________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૧૭૦
ગાંડાલાલ કહે શું આ નથી જણાતું? પંખો છે વિગેરે.... આ બધું શું એ શું નથી જણાતું ? આહાહા ! આમ-આમ (૫૨ સન્મુખ ) કરે છે. “ ઈન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી ”.. એ પુસ્તકમાં ચિત્ર છે. હું આંખ વડે જાણું છું, હું કાન વડે સાંભળું છું; એમ કરી કરીને પરનું લક્ષ કરીને ગાંડાલાલ થઈ ગયો. હવે ગાંડાલાલમાંથી ડાહ્યાલાલ થા ને! ગાંડાલાલ પોતે ડાહ્યાલાલ થઈ જાય છે તો નામ બદલી જાય છે. (શ્રોતા- ગાંડાલાલે જુઠ્ઠાલાલની સંગતિ કરી છે એટલે ગરબડ થઈ ) હા. બસ.
એ વ્યવહારનય જુઠ્ઠો છે, અને એની સંગતિ કરી છે. એટલે એની ‘હા’ પાડે છે. અને જે સ્વભાવ એની ‘હા' પાડતો નથી. એટલે ગાંડાલાલ રહી ગયો. અને ગાંડપણ લઈને બીજા ભવમાં મિથ્યાત્વ લઈને જાય.
આ ગાંડાલાલ અને ડાહ્યાલાલની રમત છે. જ્ઞાની કહે અજ્ઞાની છે એ બધા ગાંડા છે. મૂરખ છે. જ્યારે અજ્ઞાની જ્ઞાનીને કહે બધા જ્ઞાની મૂરખ છે. આ પંખો ફરે છે, પંખો ફરતો છે એમ હું જાણું છું, પંખો ઊભો છે એમ જાણતો નથી. લક્ષ બહા૨ (૫૨) ઉ૫૨ છે અનંતકાળથી, અને આજ કાલનું નથી શું? અધ્યાસ અભ્યાસ એવો ઉંધો થઈ ગયો છે કે સવળું થતાં એને કઠણ પડે. ભાઈ ! થાય તો અંતર્મુહૂર્તમાં થાય એવું છે.
જો આવ્યું શાયક તો શાયક છે બસ, જ્ઞાનની પર્યાય સ્વભાવથી જ આત્માને જાણ્યા કરે છે. એમાં નયની કોઈ જરૂર નથી. આબાળ-ગોપાળ સૌને. લ્યો! આબાળગોપાળ, નાના-મોટા સૌને એટલે કે બધાને અને સદાકાળ એટલે કે નિરંતર ઉંઘમાં; હાલતાં-ચાલતાં, ઊઠતાં –બેસતાં, પ્રત્યેક પળે; પ્રત્યેક સમયે;પ્રત્યેક ક્ષણે; સદાકાળ, આત્મા અનુભવમાં આવી રહ્યો છે. રાગ અનુભવમાં આવતો નથી. દુઃખ અનુભવમાં આવતું નથી.
તો શું એકલો જ્ઞાયક જ અનુભવમાં આવે છે? ‘હા.’ આ સમયસારમાં લખ્યું છે હોં! જેને આપણે દ૨૨ોજ સવારના નમસ્કાર કરીએ છીએ ને? દેવ-શાસ્ત્રને ગુરુ એમાં લખ્યું છે. પણ એનો કોઈ ઊંડો વિચાર કરતું નથી. અરે! શાસ્ત્રની શ્રદ્ધાએ શ્રદ્ધા કરને. શાસ્ત્ર કહે છે એ સત્ય છે એમ તું લે ને! ત્યારે તો હજુ વ્યવહાર શ્રદ્ધા કહેવાય. ખરેખર વ્યવહાર શ્રદ્ધા પણ ખરી થઈ નથી.
આ ભાઈએ કબૂલ કર્યું કે વાત સાચી છે. જ્ઞાનીઓ કહે છે એનું માન્યું નથી. નહીંતર આજે અહીંઆ ન હોત એ. જ્ઞાની તો મળ્યા અનંત કાળમાં અનંત વાર. તે કહે પણ આ ભડનો દીકરો ગાંડાલાલ-મરદનો દીકરો છે કોઈનું માને બાને નહીં.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com