________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૧૦
કોઈ પાર રહ્યો નહી. શું આચાર્ય ભગવાને કલમ ચલાવી છે! હિન્દી અનુવાદ કર્તાથી આ “ભૂત નૈગમનયે ” શબ્દ છૂટી ગયેલો એટલે ગોટાળો થઈ ગયો.
,,
પૂ. ગુરુદેવશ્રીની વાત અંતરથી બેઠી હતી ને કે “વ્યવહારથી નિશ્ચય ન થાય. અનુવાદક પણ જ્ઞાની. તે કહે વ્યવહારથી નિશ્ચય થાય. હવે એ કથન સાચું માનીએ તો દોષ લાગે, માટે આવા કથનો હોય ત્યાં આપણે ઊંડા ઉતરી તેનો મર્મ કાઢવો જોઈએ કે જ્ઞાની કહે છે તો એમાં કાંઈક મર્મ હશે, જ્ઞાની ખોટા નથી, પણ તેના કથનમાંથી રહસ્ય શોધવું જોઈએ.
શિષ્યનો પ્રશ્ન છે કે સાહેબ, આપે જ કહ્યું કે જ્યારે આત્માને આત્માનો અનુભવ થાય છે ત્યારે દેશનાલબ્ધિનો વ્યવહા૨ છૂટી જાય છે, તો પછી વ્યવહારથી નિશ્ચય થાય છે તેમ ક્યાં રહ્યું ?
શ્રી ગુરુ કહે, અમે “ભૂત નૈગમનયે ” કહીએ છીએ, અનુભવ પહેલાં તેનું લક્ષ દેશનાલબ્ધિ ઉ૫૨ હતું, અને પછીના સમયે તેનું લક્ષ છૂટયું અને અનુભવ થયો તો પછી “ ભૂતનૈગમનયે ” એનાથી થયું તેવું નિમિત્તનું જ્ઞાન કરાવ્યું, તે કથનમાત્ર છે. ઋજુસૂત્રનયે તો અનુભવ વખતે દેશનાલબ્ધિ ઉપરથી લક્ષ છૂટી જાય છે. નિયમ કેમ તૂટે? નિમિત્તથી ઉપાદાનમાં કાર્ય થાય જ નહિ. નિશ્ચયની વાત અમૃત તુલ્ય છે.
(૨૨) જીવનમાં ચડતી-પડતીના સમયે ભેદજ્ઞાનનો સહારો
બહુ જૂજ વ્યક્તિઓમાં એવી અસાધારણ ક્ષમતા જોવા મળે છે કે જીવનમાં ગમે તેવા ભરતી-ઓટમાં પણ પોતાના માર્ગથી ચુત થતાં નથી. આવા અનોખા વ્યક્તિત્વ ધારક હતા-પૂ. ભાઈશ્રી તેમના જીવનમાં બહારના ઉદયભાવો પ્રચંડ વેગે આવતા અને ત્યારે ક્રમબદ્ધના ન્યાયે યથા કાળે “થવા યોગ્ય થાય છે, જાણનારો જણાય છે,” તેવા ભેદજ્ઞાનના મંત્રમાં નિશ્ચળ રહેતા હતા. સંયોગી ઉદયભાવો “મારા જ્ઞાનનું જ્ઞેય નથી ” તેવી અમર જીવન સંજીવની અમરના ‘લાલ' ને માર્ગથી કદી વિચલિત ન થવા દેતી. ઉદયભાવો કપૂરની જેમ વિલીન થઈ જતા. અને અંતરંગ ભેદજ્ઞાનની ધારા અસ્ખલિતપણે વહેતી. બુદ્ધિપ્રતિભા યુક્ત અને ન્યાયનીતિના પ્રેમી હોવાથી કુટુંબમાં, મિત્રવર્ગમાં, મુમુક્ષુમાં વિવાદ થયો હોય તો ભેદજ્ઞાનનાં હથિયાર વડે ઉકેલ લાવી વિવાદનો અંત લાવતા હતા અને સાથે તત્ત્વજ્ઞાનનું ભાથું આપતા હતા આમ કરુણાવંત હોવાથી નિઃસ્વાર્થ ભાવે, સન્માર્ગી બની સત્યાન્વેષક રહેતા.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com