________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૧૫ પ્રેરણા મલતી. વ્યાપાર આદિની પ્રવૃત્તિથી નિવૃત્તિ થતાં જ પિતા-પુત્ર સૂક્ષ્મ અને ગંભીર ચર્ચા દિવસ રાત કરતા હતા.
બહારગામથી મુમુક્ષુ સમાધાન અને તત્ત્વચર્ચા સાંભળવા આવતા. દરેક જીવો માટે તેમના દ્વાર ખુલ્લા રહેતા હતા. આખો દિવસ સ્વાધ્યાય, ચિંતનમાં મેં કદી તેમનામાં થાક, કંટાળો કે અણગમો જોયા નથી.
(૩૦) આ યુગના સર્વાધિક અસ્મલિત પુરુષ પૂ. ગુરુદેવશ્રી અને ભાઈશ્રી
જેમ કાનજી સ્વામી આ યુગના સર્વાધિક ચર્ચિત પુરુષ હતા; તેમ તેમના ભક્ત રત્ન પૂ. ભાઈશ્રી પણ વીસમી સદીના અંતના સર્વાધિક ચર્ચિત પુરુષ રહ્યા. ચાહે પક્ષના હો; ચાહે વિપક્ષના હો.... પરંતુ જૈન મુમુક્ષુ જગતમાં “જાણનાર જણાય છે અને ખરેખર પર નથી જણાતું” તે સિદ્ધાંતની જેટલી ચર્ચા ચાલે છે... જોવા મળે છે તેટલી ભાગ્યે જ બીજા સિદ્ધાંતની ચર્ચા જોવા મળે છે.
(૩૧) અધ્યાત્મક્રાંતિકારી આદર્શ વિભૂતિ પૂ. ભાઈશ્રી
ક્રાંતિ તો સંસારમાં ઘણી ઘણી ચાલે છે, જેવી કે ઔધોગિક ક્રાંતિ, શૈક્ષણિક ક્રાંતિ, રાજકીય ક્રાંતિ. આવી અનેક ક્રાંતિમાં લેશ માત્ર સુખ નથી. જયારે કાનજીસ્વામીએ તો જૈન શાસનના સુવર્ણપટ ઉપર આધ્યાત્મિક ક્રાંતિનું સર્જન કર્યું. અને આ યુગને નવી ભેટ આપી. આમ ધર્મ-ક્રાંતિ દ્વારા, પરમાર્થ અહિંસક ક્રાંતિ સ્થાપી. તેમજ પૂ. ભાઈશ્રીએ “હું જાણનાર છું, કરનાર નથી. જાણનાર જણાય છે. ખરેખર પર જણાતું નથી.” આ ખરેખરની ક્રાંતિના સર્જક, સાધનાના શિખર પર બિરાજમાન જ્ઞાન-ક્રાંતિના સ્થાપકને... નમોડસ્તુ.. નમોડસ્તુ.
(૩૨) તત્ત્વવેદી........ સન્માર્ગદર્શી પૂ. ભાઈશ્રી
પુરૂષાર્થમૂર્તિ સોગાનીજીનું દ્રવ્યદષ્ટિપ્રકાશ વાંચી અને ઘણા મુમુક્ષુ એકાંતમાં ચડી ગયા. પર્યાય છે જ નહીં, પર્યાયની વાત કરો નહીં, પર્યાયને અલોકાકાશમાં મોકલી દીધી, અર્થાત્ પર્યાય પ્રત્યે તીવ્ર વૈષ થઈ ગયો.
એવા સમયે પૂ. ભાઈશ્રીને કામસર મુંબઈ જવાનું થયું. ત્યારે બાપુજીને કહે.. કે: હું મુંબઈ તો જાઉં છું..... અને એ લોકો મને મળવા તેમજ પ્રવચન તત્ત્વચર્ચામાં આવશે તો તો હું સમજાવીશ, પણ નહીં આવે તો લાચાર. પરંતુ પૂ. ભાઈશ્રીની છાપ “દષ્ટિના વિષયના માસ્ટર
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com