત કરી.
સ્વભાવ નિરપેક્ષ, નિર્વિકલ્પ, અક્રમિક છે. જ્યારે નય-જ્ઞાન સાપેક્ષ, સવિકલ્પ અને ક્રમિક છે, આમ નયજ્ઞાનથી પા૨ નિજ સ્વભાવ દર્શાવી અનંત તીર્થંકરોએ પ્રતિપાદિત માર્ગનો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com