________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૧૭૯ વિકલ્પ બમણો થશે. અનુભવમાં આવતાં તે વિકલ્પ સહેજે છૂટી જાય છે.
દૃષ્ટાંત: બીજનો ચાંદ ઉગે છે. કોઈને દેખાય છે કોઈને દેખાતો નથી. આમ અંધારું હોય તો કોઈ કહે અમને દેખાય છે. બીજા કહે કે અમને દેખાતું નથી. હવે જે ચાંદને દેખવાવાળો છે એણે ચાંદને જોઈ લીધો. એ બીજાને ચાંદ દેખાડવા ઝાડના માધ્યમ દ્વારા પ્રયત્ન કરે છે. આ જે ઝાડ છે એની આ પેલી ડાળી દેખાય છે. વર્ણન શું કરે છે; આ પેલી છેલ્લી ડાળી તો છેલ્લી ડાળીને જો તું! અને પછી એની લાઈનમાં સીધું ઉપર જો તો તને ચાંદ દેખાશે.
ઓલો-પેલો કહે ચાંદ દેખાતો નથી. તો તને શું દેખાય છે. તો કહે કે ડાળી દેખાય છે. પણ તું ડાળીને છોડતો નથી, તો ચાંદ તને ક્યાંથી દેખાય? ડાળી નયના સ્થાને છે. એમ ડાળીને પકડી લીધી. એ આ ડાળી દેખાય છે. આ ડાળી દેખાય છે એ ડાળીની લાઈનમાં ડાળીને છોડી દે. તારું લક્ષ ડાળી ઉપરથી છોડી દે. આકાશમાં, એ લાઈનમાં સીધું જોઈ લે. સીધો વયો જા. ઉપયોગને લગાવ તો તને જણાશે. તું સીધો લાઈનમાં વયો જા તો તને ચાંદ દેખાશે. હવે પેલો તો ડાળીને વળગી રહ્યો એટલે કહે સાહેબ મને ચાંદ દેખાતો નથી. ક્યાંથી દેખાય? એ તો તને જરા લાઈન બતાવી. આમ જો, તો અને ઝાડ છે, અને પછી ઝાડની ઉપરની છેલ્લી ડાળીને જો અને પછી ડાળીની લાઈનમાં આગળ જો. એને ડાળીને પકડી રાખી એના ઉપયોગમાં.
તને ડાળી દ્વારા ડાળીને છોડની ચાંદને જોવાનું કહ્યું હતું અને તું તો ડાળીને વળગી પડયો નથી. કે : આ નયે આવો છો ને આ નયે આવો છો. આત્મા નિશ્ચયનયે શુદ્ધ, અભેદ અખંડ એક છે. અચ્છા ! આત્મ અનુભવ હુઆ ? અનુભવ નહીં હુઆ. મગર જૈસા સ્વરૂપ હૈ ઐસા મેં જાનતા હૂં. જાનતા હૈ આનંદ આયા? કે: “ના” . આનંદ નહીં આયા. આવું છે નયનું સ્વરૂપ! અટકી જાય નયમાં. વળગી ગયો ડાળીને ! એને ચાંદ ક્ય થી દેખાશે? એને ચાંદ ન જ દેખાય. ડાળી ઉપર લક્ષ હોય તો ચાંદ ઉપર લક્ષ આવતું નથી. એમ નય દ્વારા સ્વભાવનું અનુમાન માત્ર કરાવે છે. તો એ તો નયને જ વળગી પડયો.
કે હું નિશ્ચયનયે અકર્તા છું, નિશ્ચયનયે અકર્તા છું એમ આવ્યું ને? સ્વભાવથી અકર્તા છું એમ ન આવ્યું ને! નયના પ્રયોગ દ્વારા એ આત્માને અકર્તા છે એમ જાણે છે. તેથી એ નયને વળગી પડયો. હું નિશ્ચયનયે અકર્તા છું, હું નિશ્ચયનયે જ્ઞાતા છું, નિશ્ચયનયે જ્ઞાન આત્માને જાણે છે. જુઓ આ નિશ્ચયના પડખામાં આવ્યો. પણ તે નયના પડખામાં એટલે કે ઇન્દ્રિયજ્ઞાનના પડખામાં ઊભો છે. નય તો ડાળી છે. જે અહીં તહીં જોતો હતો એને દિશા સૂચન કરવા ડાળી દ્વારા ચાંદને જોવાનું કહ્યું. આમ.... આમ જોતો હતો એને કહ્યું કે આ ડાળીને જો. એમ લાઈન આપી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com