________________
Version 001: remember fo check hffp://www.AfmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૯
પૂ. ગુરુદેવશ્રી ગયેલા ત્યારે વિદ્વાન ફૂલચંદ સિદ્ધાંત શાસ્ત્રીને પૂછ્યું કે: સમયસાર ગાથા ૧૩ સિવાય બીજા કોઈ શાસ્ત્રોમાં ‘ ભૂતાર્થનયે' નવને જાણવાનું લખ્યું છે? તેમણે કહ્યું સમયસાર ગાથા ૧૩ સિવાય બીજે ક્યાંય નથી.
(૩) પૂ. ગુરુદેવશ્રીની વાણીમાં ખુલાસા આવી જતા અને વધારે તો પૂર્વના ગહન સંસ્કારને કારણે સ્વયંથી ઉકેલ પણ આવી જતો. સમયસાર, નિયમસાર વાંચતા એક પ્રશ્ન ઘણા વખતથી થતો કે કર્તબુદ્ધિ તો ચોથા ગુણસ્થાને જ ગઈ છે છતાં નિયમસારમાં પરમાર્થ પ્રતિક્રમણમાં એમ ફરી ફરીને શા માટે આચાર્ય ભગવાન લખે છે, કર્તા નથી; કારણ નથી; અનુમોદક નથી. આમાં કોઈ રહસ્ય છે, એ પ્રશ્ન ડીપોઝીટ પડેલો (રાખેલો ) પછી એક વખત ઇશ્વરિયા મહાદેવ મુમુક્ષુ ભક્તજનો સાથે તત્ત્વચર્ચા કરવા ગયા. ત્યાં એકાએક ખુલાસો આવ્યો, પ્રમોદનો પાર નહીં. આહા! કર્તા નથી કારણ નથી એમાં તો ઉપચારથી કર્તાપણું જે સવિકલ્પમાં આવે છે તેનો નિષેધ છે. અને તેના નિષેધમાં શ્રેણી આવે છે. આ વિષયની ગંભીર અને માર્મિક ચર્ચા આ પુસ્તકમાં આવવાની છે.
(૨૧) સાચા હીરાનો પારખુ ઝવે૨ી
જ્યારે પૂ. ભાઈશ્રી ૧૯૬૨ ની સાલમાં સોનગઢ રહેવા ગયેલા ત્યારે એક માર્મિક પ્રસંગ બનેલો. આ પ્રસંગને તો આપણે સૌએ આપણા જીવન સાથે વણી લેવા જેવો છે.
પૂ. ગુરુદેવશ્રીના યોગમાં આવ્યા પછી નિમિત્ત કર્તા અને ઉપાદાન કાર્ય, વ્યવહાર સાધન અને નિશ્ચય સાધ્ય વગેરે પ્રકારની અનેક વિપરીત માન્યતાઓનો નિષેધ થઈ ગયેલો.
પૂ. ભાઈશ્રી પોતાને ઘેર પરમશ્રુત પ્રભાવક મંડળમાંથી પ્રગટ થયેલ હિન્દી ૫રમાત્મપ્રકાશનો સ્વાધ્યાય કરતા હતા. ગુજરાતી અનુવાદ ત્યારે થયેલ નહોતો. સ્વાધ્યાય કરતાં કરતાં ભાગ બીજો ગાથા નં. ૧૪ ઉ૫૨ આવ્યા તો “ વ્યવહાર સાધન નિશ્ચય સાધ્ય ” આવું વાક્ય આવ્યું. અંદરમાંથી આત્મા ‘ના ’ પાડે.
,,
હવે બીજી બાજુથી આ કથન લખનાર પણ જ્ઞાની અને અંદરમાં આ વાત બેસે નહીં, પછી અડધો પોણો કલાક શાસ્ત્ર બંધ કરી અને બેસી રહ્યા. ત્યાં વિચાર આવ્યો કે લાવને મૂળ સંસ્કૃત પાઠમાં શું લખ્યું છે તે તો જોઉં? ?
જ્યાં મૂળ સંસ્કૃત ટીકામાં જોયું તો “ ભૂતનૈગમનયે ” વ્યવહાર કહ્યો છે, પછી પ્રમોદનો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com