________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૧૩
જણાય છે.” અને ઉપયોગ શીધ્ર અંતર્મુખ થતાં....' ચિતૂપ-આત્માને ચૈતન્યધારાથી પ્રકાશિત કરતી અને મિથ્યાત્વની કાલિમાનો ક્ષય કરતી મોક્ષમાર્ગી ચૈતન્યની ચેતનાના ચમત્કૃતિના ચરિતાર્થરૂપ સ્વરૂપાચરણ ચારિત્રથી અંલકૃત થયા. અપૂર્વ, અનુપમ અતીન્દ્રિયરસનું અમૃત પાન કર્યું. અતૃપ્ત પરિણતિ ફરીને તૃપ્ત તૃપ્ત થઈ.
| ગુરુગમ, વર્તમાન યોગ્યતા અને પૂર્વના ઊંડા સંસ્કારને કારણે સમયસારની ૬ઠ્ઠી ગાથાના ગહનભાવોને હૃદયંગમ કરી, સંવત ૨૦૧૭ ની સાલ સુવર્ણપુરીમાં શ્રાવણ માસે વસંત નિવાસમાં સ્વાનુભૂતિથી પ્રમાણિત થયા. આમ સીમંધર-કુંદ-અમૃત-કહાન દિવ્ય ધ્વનિના દેદીપ્યમાન દિવાકરે દિવ્ય સ્વભાવનું દિગ્દર્શન કરી; અમરના હાથની અમીરી પી, આત્મ અનુભવની વ્રજભૂમિ ઉપર અડગ રહી, ભવ્ય જીવોને સ્વરૂપ-સંપદાનું પરમેશ્વરી દાન આપ્યું. આમ કહાનસ્વાનુભૂતિ મંડિત શિષ્યરત્નરાશિમાં આપશ્રીનો ઉમેરો થયો.
(૨૭) અમરચંદભાઈ મોદી અમરત્વને વર્યા
કહાન સૂર્ય ભરતક્ષેત્રને ચોમેર પ્રકાશિત કરતો આગળ ધપી રહ્યો છે. પૂ. ભાઈશ્રી સોનગઢ રહેવા ગયા. તેની પહેલાં ભાઈશ્રીના પિતાજી-પૂ. ગુરુદેવશ્રીની શીતળ છાંયડીમાં થોડા વર્ષો રહ્યા હતા. પૂ. ભાઈશ્રીના સમ્યગ્દર્શન પછી –માત્ર અઢી વર્ષ પછી, પૂ. બાપુજી અમરચંદભાઈએ પણ ભેદજ્ઞાન જ્યોતિને ઉદિત કરી.
જ્યારે પૂ. ગુરુદેવશ્રી સંવત ૨૦૨૦ની સાલમાં રાજકોટ પધાર્યા હતા ત્યારે કળશટીકાના પ્રથમ કળશના પ્રવચનમાં સ્વાનુભૂતિથી અંકિત અનેકાંતમયી અમૃત સરિતાનું શીતલ પાન કર્યું. પ્રવચનમાં જ પુરુષાર્થ અપૂર્વ વેગથી વર્ધમાન થઈ અંતર્મુખ થયો. અને
સ્વરૂપાનંદની ચિનગારી નો પ્રદેશ પ્રદેશમાંથી પુર-પ્રવાહુ ઊમટયો. આમ પિતા-પુત્રે ચિંતામણિ નર જન્મને સાર્થક કર્યો.
(૨૮) પુરુષાર્થમૂર્તિ શ્રી સોગાનીજી સાથે ગાઢ પરિચય
અધ્યાત્મયુગદખા-પૂ. ગુરુદેવશ્રીના આત્માનુભૂતિમયી પરિવારમાં ચૈતન્યમૂર્તિ શ્રી સોગાનીજી જેવા તીક્ષ્ણ પ્રજ્ઞાવત સપુત પણ પાયા. અધ્યાત્મવિભૂતિ પૂ. શ્રી નિહાલચંદ્ર સોગાનીજી અને પૂ. ભાઈશ્રી વચ્ચે ઘનિષ્ઠ મૈત્રી હતી. તેઓ પરમાર્થરસપ્રેરિત અસ્મલિત પુરુષાર્થના સ્થંભો હતા. તેઓશ્રી વચ્ચે સૂક્ષ્માતિ સૂક્ષ્મ તત્ત્વચર્ચાઓ થતી. પૂ. સોગાનીજી પૂ. ભાઈશ્રીને, પૂ. ગુરુદેવના “લઘુનંદન” કહેતા હતા.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com