________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૧૧ (૨૩) પ્રવચનોમાં હંમેશાં શુદ્ધાત્મા કેન્દ્રબિન્દુએ રહેતો.
ઓજસ્વી વાણી, ટંકોત્કીર્ણ રણકાર, નિઃશંક પ્રતિપાદન, પ્રતિભાશાળી વ્યક્તિત્વ, સિદ્ધાંત બોધ ઉપર વજન, વ્યવહારનો નિર્ભયપણે નિષેધ વગેરે સદ્ગુણો તો તેમને વારસામાં મલ્યા હતા. તે તેમની પૂર્વના મૂળભૂત સંસ્કારની ફુરણા હતી.
જિનવાણીના આધારથી અને સર્વજ્ઞની સાક્ષીએ પૂ. ગુરુદેવશ્રીની વાણીનું રહસ્ય ખોલતાં ત્યારે શુદ્ધનયથી “સિદ્ધાલય” અહીં ખડું કરી દેતા, પરમાગમમાં રહેલી સંચિત નિધિની મુક્તભાવે ાણી નિરંતર કરતા હતા.
જેમ વર્ષાના આગમન પહેલાં આવવાવાળી ઠંડી હવા વર્ષાના આગમનની પૂર્વે સૂચના ઘોષિત કરે છે, અને ગગનમાં ઘેરાયેલા ઘટાટોપ વાદળોને જોઈને મયૂર નૃત્ય કરે છે, તેવી રીતે શુદ્ધનયની અમૃતવર્ષાથી તત્ત્વની હેલી વરસતી. મસ્તીભરી અમૃતવાણી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દેતી હતી. ભવ્યજનોના મન-મયૂર નાચવા લાગતા અને શ્રોતાજનો શુદ્ધાત્મમયી થઈ જતા હતા.
પૂ. ભાઈશ્રી વીતરાગની ગાદી ઉપર બેસી પ્રવચન કરતા ત્યારે તેમની વાણી, શુદ્ધાત્મતત્ત્વરૂપ ઉછળતી. રુચિ, સ્વભાવનું વીર્ય અને ચૈતન્ય પ્રભુની પ્રસન્નતા છવાઈ જતી હતી. સમયસાર આદિના ન્યાયોની ચાંદન સોળે કળાએ ખીલતી અને રોમે રોમમાંથી સની સરિતા પ્રફુટિત થતી હતી.
(૨૪) જેમ તલમાં તેલ સમાયેલું હોય છે તેમ તેમના જીવનમાં અધ્યાત્મ વણાયેલું હતું
તેમના સુંદર ગૌરવર્ણ ગુલાબી-સ્વર્ણિમ મુખ મંડલ પર સદૈવ પ્રસન્નતા છવાયેલી રહેતી. સાથે સાથે અવિચ્છિન્ન ચિંતવનની ધારા દષ્ટિગોચર થતી રહેતી. સમયસારનું ચિંતન-મનન, દિન-રાત પારાવાર હતું, આત્માના અકર્તાપણાની ધૂન વર્તતી હતી. “ધૂનરે ધૂનિયા અપની ધૂન, જાકી પૂનમેં પાપ ન પુણ્ય.”
સંવત ૨૦૧૫ની સાલમાં સમયસાર વાંચતા વાંચતા બંધ અધિકાર આવ્યો, અને તેમાં આવ્યું કે: “ધર્માસ્તિકાય જણાય છે, તે અધ્યવસાન છે” જેમ પરને મારું-જીવાડું, સુખી-દુઃખી કરી શકું તે તો અધ્યવસાન છે જ, પણ ધર્માસ્તિકાય દ્રવ્ય જણાય તો તે પણ સમકક્ષી અધ્યવસાનનું પાપ છે. આવા ગંભીર સૂત્રની ગંભીરતા ભાસી.
જ્ઞાનના સ્વભાવમાં પર પદાર્થને, રાગને શેય બનાવવાની શક્તિ-સામર્થ્ય નથી; છતાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com