________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૧ર “હું પરને જાણું છું” તેવો અભિપ્રાય તે અનંત સંસારનું કારણ છે. આમ વધારે ને વધારે નિર્ણય દઢતર થવા લાગ્યો.
(૨૫) પૂ. ગુરુદેવ અને શુદ્ધાત્માનો વિરહ લાગ્યો, સોનગઢ રહેવા ગયા
સમયસારનો રંગ આત્માના પ્રદેશ પ્રદેશમાંથી ઉછળી રહ્યો હતો. અકર્તારૂપ ધ્યેય ભગવાન-આત્માનો તો સૌ પ્રથમ નિર્ણય પણ થયો હતો. અને બાદમાં જ્ઞાનની પર્યાયનો નિશ્ચય શું? તેનું સ્વરૂપ પણ સમજાયું અને તથા પ્રકારે નિર્ણય પણ થયો. જેમ બાળક માતાથી દૂર ન રહી શકે તેમ પૂ. ગુરુદેવશ્રીથી દૂરી ખટકવા લાગી. ૧૯૬રમાં સોનગઢમાં ભાડેથી મકાન લીધું, અને “વસંતનિવાસમાં” રહેવા ગયા. સુર્વણપુરીના પ્રાંગણથી પ્રાદુર્ભત પૂ. ગુરુદેવશ્રીની નિર્ઝરિત દિવ્ય વાગ્ધારા પ્રયોગશાળામાં રૂપાંતરિત થઈ. અને માનો નિર્ભર થઈ ગયા.
પૂ. ભાઈશ્રી સોનગઢ રહેવા ગયા ત્યારે સોનગઢમાં જાહેરમાં સમયસારનું વાંચન પૂરું થઈ ગયું હતું અને ચાર-પાંચ દિવસથી પૂ. ગુરુદેવશ્રીએ બીજા શાસ્ત્રનો સ્વાધ્યાય શરૂ કર્યો હતો, પણ પૂ. ગુરુદેવશ્રીને ખબર પડી કે લાલચંદભાઈ અહીં રહેવા આવ્યા છે. એટલે એમણે જાહેરમાં કહ્યું. “આ લાલભાઈ ! નવા નવા છે ને ! અને અહીં રહેવા આવ્યા છે તેથી ફરીથી સમયસારનો સ્વાધ્યાય શરૂ કર્યો છે.” પૂ. ભાઈશ્રી ઉપર આવી અપાર કરુણા હતી.
(ર૬) પરમાર્થ પથિકોની પંથિની-એટલે સુવર્ણપૂરી:યોગસારની જેમ કાર્તિક અનુપક્ષામાં તત્ત્વની વિરલતા બતાવતાં કહે છે.
विरलाः निश्रुण्वन्ति तत्त्वं, विरला जानान्ति तत्त्वतः तत्त्वं।
विरला भावयन्ति तत्त्वं, विरलानां धारणा भवति।। જગતમાં “તત્ત્વ ને કોઈ વિરલા પુરુષ જ સાંભળે છે. સાંભળીને પણ તત્ત્વને યથાર્થરૂપે વિરલા જ જાણે છે, જાણીને પણ તત્ત્વની ભાવના વિરલા જ કરે છે, આ જગતમાં યથાર્થ આત્મસ્વભાવની વાત દર્શાવનારા જ્ઞાની મળવા બહુ દુર્લભ છે અને જ્ઞાની પાસેથી સાંભળવા મળે ત્યારે આ તો અનંતકાળથી નથી સમજ્યો એવી મારા સ્વભાવની અપૂર્વ વાત છે, એમ ઉલ્લસિત વીર્યથી આદર લાવીને, સાંભળનારા જીવ જ પરમતત્ત્વની ઉપાસનાના મુખ્ય અધિકારી છે.
પૂ. ભાઈશ્રીની આસન્ન ભવ્યતા ઊર્ધ્વ થતાં ભેદજ્ઞાન સૂક્ષ્મ થતાં થતાં.સામે ટુવાલ સુકાતો હતો, અને અંદરથી તીવ્ર નિષેધ આવ્યો કે “આ ટુવાલ જણાતો નથી...” “જાણનાર
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com