________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૧૭૮
નયથી સ્વભાવ અનુભવમાં આવતો નથી. અંતરંગ જ્ઞાનથી–અતીન્દ્રિય જ્ઞાનથી, સ્વભાવની પ્રાપ્તિ થાય છે. નયથી સ્વભાવ પ્રસિદ્ધ થતો નથી. એટલે પ્રત્યક્ષ અનુભાવમાં આવતો નથી. અનુમાનમાં આવે પણ અનુભવ ન થાય. પરંતુ જ્ઞાનથી સ્વભાવ પ્રસિદ્ધ થાય છે.
પ્રશ્ન:- શાસ્ત્ર જ્ઞાનથી કે આત્મજ્ઞાનથી ?
( શ્રોતા-આત્મજ્ઞાનથી.) બધાય કહે છે કે આત્મજ્ઞાનથી. શાસ્ત્રજ્ઞાનથી આત્માનો અનુભવ ન થાય. શાસ્ત્રનું જ્ઞાન છે તે આત્માનું જ્ઞાન નથી. ડોલે છે; આત્મા છે ને! કાંઈ મોડું થયું નથી. જાગ્યા ત્યાંથી સવાર. જબ જાગે તબ સબેરા.”
66
પરંતુ જ્ઞાનથી સ્વભાવ પ્રસિદ્ધ થાય છે. ખરેખર બીજાને સમજાવવા માટે નયોનો પ્રયોગ કરવો પડે છે. તેથી પૂજ્યપાદ સ્વામીએ કહ્યું છે કે બીજાને સમજાવવું એ પાગલપણું છે. પણ એ થવા યોગ્ય થાય છે, એનો ઉદયભાવ, તત્ સમયની પર્યાય એ કાળ એનો હોય ત્યારે આવીને ખરે છે. શબ્દ પણ ખરી જાય છે અને ઉદયભાવ પણ ખરી જાય છે તથા પ્રકારનો. ઈ એના હાથની વાત નથી. ઈ.... કરે છે માટે અટકાવું એમ નથી. કર્તા જ નથી. એના જ્ઞાતાએ નથી તો કર્તા તો ક્યાંથી થાય? પણ એના કાળ ક્રમમાં એ પ્રકારનો ઉદયભાવ હોય એ પ્રમાણે બસ ખરી જાય, નિર્જરી જાય, પણ એ બંધનું કારણ એને નથી. વિકલ્પ ઊઠે સમજાવવાનો પણ જ્ઞાનીને એ બંધનું કારણ નથી. એટલે અનંતબંધનું કારણ નથી. અલ્પબંધ છે એ ગૌણ છે.
સમજાવવું અને સમજવું બન્ને પાગલપણું છે. એનો અર્થ શું છે? કે બહુ વિકલ્પ ઊઠાવવા નહીં. પણ સ્વરૂપમાં જામી જાવું એમ. ઊંચે-ઊંચે ચડવાની વાત છે. નીચે ઊતરવાની વાત નથી. (સાંભળવું) પાગલપણું હોય તો આપણે કાલથી સાંભળવું બંધ કરી દઈએ. કેઃ મંદિરમાં આપણે સાંભળવા શું કામ જવું? સાંભળવું એ તો પાગલપણું કહ્યું છે. તો ઓલો નીચે ઊતરી ગયો. સાંભળવાનું છોડી દઈશ તો તો તું દુકાને જઈને પાપના પરિણામમાં રોકાઈ જઈશ, લૂંટાઈ જઈશ.
નયના પ્રયોગમાં વિકલ્પ જ ઉત્પન્ન થાય છે. સ્વભાવની સમીપે જાય છે તો વિકલ્પ ઊઠતા જ નથી. વિકલ્પ દુઃખદાયક છે. કોઈ પણ વિકલ્પ હો વ્યવહારનો કે નિશ્ચયનો, વિકલ્પ માત્ર ખંડજ્ઞાન છે, રાગ છે. નિશ્ચયમાત્ર તારા સ્વભાવનો ઈશારો કરે છે કે આવું તારું સ્વરૂપ છે. પછી એ નયને તું છોડી દે. અને સ્વભાવમાં ચાલ્યો જા.
નિશ્ચયનય કહે છે એવું તારું સ્વરૂપ છે એ વાત સાચી છે. જ્યારે વ્યવહારનય કહે છે એવું આત્માનું સ્વરૂપ નથી. નિશ્ચયનય કહે છે એવું આત્માનું સ્વરૂપ છે. એ વિકલ્પ પણ છોડવા જેવો છે. સ્વરૂપના લક્ષે વિકલ્પ છૂટી જાય છે. આ વિકલ્પને છોડું, આ વિકલ્પને છોડું, તો તો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com