________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૧૪ પૂ. ભાઈશ્રીએ એક પ્રસંગ કહેલો , ધીમે ધીમે સોનગઢમાં મુમુક્ષુઓને ખ્યાલ આવતો ગયો કે સોગાનીજી ને સમ્યગ્દર્શન થયું છે. અને અમુક મુમુક્ષુઓ તેમની તત્વચર્ચા સાંભળવા જતા હુતા' પછી એક વિદ્વાન મુમુક્ષુ ભાઈએ પૂ. ભાઈશ્રીને કહ્યું ભાઈ ! આપ પણ પધારો. પછી તે મુમુક્ષુ વિદ્વાનને પૂ. ભાઈશ્રીએ એક માર્મિક પ્રશ્ન કર્યો કે સોગાનીજી અપરિણામી ત્રિકાળીની ચર્ચા કરે છે તે તો બરાબર છે પણ ક્યારેય પર્યાયની વાત કરે છે કે એકલી ધ્રુવની જ ચર્ચા કરે છે? તે વિદ્વાનભાઈએ કહ્યું કે ના અનુભવની તેમજ પર્યાયની વાત પણ કરે છે.
. ભાઈશ્રીએ કહ્યું કે સાંખ્યમતવાળા, વેદાંતમતવાળા અપરિણામીની વાત કરતા હોય છે. પણ એક સર્વજ્ઞ ભગવાનનું જૈન દર્શન એવું છે કે એમાં દ્રવ્ય-પર્યાય બન્ને ચર્ચા છે. એનું કારણ છે, કે એક સમયમાં “ધ્યેયપૂર્વક જ્ઞય” થાય છે ને? પૂ. ભાઈશ્રીના પિતાશ્રી બહુ પ્રમોદ કરતા કે લાલચંદ, તું આ ધ્યેય અને શેયની સાથે સાથે જે વાત કરે છે, ઈ.... લાઈન બરોબર છે. મુમુક્ષુ શ્રોતાઓને ધ્યેયનું સ્વરૂપ અને જ્ઞયનું સ્વરૂપ સાંભળતા કોઈનો પક્ષ થતો નથી. અને એને પ્રથમથી જ પક્ષાતિક્રાંતનું સ્વરૂપ માનસિક જ્ઞાનમાં અંકિત થઈ જાય છે.
પછી “દ્રવ્યદૃષ્ટિ પ્રકાશ'ના પ્રકાશન માટે પૂ. ભાઈશ્રીએ ભગીરથ પ્રયાસ શરૂ કરેલો. પૂ. ગુરુદેવશ્રી સમક્ષ વાત આવી કે આ મહાન કાર્યના પ્રકાશનની સમસ્ત જવાબદારીના કર્ણધાર પૂ. ભાઈશ્રી છે. એ સાંભળીને પૂ. ગુરુદેવશ્રીએ પ્રકાશનની “લીલી ઝંડી આપી દીધી. આમ પૂ. ગુરુદેવશ્રીની સંમતિ એજ ભાઈશ્રી પ્રત્યેના અખંડ વિશ્વાસનું ધોતક છે, અને તેની ફલશ્રુતિરૂપે આજે આપણી પાસે પૂજનિક દ્રવ્યદષ્ટિપ્રકાશ પ્રાપ્ય છે.
(૨૯) પૂ. ભાઈશ્રીનું ઘર એટલે મંડનમિશ્રનું ઘર
જેમકે મંડનમિશ્રનું ઘર ક્યાં છે? તો તેનો ઉત્તર છે કે જ્યાં મેના પોપટ સંસ્કૃતના શ્લોક ગાતા હોય; જ્યાં વેદોની ચર્ચા થતી હોય તે મંડનમિશ્રનું ઘર છે. તેમ પૂ. ભાઈશ્રીનું ઘર ક્યાં છે? જ્યાં અબાધ્ય અને અકાટય યુક્તિથી સિદ્ધાંત બોધના ઝરણાં ઝરતાં હોય, જ્યાં અવિરત શુદ્ધાત્માની ચર્ચાના રસપાન થતાં હોય. જ્યાં સદાય તત્ત્વજિજ્ઞાસુઓની ભીડ રહેતી હોય, જ્યાં પરમાર્થની ગંગા, અધ્યાત્મની યમુના,
સ્વભાવની સરસ્વતી અને એવો ત્રિવેણી સંગમ થતો હોય; જ્યાં સમ્યગ્દર્શનસમ્યજ્ઞાન અને સમ્યક ચારિત્રરૂપ ત્રિરંગો રત્નત્રય લહેરાતો હોય તેવા પરમાર્થ આત્મઆરાધના સ્વરૂપ જ્ઞાનમંદિર તે પૂ. ભાઈશ્રીનું ઘર હતું. આ ચર્ચામાં વિદ્વાનો... વકીલો... ડૉકટરો તેમજ સમગ્ર મુમુક્ષુગણને ધારા પ્રવાહરૂપે નિઃસંકોચપણે પુરુષાર્થની
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com